SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. બધામૃત યક્ષ એ સદ્દગુરુ છે. જિનરક્ષિત એ ભગવદ્ભક્ત, ટેકવાળ, એક લક્ષથી સત્સાધના કરનાર મુમુક્ષુ છે. જિનપાલિત તે પિતાની બુદ્ધિએ ચાલનાર સંસાર-વાસનાવાળે છે, ને રણદેવી તે માયા છે, મેહ છે, કર્મ છે. પુણ્યકર્મરૂપ વહાણ ભાંગતાં મોહવશ થયેલા સ્વદેશ–મેક્ષને રસ્તેથી એક ચૂક્યો. શાંતિઃ “ત્રાસ ધરે ભવ ભય થકી, મનમેહન મેરે, ભવ માને દુઃખખાણ રે. મન” (બીજી ગદષ્ટિ) સંપાયામ વિનરતિ --- માવતા તા. ક. – સંસાર તો હોય તેણે આ વાત વારંવાર વિચારી જિનરક્ષિત બનવા પુરુષાર્થ, સદ્ગુરુમાં શ્રદ્ધા વધારવી ઘટે છે. બીજા વિકલપમાં ન પડવું, હું શું જાણું? ધર્મ સંબંધી મને કંઈ ભાન નથી. માત્ર મારે તે બતાવેલે રસ્તે આંખો મીંચીને ચાલ્યા કરવું છે એ નિશ્ચય હિતકારક છે. ૩૧૨ અગાસ, તા. ૧૭-૯-૪૧ તત્ ૐ સત ભાદરવા વદ ૧૧, બુધ, ૧૯૯૭ દેહરા – દીન-દયાળ દયા કરે, પરમ ધર્મ આધાર; તુમ સમ સમર્થ કઈ નહિ, આત્મબોધ-દાતાર. અબુધ અવિવેકી છતાં શરણે રાખ નાથ; ઈચ્છું ઉલ્લંગે રમું, સસલા સમ શશી સાથ. ચંદ્ર-પ્રભા સમ તુજ ગુણે, સ્વરૂપ મુંજ જણાય; માગું તુજ ગુણ-રમણુતા, દયા કરો ગુરુરાય. (પ્રજ્ઞા વધ-૪) તમ બનેના પત્રો મળ્યા. જે જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે, પણ તે ભાવપૂર્વક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે કરવા ગ્ય છે. એ તરણતારણ સદૂગુરુની ભક્તિ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કરવા જણાવી છે તે વિષે આપને કઈ કઈ પ્રસંગે જણાવવું થયું છે. હું તે માત્ર ચિઠ્ઠીને ચાકર છું. મારા પ્રત્યે જે ભાવ દર્શાવ્યું છે, તે અસ્થાને છે. હું હજી સાધક છું; જે પરમ પાવન પરમાત્માનું પરમ ધામ છે તેને પ્રવાસી છું. આપણે એક જ માર્ગે જવાનું છે. જે તમને બતાવ્યો તે રસ્તે સાચે છે. હવે પુરુષાર્થ જેને જેટલે વિશેષ, તેની તેટલી વિશેષ પ્રગતિ. જે રસ્તામાં સૂઈ રહેશે તે આગળ વધી શકશે નહીં, પણ એ જ માર્ગ વહેલેમડે ચાલ્ય મોક્ષનગરે જવાશે. ૫. ઉ. પ. પૂ પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિ કરવામાં તમારા આત્માને કંઈ હાનિ થાય તેવું હોય તેને અમે જોખમદાર છીએ, વીમે ઉતરાવીએ છીએ, જવાબદારી લઈએ છીએ. આટલું બધું કહેવાનું કારણ માત્ર આ કાળના આપણા જેવા અશ્રદ્ધાળુ અને સન્માર્ગમાં દઢતા થાય તે અર્થ, નિષ્કારણું કરુણા જ હતું. તે મહાપુરુષના ઉપકારનું જેમ જેમ વિશેષ સ્મરણ થશે તેમ તેમ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે વિશેષ ભક્તિભાવ ઉલાસ પામશે અને આપણું પામરતા સમજાતાં સ્વપ્નદશારૂપ અહંભાવ-મમત્વભાવ દૂર થવાનું બનશે. માર્ગ બતાવનાર સાચા સજ્જન મળ્યા છે, નવી, કદી ડૂબે નહીં તેવી સ્ટીમરમાં આપણને બેસાડ્યા છે. હવે છાનામાના, ડાહ્યા થયા વિના,
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy