________________
પગસુધા
૩૧૯ નથી. “પીંપળ પાન ખરંતાં, હસતી કુપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા” તેમ કાળા વાળ ધોળા થઈ જશે; કાને સાંભળવું ધબ થઈ જશે; લાકડી વિના ડગ નહીં ભરી શકાય; ચામડી ઢીલી પડી જઈ ટટળશે મુખમાંથી લાળે પડશે; આંખે સૂઝશે નહીં, નાનાં છેકરા પણ તિરસ્કાર, મશ્કરી કરશે. આ બધે અધિકાર હતું ન હતું થઈ જશે. અથવા જે પુદ્ગલની ફરસના માંડી હશે તે જરૂર ભેગવવી પડશે. પિતાનાં કર્યા પિતાને જ ભેગવવાં પડશે, પણ ભોગવવા-ગાવવાની રીતમાં જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ પડે છે તે હવે જણાવે છે:
મમતા-સમતા ભાવશું કર્મબંધ-ક્ષય હોય.” મમતા કરનાર પ્રારબ્ધ ભગવતાં બંધાય છે અને સમતા ધારણ કરનાર જ્ઞાનીજન તે જ પ્રકારના પ્રારબ્ધને ભેગવી લઈ મુક્ત થાય છે, છૂટે છે. ચમત્કારી વાત છે. સમતા રહેવી દુષ્કર છે.
આ પર્વમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ વંચાતું હતું તેમાં આવ્યું હતું: “મેટા પુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી, તેમ આખું જગત પાયખાનામાં રહે છે. પણ જ્ઞાનીઓનું સ્થાન કયું છે? “સમભાવ.” આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે? તે કચ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખમાત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમને ભય માત્ર નાશ પામી જાય છે. “એક આત્માને જાણે તેણે સર્વ જાણ્યું. તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઈ જશે. છ પદને પત્ર અમૂલ્ય છે. ઊંડા ઊતરવું જોઈએ, પકડ થવી જોઈએ. બધાંની વચમાં કહ્યું છે, પણ “સમભાવની પકડ કરી લેશે તેનું કામ થશે....અંતર પરિણમન વિચારથી કરવું જોઈએ; પલટાવી નાખવું જોઈએ. હવે તે આત્મા જેવાનું કરો. બીજું જેવાનું કર્યું છે, તેથી ફરીને એક આત્મા જેવાનું કરે. દષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરે. “માત્ર દષ્ટિકી ભૂલ હૈ. જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. કર વિચાર તે પામ” વિચારવડે દષ્ટિ પલટાવી અંતર્દષ્ટિ કરવાની જરૂર છે....સર્વ જ્ઞાની પુરુષે એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ “સમતા છે. બહુ અદ્ભુત છે! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૮૭-૮૮) % શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હ૧૧
અગાસ, તા. ૫-૯-૪૧
ભાદરવા સુદ ૧૫, શુક્ર, ૧૯૯૭ આપનો પત્ર મળ્યો. વાંચી કર્મની વિચિત્રતા જાણ, એવાં જ કામ એનાં છે એમ ખાતરી થવાથી જ્ઞાની પુરુષે તે સર્વ કર્મોને નિર્મૂળ કર્યા વિના નિરાંતે, જંપતા નથી. જે સદૂગુરુરૂપ તરવાની હેડી છે, તેમાંથી સંસારસાગરમાં કૂદી પડવા માટે દર્શનમેહ નામના કર્મની પ્રેરણું હોય છે તેની શિખામણને અનુસરનાર અનેક જી વિનાશને વર્યા છે. સત્સાધન કે સત્વશિક્ષા જે સૂક્તા નથી તેને વાંકે વાળ કરવા કઈ જગમાં સમર્થ નથી. પણ તે મૂકીને જે દેઢડાહ્યા જ પિતાની ઢેડી જેવી તુચ્છ બુદ્ધિની સલાહ માને છે તેના કેવા હાલ થાય છે તે ઉપર એક કથા છે તેને બધા મળી વિચાર કરશે એમ ભલામણ છે. (જુઓ ઉપદેશામૃત પૃષ્ઠ ૧૯૭–૧૯૮ની ફૂટનેટ – રણદેવીની કથા)