________________
૩૧૮:
બેધામૃત જીવને સમકિત આવ્યું હોય તે બધું આવ્યું. બધાને ઉપાય એક સમકિત છે. સમકિત આવ્યું હોય તે કંઈ લૂંટાય નહીં. બેઠા બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી ત્યાં સુધી સમક્તિ કરી લે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૮૦) % શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦૯
અગાસ, તા. ૧-૯-૪૧ તત્ ૐ સત્
ભાદરવા સુદ ૧૧, સોમ, ૧૯૯૭ પૂ.ને સહવાસ હવે નથી તે વિશેષ નૈતિક અને આત્મિક બળ વધારીને વર્તવું ઘટે છે, કારણ કે બળવાન સંગ હોય તે દોષ કરતાં જીવ ડરે છે કે સુધરી શકે છે, પણ તે યેગ ન હોય તે પુરુષનાં વચનના આધારે ગમે તેવા પ્રસંગમાં નિર્દોષ રહેવા પુરુષાર્થ કરે ઘટે. તેમ ન કરે તે બચવાને કોઈ ઉપાય નથી. આપે પુછાવેલ પ્રશ્નને ઉત્તર ટૂંકામાં ફરી લખું છું કે * પરમકૃપાળુદેવે મહાત્મા ગાંધીજી જેવાને પણ મુસલમાની મિજબાનીમાં (જ્યાં માંસાહારને લગતે વ્યવહાર હોય ત્યાં જવાને કચવાતે મને રજા આપી છે અને ફળાહાર વિના કોઈ રાંધેલે પદાર્થ ન લેવાય તે ખોટું પણ ન લગાડવાનું બને અને પિતાના આત્મામાં દયાની લાગણી ટકી રહે એવી શિખામણ આપી છે. તે આપણા જેવા નિર્બળ મનના માણસે તે તેવા પ્રસંગોથી દૂર રહેવાય તેમ કરવામાં હિત છે, એ જાણી, સમજી તેમ જ પ્રવર્તવું ઘટે છે.
૩૧૦
અગાસ, તા. ૧-૯-૪૧ તત છે. સત
ભાદરવા સુદ ૧૧, સેમ, ૧૯૯૭ જે જે પુદ્ગલ ફરસના, નિરો ફરસે સંય;
મમતા - સમતા ભાવશું, કર્મબંધ- ક્ષય હેય.” (બૃહદ્ આચના) આપને ક્ષમાપના પત્ર મળ્યો છેજી. સમાચાર જાણ્યા છે. અનિવાર્ય પ્રસંગે સમતા સિવાય બીજો કઈ રસ્તો નથી. આપણું ધાર્યું કંઈ થતું નથી. એક વખત હું અમદાવાદ ૫. ઉ. પ્રભુશ્રીજીનાં દર્શનાર્થે ગયેલ ત્યારે ઉપરને આલેચનાને દેહરે ઊભા ઊભા તેઓશ્રીએ લખાવ્યું અને આણંદ પૂ. મગનલાલ તારમાસ્તર હતા તેમની સાથે વિચારવા ફરમાવેલું. તેને થોડો અર્થ નીચે લખેલે છેઃ
જે જે પુદ્ગલ ફરસના” –માત્ર જ્ઞાતા દ્રષ્ટી તરીકે બાંધેલાં કર્મો જેજે; તેમાં માથું મારવા જેવું, ઈષ્ટ-અનિષ્ટપણું કરી આત્માને લેશિત કરવા જેવું નથી. ચેતાવે છે કે જેને હે, ભૂલતા નહીં, “પુદ્ગલ રચના કારમીજી” તેમાં મનને લીન કરવા જેવું નથી. અથવા જે જે પુદ્ગલ ફરસના પ્રારબ્ધ અનુસાર બને છે, તેમ જ બનવાનું નિર્માયેલું હતું. “નિરો ફરસે સેય” પાંચ ઇન્દ્રિથી જણાતું જગત બધું પુગલમય છે અને સદાય ફરતું જ છે, ફરશે જ; એક આત્મા અવિચળ, નિત્ય, ટંકલ્કીર્ણવત્ ત્રણે કાળ રહેનાર છે; તે સિવાય જ્યાં જ્યાં જીવે વિશ્વાસ રાખ્યું હશે તે બધું પલટાઈ ફરી જવાનું છે. નહીં ધારેલું બનશે. મરણને ખ્યાલ નહીં હોય ને અચાનક આવીને ડોળા કાઢી ડરાવશે. આવા ને આવા દહાડા સદાય રહેવાના
* જુઓ પત્રાંક ૭૧૭.