________________
પત્રસુધા
૩૧૭
૩૦૭
અગાસ, તા. ૨૯-૮-૪૧, તત્ સત્
ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ “ખમી ખમાવી નિઃશલ્ય થઈ મેલી મિથ્યા ગર્વ;
ધન્યપુણ્ય કૃતાર્થ તે, આરાધે સત્ પર્વ.” પૂ.ને આશ્રમમાં આવવાની ઘણું ભાવના રહે છે તે જાણી, પ્રારબ્ધ અને પુરુષાર્થની અનુકૂળતા મળી આવતાં ભાવના સફળ થાય છે. શરીર નરમ રહે તે વખતે મનમાં મંદવાડ પેસી ન જાય એવું બળ જીવ ધારે તે કરી શકે એ મનુષ્યભવને વેગ છે. શરીરના ધર્મને આત્માના ધર્મ સમજવાની ભૂલ અનાદિકાળથી ચાલી આવી છે પણ કૃપાળુદેવે કહ્યું છે
છે દેહાદિથી ભિન્ન આતમાં રે ઉપયોગી સદા અવિનાશ – મૂળ.”
દેહ માત્ર સંગ છે વળી જડ રૂપી દશ્ય.” ચેતનના ઉત્પત્તિલય, દેહના ઉત્પત્તિલયને આધારે માની ઘણું જીવે વેક્યું છે. હવે તે ભાવ તજી, જ્ઞાનીએ જાણ્યું છે તે આત્મા હું છું અને દેહ તે પ્રત્યક્ષ બધાને મૂકીને ચાલ્યા જતા આપણે નજરે જોયા છે, તે દેહમાં ને દેહમાં આત્માને મૂંઝવી માર નથી, એ દઢ વિચાર કરી વેદનીના વખતે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યું છે તે પ્રાણ છૂટે તે પણ છોડવું નથી એવી દઢતા આ ભવમાં તે કરી લેવી છે તે અર્થે આ વેદનીને વખત ગાળવે છે અભ્યાસ પાડી મૂકવા માટે જ આ અવસર આવે છે; ભાન છે ત્યાં સુધી કંઈક સપુરુષે કહેલું સ્મરણ કરી લઉં, પછી તે બની શકે તેમ નથી. માટે આળસ, પ્રમાદ કરી આત્માને વેરી શા માટે બનું?
૩૦૮
અગાસ, તા. ૩૦-૮-૪૧ તત છે સત્
ભાદરવા સુદ ૮, શનિ, ૧૯૯૭ ગીતિ – ક્રોધ, માન ને માયા, લેભ વગેરે રાગાદિ દે;
થયા અજ્ઞાનવશે તે, દુષ્કૃત મારાં પ્રભુ, બધાં ખેશે. આપને ક્ષમાપનાને પત્ર મળ્યો. આપે પત્રમાં આત્મનિંદા જણાવી તે વાંચી. પણ તે સર્વ દોષો જેમ જણાવ્યા છે તેમ નજરે ચઢથા તે હવે તેને ઝાઝે વખત ટકવા દેવા જોઈતા નથી. દુકાનમાં ચાર પેઠે એમ જાણે તે પછી છાનામાના બેસી રહી એને અંદરને માલ ચેરી જવા દે? ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના આબુ ઉપરના બધમાં આ પર્યુષણમાં વંચાયું હતું કે “ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એકદષ્ટિ, ભાવ, આત્મભાવના એ પોતાનું ધન છે. વેદની આવે છે ત્યારે ધાડપાડુઓ, ચેર, લૂંટારાઓ તે ધન લૂંટી લે છે. તે તેવે વખતે પિતાનું ધન લૂંટાઈ ન જાય તે માટે શું કરવું? વેદની રોગ આવે છે ત્યારે શાતાને ભિખારી જીવ ભીખના ટુકડા જેવી શાતાને ઈચ્છે છે. સામાયિક, કાઉસગ્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં એમ વેદની વિધ્ધ પાડે ત્યારે શું કરવું? લૂંટારા તે છે. ધન છૂટું મૂકે તે તે લૂંટારાને લઈ જતાં વાર લાગે નહીં, પણ કોઈ તિજોરીમાં મૂક્યું હોય તે લઈ જવાય નહીં. તેમ ઉપાય શું કરે? તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ