SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬. બેધામૃત ૩૦૫ અગાસ, તા. ૨૯-૮-૪૧ તત છે સત્ ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ આપને પત્ર મળ્યું હતું. જેની સાથે જેટલે સંસ્કાર લેવડદેવડ હોય છે તે પૂરી થતાં તે સંબંધ છૂટી જાય છે. તેને ખેદ કરવાથી ઊલટો જીવ અપરાધી બને છે. આપણું જોર મરણ આગળ કાંઈ ચાલતું નથી. આપણે પણ એક દિવસે કઈ ને કઈ નિમિત્ત આવી પડશે આ દેહને એમની પેઠે નાખી દઈ ચાલી જવું પડશે. એ દિવસ આવી પહોંચ્યા પહેલાં જે ભક્તિભાવના જ્ઞાનીની આજ્ઞાથી કરી લઈશું તેટલું સાથે આવશેજી. બાકી બીજું બધું આ દેખાય છે તેમાંનું કંઈ સાથે આવી શકે તેમ નથી. આખી જિંદગી દુઃખ વેઠીને ધન વગેરે એકઠું કર્યું હશે, મકાન બંધાવ્યું હશે કે હેર-ઢાંખર-ખેતર આદિ જે મેળવ્યું હશે તે ત્યાંના ત્યાં પડી રહેશે. ઊલટું ચિંતાનું કારણ થઈ પડે કે એને કેણ સંભાળશે, એને કણ ભેગવશે? આમ વાસનાને લઈને અનંતકાળથી જીવ જન્મમરણ કરતે આવે છે તે વાસનાને મૂળમાંથી ઉખેડી નાખે તેવી જ્ઞાનીની આજ્ઞા આ ભવમાં મળી છે તે બીજી બધી વસ્તુઓ કરતાં જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત વિશેષ રહે તે પુરુષાર્થ જરૂર આ ભવમાં કરી લેવા ગ્ય છેજી. સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી અહંભાવ, મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મહમૂછભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તે સ્ત્રી છું, પુરુષ છું, નાનું છું, મોટો છું – એ સર્વ પર્યાયદષ્ટિ છેડી શ્રી સદગુરુએ જાયે છે એ એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપગ બધામાંથી ઉઠાવી તેમાં રાખો. એના જેવું કોઈ બીજું શરણ નથી, તે જ કલ્યાણ થશે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૯૨) આ શિખામણ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આખર વખતે લક્ષમાં રાખવાની જણાવી છે તેની જેને પકડ થશે તેનું કલ્યાણ થાય તેમ છેજ. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૬ અગાસ, તા. ૨૯-૮-૪૧ તત કે સત્ ભાદરવા સુદ ૭, શુક્ર, ૧૯૯૭ તમારે પત્ર આજે આવ્યું. તમારી ભાવના જાણ. જેને એવા ભા રહ્યા કરે છે કે કરવા યોગ્ય મારાથી થતું નથી, તેને જે કરવું છે તેના કારણરૂપ કે કાર્યરૂપ અંતરંગ ચર્યા રહે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે પત્રાંક ૨૬૨ વિચારવા વિનંતી છે, અને તે દશા યથાર્થ પ્રાપ્ત કરવાની ભાવના કર્તવ્ય છેજી. સત્સંગ એ અનુપમ નિમિત્ત છે. આપને તે ગ હાલ છે. પ્રમાદ દૂર કરી, કરવા ગ્ય ભાવ પ્રત્યે કાળજી રાખી, પ્રાપ્ત સંયોગને ઉત્તમ લાભ લઈ લેવા ભલામણ છે. જ્ઞાની પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ ભાવના જેની છે તેને તે વેગ મળી આવે છેછે. સર્વ સ્થળે આપણી ભાવના જાગ્રત હેય તે તે પૂ. જૂઠાભાઈને કહ્યું હતું તેમ “સમીપ જ છું” એમ સમજવા ગ્ય છે. આપણી ખામી આપણે પૂરી કરવા સપુરુષાર્થની જરૂર છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy