________________
પત્રસુધા.
૩૧૫ કેટલી વાર રહે છે અને મેહની મીઠાશ કેટલી વખત રહે છે તે દરેક મુમુક્ષુએ પિતાના આત્માની દયા લાવીને વારંવાર દરરોજ વિચારતા રહેવાની જરૂર છે. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઊંધી ઇંટ છે ત્યાં શું કહેવું ! જેને માટે રેવું જોઈએ એવા આત્માને આધ્યાન આદિ કારણે કર્મ બાંધી આ આત્મઘાતી જીવ કચડી મારે છે અને જેમાં પિતાનું કંઈ ન વળી શકે એવા મરણ આદિ પ્રસંગને સંભારી સંભારી પિતે પિતાને વેરી થાય છે. આવા પ્રકારે એક સદ્ગુરુનું શરણું, તેના ચરણમાં આત્માર્પણ, તેની કૃપાથી જે થાય તે ભલું માનવાની ભાવના વારંવાર સેવવાથી જીવનું હિત થવાનો સંભવ છે. બીજે કઈ બચવાને આરે નથી. ખાટકીના કરતાં વધારે ઘાતકી વર્તન આપણે આપણું આત્મા પ્રત્યે ચલાવીએ છીએ તે ક્યારે અટકીશું? ક્યારે સદ્દગુરુના વારંવારના પિકારને કાનમાં પેસવા દઈશું? કયારે આ સંસારભાવનારૂપ વિષને એકીને સદ્ગુરુની પ્રસન્નતાએ આપણે પ્રસન્નતા સમજીશું?
આ વાત મારા આત્માને જ મેં કહી છે. કેઈએ બેટું લગાડવા જેવું નથી. દુઃખીને દિલાસો આપવાને બદલે ડામ દે તેવું લખાયું છે તેને સવળું કરીને આત્મહિતની વિશેષ દાઝ જાગે તેવું મારે તમારે વર્તવાયેગ્ય છે. જેણે સાચા દિલથી સદ્દગુરુનું શરણું ગ્રહણ કર્યું હતું અને મરણાંત-પ્રસંગે તે ટકાવી રાખ્યું તેની સદ્ગતિમાં કઈ પણ પ્રકારે શંકાનું કારણ સમજાતું નથી. પણ આ દુષ્ટાત્માની શી ગતિ થશે ? તેણે શું કરવા ધાર્યું છે? . શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦૪
- અગાસ, ભાદરવા સુદ ૭, ૧૯૯૭ (૧) સામાયિક (૨) છેદો સ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મ સાપરાય અને (૫) યથાખ્યાત એમ ચારિત્રના મુખ્ય પાંચ ભેદ થાય છે પણ પરિણામની ધારા સમયે સમયે ચઢતી, ઊતરતી કે સ્થિર રહેતી હોય છે તેની અપેક્ષાએ અસંખ્યાત ભેદ ચારિત્રના થાય છે. તે ચઢતા-ઊતરતા ક્રમને તારતમ્યતા કહે છે. તરતમ = હોય તેથી ચઢિયાતું થવું, તેથી પણ ચઢિયાતું ઉત્કૃષ્ટ થતાં સુધી થયા કરવું તે તારતમ્ય.
“સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન રે;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.” એ કડી વિચારશો તે તે વાક્ય પૂછેલું સમજાશે.
સદ્દગુરુ એ જ્ઞાનનેત્ર આપનાર છે. તેમની કૃપાથી સમ્યફદર્શન થાય છે, એટલે દેવ ગુરુ. અને ધર્મનું ઓળખાણ આપનાર સદ્ગુરુ છે. આંખ વડે નગર કે આકાશ દીઠું તે તે આંખમાં બધું સમાય છે કે નહીં? તેમ જે સદ્દગુરુની ઉપાસનાથી સમ્યફદર્શન થાય, કેવળી વગેરેનું સ્વરૂપ સમજાય, ઓળખાય તે સદ્દગુરુનું માહાસ્ય કેટલું? સદ્દગુરુની સમજ કે ગુરુગમ વિના કેવળી કે સર્વજ્ઞ કહે તે શબ્દમાત્ર છે, ભાવ સંતના હૃદયમાં રહ્યો છે, તે સમજાતાં સર્વ સમજાય છે. સમ્યક્દર્શનની માતા સદ્દગુરુ અને કેવળજ્ઞાનની માતા સમ્યદર્શન, હવે સમ્યકદર્શનમાં કેવળજ્ઞાન સમાય (કારણ કે તે તેને ઉત્પન્ન કરે છે) તે સદ્દગુરુમાં કેમ ન સમાય?
ગુરુ પદ સમાત હૈ અહંતાદિ પદ સર્વ, તાતે સદ્દગુરુ ચરણકે, ઉપાસો તજી ગર્વ.”