________________
૧૪.
બેધામૃત ૩૦૨
અગાસ, તા. ૨૫-૮-૪૧ તમારો ક્ષમાપનાને પત્ર મળે. પૂ.સાથે ધંધામાં ચિત્ત ન દેવાનું મેં કહેવરાવેલું નહીં. તેમની સમજફેર થઈ હશે, તેથી તમે પત્રમાં લખે છે તેમ કર્તવ્ય નથી. જેને પગાર ખાતા હોઈએ તેનું કામ સોંપ્યા પ્રમાણે કરવું તે નીતિને માર્ગ છે, તેથી વિરુદ્ધ વર્તવાનું કઈ જ્ઞાની જણાવે નહીં. જ્યાં સુધી પગાર લઈએ ત્યાં સુધી કામ કરવું ઘટે, પરંતુ ચિંતાફિકર કરવા માટે પણ પગાર મળતું નથી, તે સંબંધી હર્ષ-શેક કે માથે બે માની લેવાની જરૂર નથી એમ જણાવ્યું હોય તે તે ઘટિત છે. શરીર સંબંધી કે વેદના સંબંધી બહુ વિચાર ન કરતાં, જ્ઞાનીની આજ્ઞા વિચારી તેનું આરાધન બને તેટલું આ ભવમાં કરી લેવાને ભાવ રાખે. અહીં આવવા ન આવવાનું પણ પ્રારબ્ધ-આધીન છે; ન આવવું એવું કાંઈ તમને કહ્યું નથી. યથાવકાશ આવી શકાય તે લાભનું કારણ છે પણ મુઝાવાનું કંઈ કારણ નથી. પરમકૃપાળુદેવની ભક્તિ ગમે ત્યાં રહીને સાચા દિલથી કરીશું તે તે સદાય આપણી સમીપ જ છે એવું એમણે પોતે જણાવેલું છેજી. માટે બનતી શરીર સંભાળ રાખી ભક્તિમાં ચિત્ત રાખવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનેને વિનંતી છે.જી. બે ઘડી બધા ભેગા થઈ ભક્તિ કરવાનું બને તે રાખવું ઘટે છેજ. ન બને તે એકલા પણ કર્તવ્ય છે.
૩૦૩
અગાસ, ભાદ્રપદ સુદ ૩, ૧૯૯૭ વિ. પર્યુષણ પર્વમાં અત્રે ઘણું મુમુક્ષુઓ ગંગામાં સ્નાન કરી પવિત્ર થાય તેમ તપ, જપ, ભક્તિભાવ, પ્રભાવના, ધર્મનેહ, વિનય, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત આદિથી મંદ-કષાયી બની યથાશક્તિ મહાન પર્વને ઊજવે છે. એક મુમુક્ષુ ભાઈએ બધી ભરસભામાં ઊભા થઈ પોતે પ. પૂ. પ્રભુશ્રીજી પાસે સટ્ટા નહીં કરવાનો નિયમ લીધેલ છતાં સટ્ટા કરી સર્વ મિલકત એઈ ઘરભંગ થયા છે તેને પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ-નિશ્ચય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જેડી દીધું છે. લક્ષ્મી બેઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તે તેમને ધન્ય છે! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યા કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તે તે પ્રસંગ હવે તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજ. હાર્યો જુગારી બમણું રમે એમ લેકમાં કહેવાય છે તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમત આવ્યું છે. ઘણી ખેટ ગઈ, પામર થઈ ગયા છે, કર્મને ગુલામ બની ગયો છે તોપણ તે બાજી ફેકી દઈ હવે નથી રમવી એમ આ અભાગિયે જીવ નિશ્ચય કરતું નથી. “ભવે ખેદ પ્રાણીદયા ત્યાં આત્માર્થનિવાસ.” એમ આત્માથીનાં લક્ષણમાં કહ્યું છે છતાં હજી આ જીવને ભવનો ખેદ પ્રગટ્યો નથી.
પરમકૃપાળુદેવની કૃપાથી સ્નેહબંધનનું કારણ જે સ્ત્રી તેને વિગ થાય તે મુમુક્ષુ જીવે હર્ષ પામવા ગ્ય છે. વાઘની બોડમાં વસવું સારું છે પણ સ્નેહ કરનારી સ્ત્રી ઉપર રાગ કરી ચીકણ. કર્મ બાંધી ભવભવમાં રઝળવું સારું નથી. મુમુક્ષુ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે મોડાસક્તિથી મૂંઝાઈ ક્ષણે ક્ષણે મોક્ષના માર્ગમાં પ્રવર્તવું તે મુમુક્ષુતા છે. તે ભાવ આપણા હૃદયમાં