SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ પત્રસુધા પ. પૂ. પ્રભુશ્રીજીને પેાતાના જીવનના અંતિમ વર્ષે પ્રશ્ન કરેલા તેના ઉત્તર સાથે અમૃતમય ઉપદેશ દ્વીધેલા તેની ક્રૂ'ક નાંધ લખી છે તે હૃદયગત કરશે. તે જ દિવસે ઉત્તરાધ્યયન સૂત્ર' સભામાં વંચાતું હતું તેમાં પ્રશ્ન આવેલા કે ભયંકર અશ્વ (મન) તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી ? તે ઉપરથી સચાટ ખાધ ઘણા થયા હતા. એક શ્રદ્ધા કરવા ચેાગ્ય છે....પછી તેને કઈ ફિકર નથી.” (જુએ પત્રસુધા પત્ર નં. ૨૩૮) આવા અભ્યાસ થઈ ગયા પહેલાં માની બેસવું ઘટતું નથી કે મને હવે કર્મ નહીં બધાય. આ અભ્યાસના ક્રમ જણાવ્યા છે તેની સાથે સદાચાર, આત્માની ઝૂરણા, પ્રેમભક્તિ વગેરેની જરૂર છે અને તેટલી ચેાગ્યતા આવ્યે તે અભ્યાસ ફળીભૂત થાય છેજી. યારે-ત્યારે આ જીવને જ કરવું પડશે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે એમ તેએશ્રી સ્પષ્ટ કહેતા તે સત્ય છેજી. આવેા અવસર ફરી ફરી મળવેા દુલ ભ છે, એમ વિચારી પ્રમાદ ઘટાડી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા યથાશક્તિ તત્પર થઈ જવા જેવું છેજી. માથે સને મરણ ભમે છે તે તેવા અવસરે કેમ વર્તવું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૦૧ અગાસ, તા. ૨૪-૮-૪૧ ભાદરવા સુદ ૧, રિવ, ૧૯૯૭ આપે બહુ વિસ્તારથી આહેારની દુર્દશા વર્ણવી છે તથા અનુક'પાનું દર્શીન કરાવ્યું છે. એ બધું શાનું ફળ ? એ વિચારી જીવે અશુભભાવથી પાછા ફરવા ચેાગ્ય છેજી. જે જે ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યપાપની રચના અત્યારે જણાય છે પણ ત્યાં અટકી નહીં રહેતાં દુર્ધ્યાનથી છૂટવા સદ્ગુરુનું શરણુ, તેની આજ્ઞા, ભક્તિભાવ આદિ શુભભાવમાં જીવ પ્રવર્તે તે તેવા પ્રસ`ગેા જોવાના ફરી પ્રસંગ પ્રાપ્ત ન થાય અને જો સદ્ગુરુકૃપાથી ધર્મધ્યાનમાં પ્રવર્તે તે કોટી કર્મીના ક્ષય થઈ જાય. વાયુધારણા, જલધારણા આદિ ધમ ધ્યાનના ભેદો છે તે જો સાંભળ્યા હાય તે। જીવને સૉંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા છેજી. તાત્કાલિક પ્રસ`ગે કે આ જમાનાને લગતા પ્રસ`ગેામાં જીવને વિશેષ ગૂ'ચવી નાખવા યેાગ્ય નથીજી. પણ જ્ઞાનીપુરુષે દીર્ઘ દૃષ્ટિથી શાશ્વત આત્મા તરફ દિષ્ટ દેવા જે એધરૂપી ધાધ વરસાવ્યે છે તે તરફ લક્ષ દેવા ભલામણ છેજી. પાતાની ફરજ સમજાય અને ચિત્તની પ્રસન્નતાને અર્થે તે અંગે કઈ કાર્ય કરવું પડે તેના નિષેધ નથી; પણ લક્ષ તે આ આત્મા અનંતકાળના કર્મપ્રવાહમાં તણાઈ રહ્યો છે તેની શી વલે થશે ? આ કનું પૂર કયારે ચાલ્યું જશે ? તેની ચિંતના ઝૂરણા વિશેષ ક છેજી. હિંમતે મરદા તે મદદે ખુદા' એ કહેવત પ્રમાણે જે પ્રસ`ગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીઘ (િજ્ઞાનીના યાગે મળેલી ષ્ટિ)થી વવા યાગ્ય છેજી. ગુડીવાડા આદિ સ્થળે પત્ર લખે તે પત્ર વાંચનારને મેહમાં તણાવું થાય તેવું વિશેષ લખાણ ન થાય તેમ લક્ષ રાખવા વિન'તી છેજી. મુમુક્ષુનું લખાણ વૈરાગ્યવ`ક અને સ'સારની ક્ષણિકતા જણાવનાર હોવું ઘટે છે તે તમારા લક્ષમાં છે છતાં સાધારણ સૂચના કરી છે કે કોઈ ને માહિતી આપતાં પણ યથાર્થ વર્ણન કરતાં સામાના ઉપર કેવી અસર થશે ? તે લક્ષમાં રાખી લખાયું હોય તે હિતકારી છેજી. એ જ વિનંતી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy