SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૫ ઈષ્ટ ન લાગે કે તેમની સંમતિ ન મળે તે નકામી વાત થાય. તેથી તમારી રજા મળે સોસાયટીમાં આ વાતની ખબર આપી ત્યાં જે નિર્ણય થાય તે હું જાણીને તમને જણાવું નહીં ત્યાં સુધી કે ન જાણે તે ઠીક. એ વ્યાવહારિક વાત તે તમે સમજી શકો તેમ છે. આ માત્ર સૂચના છે. નહીં તો મારે મન તે તે નિશ્ચય જેવું છે એટલે ખાસ વાંધો નથી. તમારાથી અવાય તેમ ન હોય તે હું એકાદ-બે દિવસ આવી જઈશ, પણ અહીં વાત કરવાને પ્રસંગ બને તે વધારે નિરાંતે વાત થાય અને બહાર પણ ન પડે. એ જ. લિ. આજ્ઞાંકિત ગેરધનભાઈના વિનયપૂર્વક સદ્ગુરુવંદન સાથે પ્રણામ સ્વીકારશોજી. આણંદ, નવી ગુજરાતી શાળા, તત ૩ સત અષાડ સુદ ૧૦, સં. ૧૯૮૦ અનન્ય શરણના આપનાર એવા સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી - ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો ! નમસ્કાર હો! ભવભવનાં દુઃખ દૂર કરનાર, પરમકૃપાળુ પ્રભુએ કરુણુ કરી, આ દીન દાસની બે વર્ષ ઉપરની અરજી ધ્યાનમાં રાખી, નિશાળમાં પધરામણી કરી જે આનંદ અને શ્રેયનું દાન દીધું તેને આભાર માનવા જેટલે પણ વિવેક તે વખતે રહ્યો ન હતું અને બાંધણીથી તેડવા આવેલા ગાડામાં જવું પડ્યું હતું તે બદલ ક્ષમા માગી લઉં છું. મારે સ્ટેશન ઉપર આવી જવું જોઈતું હતું તે ન અવાયું માટે હજી પણ ખેદ રહે છે. વચનામૃતમાં પડ્યાંક ૬૩માં જણાવ્યું છે કે ગુરુદેવને શિષ્યની દશા જ્ઞાત હોય છે, તેમ છતાં આત્માર્થી જીવે તે વિદિત કરવી એ હિતનું કારણ છે. એ વાંચ્યા પછી આપના અનુગ્રહની સ્મૃતિ ઘણી વખત રહેતી તે લખી જણાવવા વૃત્તિ થઈ. આણંદ કસરતશાળામાં ભક્તિ થયા પછી બે-ત્રણ દિવસ તે આપનું જ ચિતન રહેલું; આંખ મિચાય કે આપ ખડા થતા. પણ રજાના દિવસે માં ભાઈ ભગવાનજીને સત્સંગ રહેતે, તે ઉપરાંત વચનામૃતનું વાંચન અને તત્વજ્ઞાનમાંનાં કાવ્ય મુખપાઠ કરતે; છતાં આપના વિયેગમાં જાગૃતિ ઘણી વખત રહેતી નથી, પ્રમાદ ઘેરી લે છે, એ આ રજાઓમાં સ્પષ્ટ જોયું. ગયા વર્ષ કરતાં આ વર્ષની ઉનાળાની રજાઓ સારી રીતે ગઈ લાગે છે. બે વર્ષ ઉપર આપ અમદાવાદ સેનેટેરિયમમાં પધાર્યા હતા તે વખતે એક વખત આણંદ પધારવા પત્ર લખી વિનંતિ કરી હતી તે ફળી અને ધાર્યા કરતાં વધારે આનંદ અને ફળદાયી નીવડી છે. તેથી બીજી અરજ ગુજારવા આ કિંકર રજા લે છે. જ્યારથી આપ પ્રભુશ્રીના સમાગમમાં હું આવ્યું ત્યારથી મનમાં મને પિતા ઉપર ઉલ્લાસ અને પ્રેમ આવે તેમ આપની પ્રત્યે થયા કરે છે. પણ મારાં દુર્ભાગ્યે આ દેહના સંસારી પિતાની સેવા ઉઠાવી શકયો નથી, તેમ આપની સેવામાં રહેવાની ભાવના મૂળથી રહ્યા કરી છે, પણ સફળ હજી થઈ નથી. પત્ર ક્રમાંક ૨ અને ૩ પૂ. શ્રી બ્રહ્મચારીએ આશ્રમમાં કાયમ માટે રહ્યા પહેલાં પ. ઉ. ૫. પુ. પ્રભુશ્રીજીને લખેલ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy