SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બેધામૃત પણ તેને મારી જરૂર નથી અને હું કંઈ તેને માટે કરી નાખતો નથી, તેમ જ જે કામ માટે હું તેને અને સર્વને છોડું છે તે સમજવા જેટલી ઉંમરે તેને તે પ્રસંગ પણ આગળ વધવામાં નિમિત્તભૂત થાય તેવો સંભવ છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે સૌ આગળ વધવાનાં, ધંધે લાગવાનાં અને કમાવાનાં સાધને મેળવી રહે છે અને કાળ કાઢે છે તેમ તેના સંબંધે પણ થઈ રહેશે. તેમાં કઈ વધઘટ કરી શકે તેમ નથી. આપણે જમ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? તેમ છતાં જે સુખદુઃખ આપણે દીઠાં તે સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જુદાં જુદાં સગા ભાઈઓમાં પણ હોય છે અને જતી વખતે પણ અહીંના પૈસાટકા કમાયેલા સાથે લઈ જવાય તેમ નથી કે મતનું દુઃખ મંઝવતું હશે ત્યારે કઈ તલભાર પણ દુઃખ ઓછું કરવાને સમર્થ નથી. આવી સમજથી સર્વ છેડીને જવાની અણી વખતે પણ મારા મનમાં જરાય ખટકો નથી રહેતું. એટલે મેહ અને અજ્ઞાન તેટલા પ્રમાણમાં સારું કરવા જતાં પણ બીજાને ખોટા દેખાય તે સંભવ છે. મારાં ભાભીને વખતે રવું આવશે પણ તમને આમાંથી સમજાયું હોય તે ધીમે રહીને તેમને સમજાવશો. આ કાગળ વંચાવો ઘટે તે વાંચી સંભળાવશે. પછી આજ સુધીમાં જે કંઈ બેસુંચાલ્યું કે નાનપણમાં ધીંગામસ્તીમાં થયેલા દોષ અને પાપ બધાંની ગોરધનભાઈએ બે હાથ જોડીને ઉત્તમ માફી માગી છે એમ તેમને જણાવશે. તમારી પાસેથી પણ ખુલ્લા દિલથી આજ સુધી મારાથી મન, વચન અને કાયાએ થયેલા દોષ અને પાપની ઉત્તમ માફી વિનયપૂર્વક માગું છું. મને સુખી કરવો હોય તે મારું દિલ ન દુભાય તે રસ્તે જવા માટે તમે બન્ને વડીલે મને માથે હાથ મૂકીને, માબાપ છોકરાને કમાવા માટે આફ્રિકા મોકલે છે તેમ આ ભવ અને પરભવમાં પણ ઉત્તમ ગણાતી કમાણી માટે તૈયાર થતાં મને આશીર્વાદ આપવા તૈયાર થશે. આ કમાણી અત્યારે તે નહીં સમજાય પણ મોટામાં મોટી કમાણી આ ભવમાં બની શકે તેવી છે અને તેને માટે મારું દિલ તલસી રહ્યું છે. કશું નવું પ્રાપ્ત કરવાની વાત અત્યારે હું નથી કરતે, પણ નકામી હાનિકારક મૂંઝવણ દૂર કરી સત્યની પ્રાપ્તિની જ વાત છે. તેમાં જ સર્વ સુખ છે એમ ઘેડ કાળ જતાં સમજાવા સંભવ છે. પહેલાં મને વૈરાગ્યની વેળ આવતી, તે વખતે પાસેનાં મહી નદીનાં કેતરમાં કે દૂરના હિમાલયમાં હું ચાલી નીકળ્યા હતા તે આજે તે તમે મને ભૂલી પણ ગયા હતા. આજે મોડે મોડો જવા તૈયાર થઉં છું તે બે-પાંચ વર્ષે ભૂલી જશે અને જે મત આવવાનું હોય તે તે કાંઈ તમને આવડો મોટો કાગળ લખીને કે સમજાવવા પ્રયત્ન કરીને મારી પાસે આવવાનું નથી. તે પહેલેથી જ સમજીને જે કામ વહેલુમડું કરવું છે તે પતાવી લઈએ તે ખોટું કર્યું એમ સમજુ માણસ તે ન કહે. આ વાત બધે બાંધણીમાં કરવાની જરૂર નથી. તમને જરૂર જણાય તે ચેડા દિવસ અહીં આવીને રહી જશે તે નિરાંતે આપણે કરવી ઘટે તે છેવટની વાત કરી લઈશું. બૈરાંને આ વાત જણાવો તે તે પહેલાં તમારા મનમાં એવો નિશ્ચય થાય કે આ વાત સારી છે અને તે બૈરાને સમજાવીને પણ રજા અપાવવા જેવી છે તે તેમને કહેશે, કારણ કે તેમના મનમાં આ વાત નહીં રહે અને વખતે અગાસન આશ્રમવાસી તરીકે મને સ્વીકારવાનું તે કૃપાળુ મુનિઓને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy