________________
આધામૃત
આપશ્રી અગાસ પધારો ત્યાર પછી માર્ચ માસમાં એટલે વૈશાખની શરૂઆતથી ખાર માસ સુધી આપની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા એકલા અગાસ આવવા વિચાર રાખું છું. તે અરસામાં જે સેવા બતાવા તે ઉઠાવવા ઇચ્છા છે. તેને માટે જે યાગ્યતાની જરૂર હોય તેની તૈયારી હું ચાડે થાડે કરતો રહું એ હેતુથી આટલા બધા દિવસ પહેલાં હું અરજી કરી મૂકું છું. મારી રજા ફાગણુથી ચઢતી થાય છે. પણ જો અહીંના માણસાના મનમાં એમ આવે કે બે માસ પછી જાય તેા સારું, તે તેમનું મન રાખવા જ બે માસ ખેંચવા પડે. નહીં ત ફાગણુની શરૂઆતથી કે હોળીથી હું આપની સેવામાં સહેજે આવી શકું તેમ છે. આ તે સરળતાની વાત કરી, પણ તે પહેલાં ગમે તે ક્ષણે જો આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તે કોઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હાય તેમ તેને છેડી આપની સેવામાં હાજર થવાના ઘણા વખતના મારા નિશ્ચય છે.
૧૬
સંસાર તજવાની ભાવના ઘણી વખત ઉત્કટ થઈ આવવા છતાં તજી શકાતા નથી, અસાર જાણ્યા છતાં તેમાં જ રાકાઈ રહેવાય છે. જાણે કેાઈ ને તરવાની ઇચ્છા હાય, તરતાં આવડશે એવી શ્રદ્ધા હાય, કિનારે ગયા હોય, પણ કોઈ ધક્કો મારે તે પાણીમાં પડું કે કોઈ પાણી છાંટે તેા ટાઢની બીક જતી રહે એવી ઇચ્છાથી કેાઈની રાહ જોઈને ઊભેલા માણસ જેવી મારી સ્થિતિ મને લાગે છે. કોઈ કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડાસા તથા મગનભાઈ તારમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જંજાળ છેડી સત્પુરુષને આશરે આવવાનું કહેા છે તેમ મને પણ કહેશેા જ, એવી આશા રાખીને હું પણ બેઠે છું; અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિના વિલંબે આપની સેવામાં હાજર થઈ જવું, એવે નિશ્ચય કરી રાખ્યા છે, કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કોઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી એવું હું ભણ્યા છું. “આજ્ઞા ગુળા વિચારનીયા" ગુરુની આજ્ઞા મળતાં તે ચેાગ્ય છે કે કેમ તેના વિચાર જ ન આવવે જોઈએ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે. આપના વિરહના પાંચ-સાત માસમાં મારે યાગ્યતા મેળવવા શું શું કરવું, તેના પત્રની રાહ જોઉં છું. લિ. આપના દાસાનુદાસ દીન કિંકર ગેાવર્ધનભાઈ કાળિદાસના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશેાજી.
3
તત્ સત્
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને
અત્યંત શક્તિએ નમસ્કાર હૈ ! નમસ્કાર હા !
આણંદ, તા. ૯–૧૦-૨૪ આસા સુદ ૧૨, ૧૯૮૦
પરમ પૂજ્ય હૃદય વિશ્રામી, સાચા માર્ગને દીપાવનાર અને આ બાળક જેવા અનેક જીવેને સંસારસાગરમાંથી ઉદ્ધારી ધર્મના સત્સુખમાં સ્થાપનાર, પરમ કરુણાના સાગર, આંધળાની લાકડી સમા એકના એક આધાર, શાંતિના પરમ નિધાનરૂપ એવા શ્રી સ્વામીશ્રીશ્રીશ્રીની પવિત્ર સેવામાં દાસાનુદાસ સંતચરણકમળની સેવાના ઈચ્છક ગેારધનભાઈના સવિનય સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર પ્રાપ્ત થાય.