________________
૩૧૦
બેધામૃત પરિષહ આદિ આવી પડતાં પણ નહિ મન ભક્તિ તજશે, પ્રભુ, પ્રભુ લય લાગે ત્યારે, આત્મા સહજપણે ભજશે. કોઈક વાર વિચારે આવી વાતે, તેથી ન કામ થશે, અનાદિના અભ્યાસતણું બળ, પ્રયત્ન પચે નહિ ઘટશે. અપૂર્વ મોક્ષમાહાસ્ય ટકે ના, લૌકિક ભાવે મન ભમતું, જેની શ્રદ્ધા મનમાં બેઠી, તેમાં ચિત્ત રહે. રમતું, મેહ વિષે મન રકાતું ત્યાં, ભક્તિભાવ મંદ થતા,
ઉત્તમતા જેની મન માને, તેના ભાવ સ્વયે કુરતા. (પ્રજ્ઞા. ૧૦-૭) તમારા બન્નેના પત્રો મળ્યા. વાંચી સમાચાર જાણ્યા. “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર” એ કહેવત મુજબ ધીરજથી સસાધન કરતા રહેવા ભલામણ છેજી ગયે કાળ વિચારી જાગ્રત થવાનું છે, પ્રમાદ ન લેવાય તે પુરુષાર્થ કરવાને છે; ગભરાવાનું નથી. પ્રાપ્ત સંગમાં જેટલું બની શકે તેટલું કરવું અને વિશેષની ભાવના રાખવી. આત્મા અજર અમર છે. જે મેક્ષલક્ષ ચુકાય નહીં તે તે વહેમોડે પ્રાપ્ત થયા વિના રહે નહીં. વિઘો આગળ અટકી જવું, કે અટકી રહેવું કાયમ ન બને તેની કાળજી રાખવાની છે.
પૂ............પ્રથમ ભાવોની વાત જણાવે છે તે વિષે જણાવવાનું કે દૂધ ઉકાળે ચઢે ત્યારે થોડા દૂધથી તપેલી ભરાઈ ગઈ લાગે, પછી હલાવતાં ઊભરણ ઊતરી જાય તેથી કંઈ દૂધ ઓછું થઈ ગયું ગણવા યોગ્ય નથી, પણ સંઘટ્ટ દૂધ થયું ગણવા યેગ્ય છે. તેમ અવ્યવસ્થિત, મુઝવણ દશામાં થતા પુરુષાર્થ વિશેષ લાગે, પણ વ્યવસ્થિત દશામાં થતા પુરુષાર્થથી તે ચઢી જાય તેવે ગણવા ગ્ય નથી. સારું ખોટું કાર્ય કે ભાવોની પરીક્ષા પિતાની વિચારદશા પ્રમાણે થઈ શકે છે. માટે તે દશા માટે મેગ્યતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્તવ્ય છે. તેને અર્થે સત્સંગ, સશાસ્ત્રરૂપ સાધન છે.
પૂને લખેલ વચનેમાંથી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે દયેયરૂપે સપુરુષની દશા છેઃ “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ (લક્ષ) છે.” તે જણાવી છે. “એક આત્મ-ઉપગમાં અહેરાત્ર આવવું” (ઉપદેશામૃત પૃષ્ઠ ૩૨) તેને અર્થ ત્યાં જ કર્યો છે – આત્મા નિરંતર છે; દ્રષ્ટા = આત્મામાં જ્યાં દષ્ટિ (ઉપગ-લક્ષ) પડે છે, દોરાય છે ત્યાં જીવ કર્મથી છૂટવાનું કાર્ય કરે છે. પૂર્વે બાંધેલાં કર્મ, આત્મા સ્વરૂપમાં રહે તે છૂટે છે, તે વખતે નવાં કર્મ બંધાતાં નથી કારણ કે આત્મભાવમાં તે હર્ષ-શોક ન થાય તે વખતે જ રહેવાય છે માટે હર્ષશોકનાં નિમિત્તોમાં તણાઈ ન જતાં “સહજાન્મસ્વરૂપ” તરફ વિશેષ ભાવખેંચાણ રાખવાની જરૂર તે વાક્યમાં જણાવી છેજી. વાત ગહન છે પણ તે દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તરફ નજર થવા જણાવ્યું છે, કારણ કે રેજ વિચારવા ગ્ય વાક્યની તમે માગણી કરી હતી તેવું તે વાકય છે.
બીજું “જ્ઞાનીની આજ્ઞાને વિચારવી” (૪૬૦) એ વિષે પૂછ્યું, તે વિષે જણાવવાનું કે “બાળr, ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ” એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તે મને તેવી આજ્ઞા ક્યારે મળે ? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે એવું હદયમાં કયારે