________________
પત્રસુધા
૩૧૧ નિરંતર રહ્યા કરે ? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલે વખત કલ્યાણ થતું નથી એવી સ્મૃતિ રહેવાથી પણ વૈરાગ્ય ઉદાસીનતા અન્ય કાર્યોમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષે આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલે પુરુષને ઉપકાર સમજાવે જોઈએ? “તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !” એમ છે પદના પત્રમાં છે. એ આદિ ભાવોને વિચાર જીવને કલ્યાણનું કારણ છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૯૭
અગાસ, તા. ૧૫-૮-૪૧ દેહરે – સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ;
સભ્યશ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. માંદગીના વખતમાં આ ધ્યાન એટલે હું દુઃખી છું, હું દુઃખી છું' એવા ભાવને પ્રવાહ થયા ન કરે તેવી કાળજી રાખવાની જરૂર છે; કારણ કે અશાતા વેદનીયને પ્રસંગ એવા જ પ્રકાર છે અને શરીરમાં જ વૃત્તિ રહ્યા કરે, વારંવાર વેદનામાં ધ્યાન ખેંચાયા કરે તે વખતે જે કાળજી રાખીને લક્ષપૂર્વક સત્સાધનમાં વૃત્તિ ન રાખી તે હમણાં જે પીડા ગમતી નથી તેવી કે તેથી આકરી વેદના ભેગવવી પડે તેવાં કર્મ બંધાવાનું નિમિત્ત વર્તમાન વેદના છે. પણ જે સાવધાની રાખી સત્સાધનમાં વારંવાર ચિત્ત જોડવાનો પ્રયત્ન કરી તેવી ટેવ પાડવાને પુરુષાર્થ જીવ આદરે તે અત્યારે અશુભ કર્મ ન બંધાય અને વેદના ગયે પણ તે ટેવ કાયમ ટકી રહે તે આખી જિંદગી સુધી લાભ થાય તેવું કામ આ વેદનાના પ્રસંગે બની આવે તેમ છેજ. પુરુષનાં વચને, પુરુષની દશા, તેમણે આપેલું સ્મરણ, ભક્તિ, વૈરાગ્ય, સવિચાર તથા સદ્વાંચનનું શ્રવણ આદિ શુભ નિમિત્તોમાં ચિત્ત પરોવાય ને આર્તધ્યાન ન થાય, તેવી ભાવનામાં રહેવા ભલામણ છે.
પર્યુષણ પર્વની શરૂઆત શ્રાવણ વદ ૧૩ ને બુધવારે થાય છે અને છેલ્લે દિવસ ભાદરવા સુદ ૫ ને બુધવારે સંવત્સરી પ્રતિક્રમણ કરી ખમાવવાને છે. છેલ્લે દિવસે બને તે ઉપવાસ કરી ધર્મધ્યાન કરવા યોગ્ય છે. એ અઠવાડિયામાં પહેલે અને છેલ્લે દિવસ સામાન્યપણે ઉપવાસને ગણાય છે. તેમાં છેલ્લે દિવસ તે ખાસ દરેકે ઉપવાસ કરવા ગ્ય છે. કેઈ તે એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, ત્રીજે દિવસે વળી ઉપવાસ એમ યથાશક્તિ તપ કરે છે. કેઈ ઉપવાસ ન બને તે એકાસણું જેટલા દિવસ બને તેટલા દિવસ કરે. લીલેતરીને ત્યાગ બધા દિવસ રાખે. બ્રહ્મચર્ય તે અઠવાડિયું પાળે. દાન, પ્રભાવના, ભક્તિ વગેરે યથાશક્તિ કર્તવ્ય છે. વખત બચાવી દરરોજ બધા ભેગા મળી ભક્તિ, મોટી આલેચનામાંથી ક્ષમાપના વગેરે પદો બેલી કરવી, નિત્યનિયમ કરે; કઈ કઈ દિવસ આત્મસિદ્ધિ સારા રાગથી બે કલાક ગાવી. કેઈ દિવસ કે રોજ “સમાધિસોપાન'માંથી દશલક્ષણધર્મ કે બાર ભાવના કે આઠ અંગમાંથી કંઈ વાંચન કરવું. કેઈ કઈ દિવસ કે રેજ વચનામૃતમાંથી આત્મસિદ્ધિના અર્થ કે ઉપદેશછાયામાંથી વાંચન કરવું. એમ ભક્તિભાવનામાં એક અઠવાડિયું ગાળી ધર્મ