SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૦૩ “સંસારરૂપ બજારમાં લાંબી ભવરૂપ (જિંદગીરૂ૫) દુકાનેની હારે છે. તે જિંદગીરૂપ દુકાનમાં સુખદુઃખરૂપ માલ ભરપૂર ભરેલો છે. તેની લેવડદેવડમાં સર્વ મશગૂલ છે. પુણ્યપાપરૂપ મૂલ્ય (Price) આપીને ગ્ય વસ્તુઓ ખરીદી શકાય છે. મહામહ નામને ત્યાં રખવાળ (સરસૂબા) છે; કામ ક્રોધ વગેરે તેના હાથ નીચેના અમલદારો છે. ત્યાં કર્મ નામના લેણદારે જીવરૂપ દેવાદાને કેદખાનામાં નખાવે છે. કષાય નામનાં તફાની છોકરાં બજારમાં બૂમો પાડી રહ્યાં છે. એ બજારમાં રહેલા સર્વે લેકે અંદરખાનેથી બહુ દુઃખી, વિચાર કરતાં, જણાતા હતા. તે વખતે મારા ગુરુએ મારી ઉપર કૃપા કરીને જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખમાં આંક્યું, તેથી મારી દષ્ટિ નિર્મળ થઈ દૂર સુધી દેખાવા લાગ્યું. દુકાને પૂરી થાય ત્યાં એક શિવાલય – મોક્ષધામ મારા જેવામાં આવ્યું. ત્યાં મુક્ત નામના અનંત પુરુષે મારા જેવા માં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કોઈ પ્રકારની પીડા વિનાના મારી સદ્દબુદ્ધિવાળી નજરે જણાયા. હું પણ પેલી દુકાનમાં વેપાર કરતે હોઉં એમ મને જણાયું. પણ પેલા શિવાલયને જોયા પછી મને તે ધામ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈરછાવાળો વૈરાગ્ય થઈ આવ્યું. પછી મારા ગુરુરાજને મેં કહ્યું કે હે નાથ ! આપણે આ બજાર છોડીને ચાલે પેલા શિવાલયમાં રહેવા જઈએ. કારણ કે આ અત્યંત આકરા બજારમાં મને તે એક ક્ષણવાર પણ શાંતિ વળતી નથી. મારી તે આપ સાહેબની સાથે પેલા ધામમાં જવાની ઈચ્છા રોકી શકાતી નથી. મારી આવી ઈચ્છા સાંભળી (જાણી) ગુરુરાજે કહ્યું, ત્યાં જવાની ઈચ્છા હોય તે મારા જેવા થવું ઘટે છે.' જવાબમાં મેં કહ્યું, “મહારાજ, એમ હોય તે જલદી દીક્ષા આપી તે બનાવો.” તે સાંભળીને કૃપા કરી ને કરુણસિંધુ કૃપાળુદેવે મને આ પરમાત્માને મતની દીક્ષા આપી અને તે ધામ પ્રાપ્ત કરવાના કારણરૂપ કર્તવ્ય મને બરાબર સમજાવ્યાં. મારા ગુરુરાજે મને તે વખતે કહ્યું કે, “ભાઈ, તારી મિલકતમાં તારે રહેવાને એક સારો ઓરડે (શરીર) છે તેનું નામ કાયા છે, અને તેમાં પંચાક્ષ (પાંચ ઈન્દ્રિય) નામના ગોખ છે; એ ઓરડાના ગેખને ક્ષપશમ (આત્મશક્તિને ઉઘાડ) નામની બારી છે, તેની સામે કાર્મણ (કર્મને સમૂહ) શરીર નામને ચેક છે. એ ચેકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્યું છે. તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવું. એ બરાબર જાળવવા ગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે. ઘરના ઓરડામાં (મધ્ય ભાગ ચોકમાં) રહે છે ત્યાં કષાય નામના ઉંદરે એને પજવે છે, નેકષાય (હાસ્ય, ભય, શેક, વિકારો) નામના વીંછી તેને ડંખે છે અને ઉન્મત્ત બનાવી દે છે, મહામહ નામને રાની બિલાડો તેને વલૂરી નાખે છે, પરિષહ ઉપસર્ગ (વિડ્યો) નામના ડાંસ તેને કરડે છે, દુષ્ટ ભાવના ને વિકલ્પરૂપ માંકડ તેનું લેહી ચૂસે છે, બેટી ચિંતારૂપ ઘોળીઓ તેને ત્રાસ આપે છે, પ્રમાદ નામના કાંચીડા તેને તિરસ્કાર કરી માથું ડેલાવે છે, અવિરતિ (વ્રત વગરનું જીવન) રૂપ જૂઓ આખા શરીરે તેને ફેલી ખાય છે, મિથ્યાદર્શન નામનું અંધારું તેને અંધ બનાવે છે. આવી રીતે તે વાંદરાનું બચ્ચું હેરાન હેરાન થઈ રહ્યું છે. તેથી તે કંટાળીને રૌદ્રધ્યાન (પાપ કરીને આનંદ માનવારૂપ ટેવ) નામના ખેરના અંગારાથી ભરેલ કુંડમાં કૂદી પડે છે. કોઈ વાર પાસેની ભયંકર આર્તધ્યાન (હું દુઃખી છું, દુઃખી છું એ ભાવ) નામની ઊંડી ગુફામાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy