________________
૩૦૨
બધામૃત સવિચાર અને સદાચારની મુખ્યતા મુમુક્ષુ તે રાખે, કોઈ પણ કારણે આ ધ્યાન ન થવા દે એમ સાંભળ્યું છે, તે માટે, તમારે, સઘળાએ હવે ઉપાસવા ગ્ય છે. મનુષ્યભવ છૂટી ગયા પછી કંઈ બને તેમ નથી. માટે ચેતી લેવાને ખરો અવસર આવ્યો છે તે વહી જતા પહેલાં “જાગ્રત થા, જાગ્રત થા” કહ્યું છે, તે ચેતી લેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૨
અગાસ, તા. ૧૨-૭-૪૧ તત્ સત
અષાઢ વદ ૪, શનિ, ૧૯૯૭ દેહરા–બાહ્ય નિમિત્તે નહિ છતાં, મન ઘડતું બહુ ઘાટ,
પીંપળ-પાન સમાન મન, ઉપજાવે ઉંચાટ. ૧ પરમ પ્રેમ પ્રભુ પર વળે, મનબળ ભાંગી જાય; આત્મ-રમણુતારૂપ એ, સત્ય ધીરજ સમજાય. ૨ હે જીવ! ઈછે પરમપદ, તે ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર, મણિ-તૃણ ભણી, સમદષ્ટિ ધર સાર. ૩ પર પોતાનું માનવું, પરલાભે અભિલાષ, ભોગેચ્છા, આકુળતા –દુઃખશય્યા ગણ ખાસ. ૪ વળ સિદ્ધાંતિક વાત પણ, કહે સુખશા ચાર, સ્વાનુભવ, સંતેષ ને સંયમ ધીરજ ધાર. ૫ ઉપશમ - ત્યાગ વિરાગથી, સન્મુખ વૃત્તિ થાય, ગુરુકૃપાથી જીવને, સ્વાનુભવ સમજાય. ૬ નિર્લોભી સદગુરુતણું, પ્રેમે સેવ પાય, તે સંતેષ ઉરે વસે, એ જ અચૂક ઉપાય. ૭ નદ જળ મીઠાં વહીં વહી, દરિયે ખારાં થાય, જીવન ભેગ વિષે વૃથા જાય, પાપ બંધાય. ૮ દુખ ભેગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ, પરમાનંદ સ્વરૂપ નિજ, કરી લે ઓળખાણ. ૯ ભાન નહીં નિજરૂપનું, તેથી ૐવ મૂંઝાય. ધીરજ દુખમાં ના ધરે, આકુળવ્યાકુળ થાય. ૧૦ જે સમ્યક્દષ્ટિપણે શ્રદ્ધ શુદ્ધ સ્વરૂપ,
ગુરુકૃપાથી તે તરે, ભવસાગર દુખરૂપ. ૧૧ (પ્રજ્ઞાવબોધ ૧૩) | વિ. આપને પત્ર મળ્યો. આપ બને ભાઈઓની ભાવના તથા વિચારણું વાંચી સંતોષ થયું છે. મહાત્મા પુરુષો મનને વશ કરી શકે છે તેવી આજથી તમને ભાવના રહે છે તે હિતકારી છે. એક મહાત્માએ તેમના ઉત્તમ શિષ્યને શિખામણ ચિત્તને (મનમર્કટને) વશ કરેવા, સ્વસ્થ કરવા આપી છે તે સંબંધી વાર્તા ટૂંકામાં જણાવું છું તે અવકાશે વિચારી યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવા ભલામણ છે.