SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ બેધામૃત પેસે છે. આમ બિચારા દુઃખી વાનરના બચ્ચાને બહુ સંભાળ રાખી સાવચેતીથી એ બળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું બચાવી લેવું.' મેં પૂછ્યું, ‘મહારાજ, એને બચાવવાના ઉપાયે શા છે ?’ એટલે ગુરુમહારાજે કહ્યું, પેલા એરડાના ગાખનાં બારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડ છે; તે બહુ ભયંકર અને તેને વિહ્વળ કરી દે તેવાં છે, ગ'ધથી પણ તેને ઘેન લાવી મૂકે છે, જોવામાં આવે તે દશનમાત્રથી ચપળ બનાવી દે છે, એનું નામમાત્ર શ્રવણ થતાં મરણુતુલ્ય વેદના દે છે; તેા પછી એને અડવામાં આવે કે ચાખવામાં (સ્વાદ લેવામાં) આવે તે એ બચ્ચાને વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય છે! ઉપર જણાવેલા એરડાના ઉપદ્રવાથી ત્રાસીને તે પેલાં વિષવૃક્ષાને આંબા જેવાં જાણી અત્યંત રાજી થઈ તેમાં આસક્ત થાય છે, પાંચ ખારીઓ દ્વારા તે બહાર નીકળી તે વૃક્ષેા તરફ દોડે છે, તેનાં કેટલાંક ફળ સારાં માની લઈ તેના ઉપર ફિદા થઈ જાય છે અને કેટલાંક ફળ સારાં નથી એમ ગણી દ્વેષ કરે છે; વૃક્ષાની ડાળીઓમાં વારંવાર ભમે છે; ઝાડ નીચે કચરામાં આળેાટે છે; ભાગનેહ નામના વરસાદનાં ટીપાંથી તેનું શરીર ભીનું થયેલું હાવાથી ક પરમાણુ નામની પુષ્પપરાગ તેને શરીરે ચાંટી જાય છે. એ ઝેરી રજથી તેના શરીરે ગૂમડાં થાય છે, ઘારાં પડે છે; તેથી તે શરીરને બહુ વલૂરે છે; આખા શરીરે અને ખાસ કરીને મધ્ય ભાગમાં તેને બહુ બળતરા થયા કરે છે; પાછું ઓરડામાં તે આવે છે પણ ત્યાંના ઉપદ્રવેાથી પાછું ઝેરી ઝાડા ઉપર જતું રહે છે. આવાં દુ:ખામાંથી તેને બચાવવા સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામના આ દ'ડ તને આપું છું તેથી તેને ડરાવીને ઓરડાની બહાર જતું અટકાવજે. એ એરડાની મધ્યમાં સારા ભાવાની શ્રેણીરૂપ દાદર છે, તેના ઉપર ચઢે તેમ કરજે. એ વાંદરાનું બચ્ચું ઘણા કાળથી ચક્રમાં પડી ગયું છે તે આ પ્રમાણે : ઉપદ્રવેાથી કટાળી તે ઝેરી ઝાડાને આંબા જાણી તેનાં ફળ ભેગવે છે ત્યારે અને આળેાટે છે ત્યારે ભાગસ્નેહની ભીનાશથી તેના શરીરે કરજ ચાટે છે તેથી ઘારાં પડે છે. તે પાછું એરડામાં આવે છે (કર્માંના ફળરૂપે શરીરા ધારણ કરે છે) ત્યાં પાછા ઉપદ્રવેશ નડે છે, ઝેરી ઝાડામાં ભમે છે, ફરી ક`રજથી લેપાય છે અને ફરી પાછાં શરીર ધારણ કરવારૂપ એરડામાં પેસે છે. આ ચક્રથી તેને બચાવવાની જરૂર છે. ચિત્તને શિખામણ આપવી કે હે ચિત્ત! તારે આવી રીતે બહાર નીકળવામાં શે। લાભ છે? તું તારા પોતાના ખરા રૂપમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન રહી શકે. આખા સંસાર બહાર નીકળવા જેવા છે, સ ́સાર જ દુઃખાથી ભરેલા છે અને મેક્ષ પેાતાના સ્વરૂપમાં રહેવા જેવું છે, તે જ માત્ર અનેક સુખાથી ભરપૂર છે. " सर्व दुःखं परायत्तं सर्वे आत्मवशं सुखम् । बहिश्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ॥” વળી અજ્ઞાન અવસ્થામાં આત્માને દુઃખનાં કારણ, કર્મ બંધાવનાર માબતે મનને પ્રિય લાગે છે અને જેથી શરીરને વસમું લાગે પણ આત્માને હિતકારી હાય તે મનને ગમે નહીં તેને વિપર્યાંસ કે ઊંધી સમજણુ કહે છે; તેને લઈને જીવ પાંચ ઇંદ્રિયાના વિષયે અને તેનાં સાધના મેળવવામાં આ અમૂલ્ય માનવભવ ગાળે છે. તે વિષયેા ભાગવતાં ભાગપ્રત્યે આસક્તિરૂપ ચીકાશથી કર્માં બાંધે છે, તે ભેગવવા દેહ ધારણ કરવા પડે છે ત્યાં ઇંદ્રિયા પ્રાપ્ત થાય છે, ઇંદ્રિયના વિષયે વિપર્યાસને લઈ ને પ્રિય લાગે છે તેમાં આસક્તિ રાખી પ્રવૃત્તિ કરે છે અને નવાં કર્મ બાંધે છે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy