________________
પત્રસુધા
વ્યાધિ પડી ફિકર ને ઉપાધિ, ઘેરી રહી કયાંથી મળે સમાધિ તાકી રહેલા વાળ કાળ ભાળે, તેથી પ્રમાદે નહિ કાળ ગાળે. ઉત્પત્તિ મૃત્યુ વળૉ શેક દુઃખ, ટાળી પમાડે પરમાત્મ-સુખ
એવા સુધર્મે મન જેડ દેવું, શાને પ્રમાદે નરઆયુ ખેવું? (પ્રજ્ઞા ૦ ૮). કેઈને રેગ, ગરીબાઈ કે આફતથી ઘેરાયેલે દેખી દયા આવે છે અને આપણું બનતી મદદ કરવા મથીએ છીએ, તેમ જ આપણે આત્મા કર્મગ, પરવશતારૂપ ગરીબાઈ અને ક્ષણેક્ષણે મરણરૂપ આફતમાં આવી પડેલે છે, તેની દયા કયારે ખાઈશું? બનતી મહેનતે તેને બચાવવા કમર કસવી ઘટે છેજ. અમદાવાદ અને મુંબઈના બનાવે વાંચી કે સાંભળી, ત્યાંના લેકે બહુ સંકટમાં છે એમ લાગે છે, પણ આપણે તરફ આપણી દષ્ટિ કેમ જતી નહીં હોય? કાળ આપણુ મનુષ્યભવની દુકાને પ્રમાદરૂપ ઘાસલેટ છાંટી બાળી રહ્યો છે તેવા સમયમાં શું પગલાં લેવાં? આપણે આપણું રક્ષણ નહીં કરીએ તે બીજા એ બાબતમાં શું કરી શકે એમ છે? કઈ માં હોય કે લૂંટાઈ ગયું હોય તેની મદદ તે સેવાથી કે ધન આદિ વડે કરી શકાય પણ આત્માને સુખી કરવા કેઈ બીજાને પ્રયત્ન કામ આવે તે નથી. પુરુષ પણ ઉપદેશ આપી છૂટે, તે સાંભળી આપણુ આત્માને જન્મ-જરા-મરણના દુઃખમાંથી બચાવવાનું કામ તે આપણે જ કરવું પડશે. પિતે પિતાને વેરી બની છવ અનંતકાળથી ભમે છે તે હવે આવા સુયોગે જે તે અનાદિ માર્ગ બદલી પિતે પિતાને મિત્ર બની જાય, તે આ મનુષ્યભવની કઈ રીતે કિંમત આંકી શકાય નહીં તે અમૂલ્ય યેગ મળ્યો છે તે સફળ થાય. કાળને ભરોસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં ધર્મ ધ્યાનમાં બનતે વખત ગાળતા રહી જેટલું હવે જીવવાનું હોય તે ઉત્તમ રીતે ગાળવા નિશ્ચય કર્તવ્ય છેજી. પ્રમાદમાં જીવે ઘણું ખોયું છે માટે હવે તેને સંગ છેડી અસંગ થવા પુરુષની આજ્ઞાએ કાળજીપૂર્વક પ્રવર્તવું ઘટે છેજી. અત્યારે જે સંસારી કાર્યોમાં મન ભમે છે તેમાંનું કેઈ અંતે કામ આવવાનું નથી માટે સમાધિમરણને મદદ કરે તેવું જીવન જીવવા પુરુષાર્થ કર્તવ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૮૯ અગાસ, અષાઢ સુદ ૪, શનિ, ૧૯૯૭ “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી;
આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહી.” – શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળથી આ જીવ અનેક નાના મોટા ભ કરતાં અનેક પ્રકારના અકથ્ય દુખે સહન કરતે આવે છે. તેનું કારણ શોધતાં જ્ઞાની પુરુષે મથાળે જણાવેલી કડીમાં કહ્યું છે તેમ નિર્ણય છે કે પુરુષની આજ્ઞા છે હૃદયમાં અચળ કરી નથી, સદ્ગુરુ પ્રત્યે દઢ વિશ્વાસ આવ્યો નથી કે જગતના સર્વ પદાર્થ કરતાં પરમપુરુષ પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહેતું નથી. જે સદ્દગુરુની આજ્ઞા હૃદયમાં દઢ થઈ હેત તે જીવ મોક્ષે ગયે હેત; પણ જન્મવું પડ્યું છે તે જ જણાવે છે કે જીવે પૂર્વે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી. પણ હજી મનુષ્યભવને વેગ છે ત્યાં સુધી તે આજ્ઞા ઉપાસી આત્મકલ્યાણ સાધી લેવાને અવસર છે. આખા દિવસની આપણી