________________
૩૦૦
ખાલામૃત
પ્રવૃત્તિ તપાસીએ તેા જણાશે કે જે અર્થે આ મનુષ્યભવ ગાળવા જોઈ એ તે માટે બહુ જ થોડા કાળ ગાળીએ છીએ. એટલે જે જે કઈ માટે ભાગે કરવું પડે છે તે આપણને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવે એવું હેાતું નથી. માત્ર પેટની વેઠ કે લેાભ અને મેહને વશ મજૂરી કરવી પડે છે. અત્યારે બીજું કઈ વિશેષ ન ખની શકે તે ષ્ટિ તે યથા રાખવી ઘટે છે; સ'સારના કારણેાને ખધનરૂપ, અહિતકારી અને વહેલાં મેડાં તજવા ચેાગ્ય જાણી દરેક કાર્ય કરતાં, તેથી કાંઈ આત્મહિત થવાનું નથી એટલે તે લક્ષ જરૂર રાખવા ઘટે છેજી. માયિક સુખથી આત્મહિત કોઈ કાળે થનાર નથી એટલા તેા દૃઢ નિશ્ચય રાખી, તેથી રાજી ન થતાં આત્મિક સુખની વાંછના – ભાવના વિશેષ વિશેષ રાખી,મેહમાં દેાડતા મનને નિરક ભાવેાથી પાછું વાળી જ્ઞાનીપુરુષની આજ્ઞામાં જોડવા ચેાગ્ય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉપાસ્યા વિના કોઈ રીતે કયારેય મુક્તિ મળે તેમ નથી, એટલે દૃઢ નિશ્ચય હૃદયમાં રાખી જે જે પ્રવૃત્તિ કરવી તે ઉદાસીનતા-વૈરાગ્યસહુ કરવી ઘટે. ગમે તેટલે ધન આદિના લાભ થતા હેાય તેપણુ, માક્ષને અર્થે જે ભવ છે તે વેચીને આ ક્ષણિક વસ્તુએ ખરીદું છું એ ભાવ ભૂલવા ચાગ્ય નથી. કાડી સાટે રતન આપી દે તેમ અમૂલ્ય મનુષ્યભવ નજીવા પદાર્થોં લેવા જતા કરવા જેવી મૂર્ખાઈ હું કરું છું, તે ભૂલ જેમ બને તેમ વહેલામાં વહેલી તકે યથાશક્તિ ટાળવા ધારું છું એમ મનમાં રહેવું ઘટે છેજી. સત્પુરુષનાં વચને વારવાર વાંચી, વિચારી વૈરાગ્ય-ઉપશમ વધતા રહે તેમ વર્તવા વિનતી છેજી. દરરાજ સાંજે એકાંતમાં વિચારવા ચેાગ્ય છે કે શું કરવા આ મનુષ્યભવમાં આવ્યેા છું ? અને આ દિવસ શામાં ગાળ્યા? હવે કાલના દિવસ જીવવા મળે તેા કેવી રીતે ગાળવા ? આમ જેને વિચાર કરતા રહેવાની ટેવ હાય તે ન-છૂટકે કરવાના કામમાં પ્રવર્તે; પણ તેના ભાવ જે કરવા યેાગ્ય કામ છે તેના પ્રત્યે વિશેષ વધતા જાય અને ધનાદિના લાભમાં મનુષ્યભવ બધા વહી ન જવા દે, પણ આજીવિકા જેટલે ધનસ`ચય થયે તે જરૂર આત્મહિત કરવા તત્પર થાય, તેમ જ દરરાજ જ્ઞાનીપુરુષની આજ્ઞાને ઉપાસતા રહે. આંખા મીંચીને જગત ધનની પાછળ પડ્યું છે તેમ તે વગર વિચાર્યે ધધામાં મડ્યો ન રહે, પર`તુ ધંધાની અને ધર્માંની કિંમત આંકવામાં ભૂલ ન કરે અને શાશ્વત સુખને વિસારી તાત્કાલિક કમાણીમાં મશગૂલ ન થઈ જાય. સદ્વિચાર કરતા રહેવા અને સદાચરણુ પાળતા રહેવા ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૯૦
અગાસ
આપને ચિંતાનું કારણ ઊભું થયું છે તે સાંભળી એ અક્ષર લખું કે મુમુક્ષુ જીવે સંસારના પ્રસંગેામાં કોઈ દિવસ તન્મય થઈ જવા યેાગ્ય નથી. એક જ્ઞાનીપુરુષ અને ખીજા તેના આશ્રિત મેાક્ષમાગ માં પ્રવર્તે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તેના વિચાર કરશેા કે જ્ઞાનીપુરુષના આશ્રિતનામાં કેવાં ગુણ હેાવા જોઈએ કે જેથી તે મેાક્ષમામાં પ્રવર્તે છે એમ કહેવાય ? પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે કે “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેગ્ય નથી.” (૪૬૦) જગતના તુચ્છ પદાર્થા કરતાં આત્મા અનંતગણા મૂલ્યવાન છે તે તુચ્છ વસ્તુમાં તન્મય થઈ આત્તધ્યાન ન થાય તેમ મુમુક્ષુને કબ્જે છેજી.
એમ સમજી,