________________
૨૯૪
બધામૃત
શાસ્ત્રોને પરમાર્થ સમાયેલું હોવું જોઈએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાનચક્ષુ પણું જોઈએ. પણ તેવી સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી પણ રહેવું ઘટતું નથી. શ્રીમંતેને ત્યાં લગ્ન પ્રસંગે ઘણી સામગ્રી હોય તે બત્રીસ પ્રકારની રસોઈ કરી ઉત્તમ રીતે આવેલા મહેમાનોને સંતેષ પમાડે છે અને ગરીબને ત્યાં તે પ્રસંગ હોય તે જે મળી આવે તેવી સામગ્રીથી પણ પ્રસંગ ઊજવે છે. તેમ આપણી અલ્પ સમજણ પ્રમાણે સદ્ભાવનામાં ચિત્ત રાખવા તે મહાપુરુષના હૃદયમાં રહેલા અનંત ભાવોની શ્રદ્ધા હાલ તે રાખી તે પરમ પુરુષે કહેલાં વચનામૃતને આધારે સહજ આત્મસ્વરૂપનું તેમણે જે વર્ણન કર્યું છે તે લક્ષમાં રાખી ડું નીચે લખું છું તે ઉપરથી જે ભાવ કુરે તે મંત્ર ભણતાં લક્ષમાં રાખવા વિનંતી છેઃ
સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મહિનીયકર્મના ક્ષયાંતરે પ્રગટ છે.” (૫૦૬) “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ” એ અને તેની નીચેની આત્મસિદ્ધિની ગાથાઓ “કર વિચાર તે પામ” સુધીની વિચારી આત્માનું નિશ્ચયનયે જે શુદ્ધ સ્વરૂપ છે તે સહજ આત્મસ્વરૂપ વિચારવા લાગ્યા છે. દરરોજ ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે; તમે નીરાગી, નિર્વિકારી, સરિચદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રિલેકડ્યપ્રકાશક છે.” તેમાં પણ એ જ વાત દર્શાવી છે. વળી પત્રાંક ૬૯૨ માં “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” આ બધું લખાણ “સહજાન્મસ્વરૂપ” અર્થે કર્યું. હવે પરમગુરુ” એટલે જેણે તે સ્વરૂપે પ્રગટ કર્યું છે અથવા હૃદયમાં, ભાવનામાં, સમજણમાં તે સ્વરૂપ યથાર્થ રાખી તે પ્રગટ કરવા પિતાનાથી બને તેટલે બધો પુરુષાર્થ કરવા તત્પર થયા છે તે. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત બને સહજાન્મસ્વરૂપ થયા છે; આચાર્ય ભગવંત તે પ્રગટ કરવાના પુરુષાર્થમાં છે, તેમ જ ઉપાધ્યાય અને સાધુ ભગવંત પણ તે અર્થે તત્પર થયા છે, તેથી પંચ પરમેષ્ઠીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ – પરમગુરુ સ્વરૂપે છે. ટૂંકામાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પરથી જે તેમની વીતરાગ, નિવિકાર, સચિદાનંદસ્વરૂપ, સહજત્મસ્વરૂપ દશાની આપણા હૃદયમાં છાપ પડે તે ભાવનામાં આપણું આત્માને વારંવાર તન્મય કરે યોગ્ય છે; તે મહાપુરુષની દશાનું યથાશક્તિ હૃદયથી અવકન કરી તેમાં આપણું આત્માને રંગવાને છે, અભેદભાવે ભાવના સહજાન્મવરૂપની કરવાની છે. તે યથાર્થ સમજાય તે અર્થે ઉપર જણાવેલ પત્ર ૫૦૬ માં ઉપશમ અને વૈરાગ્યનું વર્ણન છે તે વારંવાર વિચારી આચરણમાં મૂકવું ઘટે છેજી. વૈરાગ્ય-“ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્તબુદ્ધિ થવી તે “વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતે એવો જે કષાયક્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાન્તર કરી (પલટાવી) સદ્દબુદ્ધિ કરે છે, અને તે સદ્દબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણું કરવા યોગ્ય થાય છે.” બધાનું મૂળ