________________
૫ત્રસુધા
૨૫
પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બર્સે
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બસેં. ” “મૂળ મારગ સાંભળો જિનને રે” એ પદ મુખપાઠ ન કર્યું હોય તે કરીને રોજ બેલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં સંક્ષેપે જણાવેલ ક્ષમાર્ગમાં પ્રવર્તવા ગ્ય છેછે. એ જ વિનંતી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૮૪
અગાસ, તા. ૭-૬-૪૧ તત્ સત્
જેઠ સુદ ૧૩, શનિ, ૧૯૯૭ આપને પત્ર મળે. અનેક પ્રકારની આફતમાં પરમપુરુષનાં વચને આપને ધીરજનું કારણ બન્યાં છે એમ જાણી સંતોષ થયે છેજી. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તે પણ વિચારવાનો જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટા પુરુષે પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાતઃકાળ થતાં પાછાં જુદી જુદી દિશામાં ઊડી જાય છે, તેમ ચાર ગતિમાંની કઈ કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં કર્મ પ્રમાણે જુદી જુદી ગતિઓમાં વીખરાઈ જાય છે. આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેને આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે. માટે બહુ વિચારપૂર્વક વર્તન આ ભવમાં રાખ્યું હશે તે પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે તેને ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય તેવી વિચારણ મારે જરૂર કરી લેવી એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છેજી.
બીજું, આપે જનહિત થવા અર્થે ફિલમ અને બ્રોડકાસ્ટ વિષે લખ્યું છે તે કાળ આવ્યું બની રહેશે, પણ અત્યારે આપણે આપણું હિત અર્થે શું કરવું એ પ્રથમ વિચારણા હૃદયમાં રાખી, આપણું ચિત્ત પરમકૃપાળુદેવની આજ્ઞા-સત્સાધન સમજવામાં અને સમજાય તે પ્રમાણે વર્તવામાં રોકાય તેમ પુરુષાર્થ કરે ઘટે છે. હાલ તે આપણે આપણી યોગ્યતા, આપણાં આચરણ ઉન્નત થતાં જાય તે તરફ વિશેષ લક્ષ દેવા ભલામણ છે. ઘણું તરંગના ઘોડા દોડાવ્યે જાય છે, પણ હોય ત્યાંથી એક ડગલું આગળ વધતા નથી તેમ આપણું સંબંધમાં સપુરુષને આશ્રય ગ્રહણ કર્યા પછી તે ન જ થવું જોઈએ એમ દઢતાથી વિચારવું ઘટે છે. જેમ બને તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવનાથી વર્તવું થાય, દયાપાત્ર જીવો પ્રત્યે તેમનાં દુઃખ કેમ દૂર થાય તથા પોતાનાથી બનતી મદદ તેમને કેવી રીતે થાય તે કરુણભાવને વર્તે તેમ જ સર્વને ભવમુક્ત કરવાની ભાવના જાગે, કોઈને પણ ઉત્તમ ગુણે જોઈ હર્ષ થાય, તેવા ગુણે પ્રગટાવવાનું બળ જાગે અને સર્વ દુષ્ટ દેખાતા જી પ્રત્યે ઉદાસીનતામધ્યસ્થભાવના અકલુષિત ભાવે તેમના પ્રત્યે વર્તવું થાય એ લક્ષ રહે તે જીવમાં પાત્રતા