SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૯૩ - આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તે પછી લખચોરાશીના ફેરા ફરતાં કોઈ વખતે આવે લાગ આવવાને નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તે જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયા. પણ હવે તે દેષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો વેગ આવ્યો છે તે તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તે જિંદગી સુખે લાંબી લાગશે. દેષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તે ફરી તે પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દેષ કરતે અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વતીને તારે કઈ ગતિમાં જવું છે? ઝાડ થઈને ઊંડ્યા જ કરવું છે? કે વાગોળોની પેઠે લટકી જ રહેવું છે? જે હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તે પછી ઢોરપશુના ભવમાં પરણના માર ખાવા પડશે, આરે ઘેચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ધર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવા ભાવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજ. એ જ. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૮૨ અગાસ, તા. ૩-૬-૪૧ તત સત્ જેઠ સુદ ૮, મંગળ, ૧૯૯૭ દેહરા - સર્વ ધર્મનું બીજ જે, ધારે ઉર ગંભીર, રાજચંદ્ર-પદ નમું, સત્ય અહિંસક વીર ! રાગાદિક દૂર થાય ત્યાં, ખરી અહિંસા ધાર, રાગાદિ પ્રગટાવતાં, હિંસા સ્વરૃપ વિચાર. (પ્રજ્ઞાબેધ - ૯) તમારો પત્ર મળ્યો. કઈ સંન્યાસી સાથે કંઈ અથડામણ થઈ તેને ક્ષોભ પણ પત્રમાં ઉલ્લેખ પામ્યો છે. ધાર્મિક જીવનની શરૂઆતમાં બહુ સંભાળવાનું એ છે કે કુસંગ કે કુતર્ક ચઢી જવાથી જીવને વિક્ષેપનાં કારણે ઊભાં થાય છે. રાગદ્વેષમાં આપણો આત્મા તણાય કે આપણુ નિમિત્તે કઈને રાગદ્વેષમાં પ્રવર્તવાનું બને ત્યાં બન્ને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, તે આત્મઘાત છે; આમ પિતે પિતાને વેરી આ જીવ થતો આવ્યો છે. રમત કરવા પણ વીંછીના દરમાં આંગળી ઘાલે તે ડંખ વાગવાને સંભવ છે. બાકી જગતમાં આત્માની વાત તે દુર્લભ છે, ઠેકાણે ઠેકાણે પૂછવાથી પ્રાપ્ત થાય તેમ નથી. દરેક ગજના શિરમાં મોતી હેતાં નથી, વને વને સિંહ વસતા નથી, પર્વતે પર્વતે હીરાની ખાણ હોતી નથી, તેમ સંન્યાસ (ત્યાગીના) વેશવાળા દરેક આત્મજ્ઞાની હતા નથી. ૨૮૩ અગાસ, તા. ૪-૬-૪૧ તઃ ૐ સત્ જેઠ સુદ ૯, બુધ, ૧૯૯૭ તમે સ્મરણમંત્રને અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?” (૧૬૬) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલ શબ્દ છે, તે તેમાં પણ અનંત
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy