SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ બેધામૃત બીજો પ્રશ્ન દર્શનમોહનીયના ત્રણ ભેદ વિષે છે તે વિષે જણાવવાનું કે – દર્શન મેહનું કામ સમજણમાં વિપર્યાસ કરવાનું છે તેને રસ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે. શાસ્ત્રમાં તેનું દષ્ટાંત મદ ઉત્પન્ન કરે તેવા મેણુ કેદરાનું દીધું છે. જે કોઈ માણસ મેણુ કેદરાને દળીને જેટલા કરી ખાય તે તેને એટલે બધે મેણે ચઢે કે તે ઊભે પણ થઈ ન શકે, ભાન પણ ન રહે. તેને પાણીમાં થોડી વાર ઈ પાણી પર તરતા દાણા કાઢી નાખી, પ્રથમની પેઠે રોટલા કરીને ખાય તે તેને થોડે એણે ચઢે, ચક્કર આવે, મેણે ચઢયો છે એમ જાણે પણ કામ કરી શકે નહીં. અને જે બહુ વાર જોઈને તેની અસર બહુ જ થેડી રહે તે પ્રમાણે કરી તેને છડી-ખાંડીને પછી વાપરે તે તેને જરા અસર થાય ખરી પણ કામકાજ કરી શકે પણ કંઈક કેફ જેવું લાગ્યા કરે. અને જે તેને ભરડી, અંદરથી કેદરી કાઢી તેને સાફ કરી સારી રીતે રાંધીને વાપરે તેને બીજા દાણની પેઠે કંઈ પણ નુકસાન થતું નથી, એણે જણાતું નથી, કારણ કે છેડાં દૂર કર્યા છે એટલે બીજા દાણા પેઠે તે બરાક શુદ્ધ બનેલ છે. તેમ મિથ્યાત્વમોહનીયકર્મ અનાદિકાળથી જીવ બાંધતે આવ્યો છે અને તે ઉદય આવ્યે ભગવતે પણ આવે છે, તેના પ્રભાવે દેહાદિ પદાર્થો જે નાશવંત છે તેને સદાય રહેનાર માને છે, અશુચિ મળમૂત્રથી ભરેલા બહુ સુંદર, ભોગવવા યોગ્ય માને છે, જડ સ્વભાવવાળા પર છતાં પિતાનાં, પિતારૂપે જ માને છે. આ કામ મિથ્યાત્વમેહનીયનું છે તેમાં મોક્ષ કે મોક્ષ–ઉપાય સમજાતું નથી. કેઈ સત્સમાગમ ગે સાચી વાત સાંભળવામાં આવે ત્યારે જીવને રુચે છે, સત્યરુષ કહે તેમ માને છે. વળી પાછે કુસંગ થાય કે પિતાની વિપર્યાસબુદ્ધિનું બળ વિશેષ હોય ત્યારે મેક્ષમાર્ગ રેકનાર ઊંધી સમજને પણ સારી માને છે. આમ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માનવારૂપ સમજણ કરાવનાર મિશ્રમેહનીય છે, અને જેને વિશેષ બેધને વેગ પ્રાપ્ત થયેલ હોય છે તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઈ હોય છે છતાં કંઈક વિપરીત પણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે પણ સમ્યકત્વને નાશ થતું નથી, મેક્ષ-ઉપાયમાં પ્રવર્તાવા દે છે તેને સમતિ મેહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય, કે વીશ તીર્થકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કેઈના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની તેમાં કંઈક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષ શ્રદ્ધામાં મલિનતા કરે છે. પણ દર્શન મેહને ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ, નિવિચિકિત્સાવાળે, અમૂઢ, ઉપગ્રહન ગુણવાળે, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગે શુદ્ધ હોય ત્યાં સમકિત મેહને ઉદય હોતું નથી, ત્યારે તે કાં તે ઉપશમ સમકિત કે ક્ષાયિક સમતિવાળે હોય છે અને સમક્તિ મેહનીયન ઉદય હોય તેને ક્ષયે પશમ સમકિત કહ્યું છે. * તમારો ત્રીજો પ્રશ્ન પણ આને લગતે જ છે. પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્વમેહનીય થવા દે નહીં, તેથી જ્ઞાનીને સગાંવહાલાં, અમુક ધંધે કરનાર, ભાગીદાર કે સારા રાજા, સુધારક, ચમત્કારી શક્તિવાળા, જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે; પણ તે અનુકરણ કરવા યોગ્ય, ઈષ્ટ, આદર્શ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનું જીવથી બની શકતું નથી, એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે તે પુણ્ય બાંધે,
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy