SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ * પત્રસુધા ૨૮૫ થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐકયતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણે જ છે એમ સ્પષ્ટ – પ્રત્યક્ષ – અત્યંત પ્રત્યક્ષ – અપરોક્ષ તેને અનુભવ થાય છે.” (૪૯૩) આથી વધારે જ્ઞાની પુરુષ શું કહે? જીવ પિતાની કલ્પનાઓ મૂકીને “જ્ઞાનીએ કહ્યું છે તે સત્ય છે, જરૂર મારે તે જ માનવું છે, નથી મનાતું તે મારો દેશ છે એમ માની વારંવાર જ્ઞાની પુરુષનાં વચને વિચારવાથી તે સાચાં છે એમ ભાસ્યા વિના નહીં રહે. આત્મા આંખ આદિ ઇદ્રિથી દેખાય તેમ નથી માટે તેવી જોવાની કલ્પના મૂકી દઈ, જ્ઞાનીએ જે જાણ્યું છે તે આત્મા માટે માન છે, એટલે દઢ નિર્ણય કરી પરમકૃપાળુદેવનાં વચન વારંવાર વાંચશે, વિચારશે તે શ્રદ્ધા બળવાન થતાં સર્વ સંશય દૂર થઈ, નિઃશંક તે જ સત્ય છે એમ આત્મા સાક્ષી પૂરશે. પિતાની ખામી છે તે દૂર કરવી પડશે અને સત્સંગના આશ્રયની જરૂર છે. તે પણ પ્રાપ્ત થાય તેમ ભાવના રાખી પુરુષાર્થ વધાર્યા જવાથી સૌ સારાં વાનાં બની રહેશે. ઉતાવળ કરીને મૂંઝાવા જેવું નથી. ધીરજથી, સમતાથી સદ્દગુરુશરણે નિરંતર રહેવાય તેમ વર્તવા કમર કસવી ઘટે છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૭૫ અગાસ, તા. ૧૨-૫-૪૧ વિશાખ વદ ૨, સોમ, ૧૯૯૭ જગસુખાકર, અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી; ચરાચર જગ-ઉન્નતિકર્તા, અમને થે ઉદ્ધારી રે પ્રભુજી, બેધબળે ભવ તરીએ. (પ્રજ્ઞા ૧૦૫) આપે મહામહનીય સંબંધી પ્રશ્ન પુછાળે છે તેના ઉત્તરમાં જણાવવાનું કે “ઉપમિતિભવપ્રપંચ” નામના ગ્રંથમાં શ્રી સિદ્ધષિ મુનિએ તે “મહામહીને રાજાની ઉપમા આપી છે. તે ઘણે ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ ઠેષ-ગજે છે તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આમ સર્વ મેહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં તે આખા મેહનીયકર્મને મહામહ નામ આપ્યું છે. (Great Britain એવું નામ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમેહ, કષાય અને નેકષાયનું એકત્ર નામ મહામહ પાડ્યું છે.) દર્શનમહને ઘણી વખત મેહ” એવું નામ અપાય છે પરંતુ દર્શનમેહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ ૭૦ કોડાકડી સાગરોપમની ઉત્કૃષ્ટ હેવાથી મોહનયકર્મને ત્રાસ જીવને લાગે એ અર્થે દર્શનમોહને પણ મહામહનીય નામ અપાય છે અને મહામહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શનમેહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમેહનીય કર્મને ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી: અસદગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળમાંય.” એ વિચારતાં સહજ સમજાશે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy