________________
પત્રસુધા
૨૮૭
પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છુટાય, સંવર થાય તેવા ભાવ જાગ્રત થતા નથી. તેમાં દોષ મિથ્યાત્વને જ છે. સર્વજ્ઞ નામ લેવાથી કલ્યાણ થતું નથી પણ તેનું યથાર્થ ઓળખાણ થાય, તેના
સ્વરૂપને ભાવ ભાસે તેવી યોગ્યતા સમ્યકત્વ વિના આવતી નથી. મેક્ષમાં સુખ બધા માને છે, પણ કેવા પ્રકારનું સુખ તે સર્વ સર્વની રુચિ પ્રમાણે કલ્પ છે. જેની સમ્યકત્વ દશા છે તેમને નિરાકુળ સુખને ખ્યાલ આવે છે અને તેની ભાવના રહ્યા કરે છે, અને જેમ જેમ દશા વધે તેમ તેમ વિશેષ મેક્ષ નજીક થાય છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – તમારા તરફથી આજે પૂજા પ્રભાવના થઈ હતી. શુદ્ધ ભાવના લશે શુભભાવની પ્રવૃત્તિ શ્રેયસ્કર છે. શુદ્ધ ભાવ સિવાય બીજે ક્યાંય સંતોષ માની અટકી જવા જેવું નથી એમ વિચારવાનના ચિત્તમાં રહ્યા કરે છેજી.
૨૭૬
અગાસ, તા. ૧૪-૫-૪૧ તત્ સત્
વૈશાખ વદ ૪, બુધ, ૧૯૯૭ પરમ પ્રભુને પગલે ચાલે, શેક કર્યું શું વળશે? ઉત્તમ ગુણ અંગીકૃત કરતાં, દોષ આપણા ટળશે રે
પ્રભુજી, બોધબળે ભવ તરીએ. શેકાકુલ મન શાંત કરીને, ભક્તિમાં મન રાખે,
સહજાત્મસ્વરૂપ પરમગુરુ, જપતાં નિજ સુખ ચાખે છે. પ્રભુજી (અ. ૧૦૫) આપે પરમકૃપાળુદેવના ચિત્રપટનું સ્મરણ ઝાંખું રહે છે એમ જણાવ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે હૃદય-દર્શન આપણુ ભટકતા મનને રોકવા માટે છે. “ધ્યાનમૂઢ મુર્તિ ” એમ બોલીએ છીએ તે લક્ષમાં રાખવા વિનંતી છે.જી. સ્પષ્ટતા-અસ્પષ્ટતાની ફિકરચિંતા કરવા ગ્ય નથી. પ્રેમપૂર્વક વારંવાર દર્શન કરતા રહેવાથી, તેમાં વૃત્તિ રાખી તેમણે પ્રાપ્ત કરેલી વીતરાગતા, દેહાધ્યાસને અભાવ, સમ્યકજ્ઞાનાદિ પ્રભાવનું ચિંતન કરતા રહેવાથી તે પરમપુરુષમાં તન્મય થવાની આપણી ભાવના વધે છે અને વૃત્તિ ત્યાં રોકાય છે, એકાગ્રતા થતી જાય છે, તે તરફ વિશેષ લક્ષ રાખવા ભલામણ છે. જેમ બને તેમ કલ્પનાઓ શમાવી, સ્વરૂપ પ્રત્યે વળવાથી આત્મહિત થાય છે.જી. જે મહાપુરુષે સર્વ વિકલ્પ તજી આત્મામાં સ્થિરતા કરી, જ્ઞાતા દ્રષ્ટા નિર્વિકલ્પ થયા, તે મહાપુરુષનાં દર્શન, વંદન, ભક્તિ, સ્મરણાદિ આજ્ઞા તે જ અર્થે હોય. તે ન ચુકાય તેવી ભાવના આપણે કરતા રહેવું એ હિતકારક છે”. જ્ઞાનીએ આત્મા જાયે છે તે મારે માન્ય છે અને અત્યારે કંઈ ભાન નથી એટલે હું કલ્પના કરું તેમાં કંઈ માલ નથી. મારું કામ તે જ્ઞાનીએ કહેલા સત્સાધનની આરાધના કરવી એ જ છે. તેનું જે ફળ આવશે તે સત્ય જ હશે, કેમ કે આત્મા જાણીને જે પુરુષે આજ્ઞા કરી છે તે આજ્ઞાનું ફળ આત્મશુદ્ધિ જ આવે, એવી દઢ માન્યતા કરવી – રાખવી ઘટે છે. કોઈ વસ્તુ દેખાય, ન દેખાય તેને વિષે કંઈ વિકલ્પ નહીં કરતાં, બધું ભૂલી જવાનું છે. “અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ” તે સર્વે બાદ કરતાં બાકી રહે તે છે, તેની ભાવનાને ક્રમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવે છે –