SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૭૩ ૨૬૬ અગાસ, તા. ૧૯-૪-૪૧ અહીં ધજા ફેરવે છે ત્યારે કંઈ વિશેષ વિધિ કરતા નથી. શ્રી આત્મસિદ્ધિ આદિ કોઈ પૂજા ભણાવવાનું નિમિત્ત તે દિવસે રાખ્યું હોય તથા પ્રભાવના પતાસાં વગેરેની હોય તે તે દિવસ ઉત્સવ જેવો ઉત્સાહનું નિમિત્ત બનશે. બીજું, આપ અત્રે પધાર્યા ત્યારે બાળકોને ધર્મશિક્ષણ આપવા માટે નિશાળ ખેલવા તમે વિચાર જણાવ્યો હતો તે સંબંધી જણાવવાનું કે કોઈ મુમુક્ષુને બોલાવી તેના હાથે શાળાની અખા ત્રીજને દિવસે જ શરૂઆત કરી દો તે જુદો દિવસ શોધવો મટે અને માંગલિક કાર્યની શરૂઆતથી નવું વર્ષ પણ શરૂ થયું ગણાય. તે વિષે જેમ તમને ઠીક પડે તેમ વિચાર કરશે. શું ભણાવવું? કેટલો ખર્ચ કરવો ઘટે? વગેરે પૂછવું હોય તે પૂ.ભાગભાઈ વગેરેની કમિટી આશ્રમ તરફથી નિશાળે માટે નીમેલી છે તે સલાહ આપશે અને જરૂર પડ્યે વર્ષ આખરે કંઈ મદદ પણ આપશે તે વિષે તમે પણ કંઈક માહિતગાર છે, એટલે રોજ એકાદ કલાક છોકરા-છોકરીઓને અભ્યાસ કરાવે એવા સારા વર્તનવાળા શિક્ષક મુમુક્ષુમાંથી કે સરકારી ગુજરાતી શાળા-શિક્ષક કઈ મળી આવ્ય મંદિરમાં હાલ એક કલાક વર્ગ ભરવાનું દિવસે કે સાંજે રાખશે તે સહેલાઈથી તે કામ શરૂ થાય તેવું લાગે છેજી. સેવાભાવે કામ કરનાર મુમુક્ષુ મળી આવે ત્યાં સુધી સારું, નહીં તે કોઈને કંઈ નામને બે-પાંચ રૂપિયાને પગાર આપવો પડે તેમ તેમ કરીને ખર્ચ કરવાનો નિર્ણય ત્યાંના મુમુક્ષુવર્ગને થતું હોય તે ઊગતી નવી પ્રજાને નિશાળે ભણતાં અને ભણીને ઊઠી ગયેલાને આશીર્વાદરૂપ તે શાળા થઈ પડશે, ઘણાં દુર્થ સનેમાંથી અટકશે, સભ્યતા, વિવેક, વિચાર, વિનય, ભક્તિ શીખશે અને જીવન સુખરૂપ ગાળવાનું કારણ તે નિશાળ થઈ પડશે. કામ હાથ લઈ તેને ખીલવનાર હોય તે પૈસાની અડચણ નહીં આવે, તે તો ગમે ત્યાંથી મળી રહેશે. માટે કોઈ એવા હોશિયાર કામ કરનાર માથે લઈ શકે તેમ હોય તે અખા ત્રીજ જેવો બીજો સારે દિવસ જડવાને નથી એમ નક્કી કરી આ વર્ષે તે કામ શરૂ કરવા ભલામણ છે.જી. પરમકૃપાળુદેવનાં વચને ગમે તેના કાનમાં પડશે તે પણ તે હિતકારી જ થવા સંભવ છે. તમારા નાના ગામમાં તે એક કુટુંબ જેવો સંપ રાખી કામ લેવા ધારે તે ગમે તેવું કામ સહેલાઈથી થઈ શકે. પરગામ છેકરા પરણાવી જે વહુઓ આવે તે ઘણી ખરી અભણ પણ હોય, તેવાને અક્ષરજ્ઞાન અને વીશ દેહા આદિ શીખવવાનું કામ આ શાળા કરે તે થોડાં વર્ષમાં તમારા ગામમાં કોઈ અભણ ન રહે અને વિશ દેહરા આદિ ન જાણતું હોય તેવું પણ કેઈ ન રહે નિશાળનું કામ સારું થાય ને લેકેને વિશ્વાસ બેસે કે ત્યાં જાય તે સુધરે છે તે કામ સફળ ગણાય. ૨૬૭ અગાસ, તા. ૧૯-૪-૪૧ ચૈત્ર વદ ૮, શનિ, ૧૯૯૭ “જીવ! તું શીદ શેચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે; તારું ધાર્યું થાતું હેત તે, સુખ સંચી દુઃખ હરે. કૃષ્ણને ” 18
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy