SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ બધામૃત કે ક્લેશનાં કારણેને સેવે? બળતામાંથી બહાર નીકળી જવા માટે સદ્દવિચાર અને સદ્દવિચાર બતાવે તે સદાચાર છે. જે કંઈ કરવું પડે તે આત્માર્થે, છૂટવા માટે કરવાની ધારણા રાખી કરવા યોગ્ય છેજી. ગઈ તિથિ છે જેથી પણ ન વાંચે' એ કહેવત પ્રમાણે બની ગયેલા બનાવને સંભારી શેક કરવાનું વિચારવાન ન કરે. જે થઈ ગયું તે થઈ ગયું, તે અન્યથા થાય એમ નથી. હવે જેટલું જીવવાનું છે તેટલું જીવન ઉત્તમ રીતે કેમ ગાળી શકાય તેની વિચારણા કરી લેવા ગ્ય છે અને તેને માટે પણ બહુ ફિકર કરતા રહેવાની જરૂર નથી; કર્મના ઉદયને રોકવા કોઈ સમર્થ નથી, માત્ર તે વખતે સમભાવ રહે તે તે કર્મથી સદાને માટે છૂટી શકાય એટલે અવકાશ છે, લાગ છે, માટે તેવા સમભાવમાં રહેવાની ટેવ પાડવાને પુરુષાર્થ કર્તવ્ય છે, અને એ સમજણ સપુરુષના બેધને આધારે થયા વિના સમતા રાખવી હોય તે પણ રહે તેમ નથી. તેથી સત્પરુષનાં વચનનું બહુમાનપણું રાખી, હૈયાના હાર કરતાં વધારે કીમતી જાણ સન્દુરુષનાં વચન, તેની આજ્ઞાની ઉપાસના કરીશું તે તેની સમજણે આપણી સમજણ ઘડાશે અને તેનું માનેલું બધું મનાશે, તે રાગ-દ્વેષ, શક, ઉદ્વેગનું જોર નહીં ચાલે અને કરવું છે તે સહેલાઈથી થશે. માટે પ્રથમ જ્ઞાનીએ સંમત કરેલું આપણું હૃદય સંમત કરે, ખરેખરા અંતરના ભાવથી નિષ્કપટપણે સ્વીકારે તેવી વિચારણા વારંવાર કરતા રહેવા ભલામણ છેજ. તરવાનું સાધન તે જ છે. અત્યારે સુખદુઃખની ગણતરી દેહને આધારે થાય છે, દેહને ઠીક પડે, લોકમાં સારું કહેવાય, ઇંદ્રિાને અનુકૂળ પડે તે ચિત્ત પ્રસન્ન રહે છે, પણ કોઈ જરા આપણું ઘસાતું બેલે, વ્યાધિ શરીરમાં ઊપજી પીડા ઉત્પન્ન કરે, કે ઇન્દ્રિયોને ન ગમે તેવા વાતાવરણમાં રહેવાનું થાય તે મન ઊંચું થઈ જાય છે અને પહેલાં ગમતું હતું, સારું લાગતું હતું, બરાબર ખવાતું, પચતું તેવું ક્યારે થશે એમ મનમાં ઝંખના થયા કરે છે. આ બધા પ્રકારો રાગદ્વેષના છે. તે પલટાવી નાખી દેહનું ગમે તેમ થાઓ, કુટુંબનું ગમે તેમ થાઓ, મનને ગમે કે નહીં, લેકે નિંદ કે વખાણે પણ મારા આત્માને અહિત થાય, આર્તધ્યાન રૌદ્રધ્યાન થાય કે મૂંડી ગતિમાં જવું પડે તેવા ભાવ થતા હોય તે મારે જરૂર અટકાવવા છે અને જ્ઞાનીએ કહેલે રસ્તે મારા ભાવ રાખી મારે આ ભવમાં તે મારા આત્માની દયા પાળી તેને ખરેખર સુખી કરે છે. જ્ઞાની જેવા અંતરમાં શાંત પરમસુખી છે તેવા સુખવાળે મારો આત્મા પરમ શાંત થાય તેવા ઉપાયે, ગમે તેટલી અડચણે, નિંદા કે કષ્ટો વેઠીને પણ કરવા છે. પછી લખચોરાશીમાં ભટકતાં કંઈ બને એવું નથી, માત્ર આટલા જ ભવમાં તે ઉપાય લઈ શકાય એમ છે, તેમાં ય જેટલાં વર્ષે ગયાં તે તે વ્યર્થ વહી ગયાં, જેટલું મૂઠી ફાકે જીવવાનું બાકી હોય તેટલામાં કંઈ ને કંઈ સત્ય ધર્મનું આરાધન એવા બળથી આખે મીંચીને કરી લઉં કે ધર્મ-આરાધન ન થાય તેવા હલકા ભવમાં જવું ન જ પડે. જે જ્ઞાની પુરુષના દઢ નિશ્ચયે, તેને આશ્રયે આ દેહ છૂટે તે જરૂર વહેલામોડો મોક્ષ થયા વિના ન રહે એ સન્માર્ગ પૂર્વના પુણ્યને લઈને આપણને મળે છે, તે જેટલી કચાશ રાખીશું તેટલું આખરે પસ્તાવું પડશે. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy