SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૭૧ રાખે છેજ. અનંતકાળથી ઇન્દ્રિયસુખની ગૂરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં. હવે પુરુષના ગે તે કંઈક આંટા ઊકલે એ માર્ગ લે છે, એ નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છેજ. મનને અઘરું પડે તે પણ આંખો મીંચીને પણ પુરુષે જણાવેલા સસાધનમાં વિશેષ કાળજી રાખી કંઈક તેને અભ્યાસ પડી જાય, સહેલાઈથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એ ઉપાય કરી મૂક્યા વિના ભારે વેદની કે મરણ પ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુ જીવે સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી તેમાં જ ઘણે કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે જી. વારંવાર મન ક્યાં ફરે છે તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૬૫ અગાસ, તા. ૧૮-૪-૪૧ તત ૩ સત્ ચૈત્ર વદ ૭, શુક, ૧૯૯૭ મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની, ઈન્દી-તૃષા ગઈ જિનેશ્વર સેવતાં, ગુણ ગાતાં વચનનીહું તે પ્રભુ વારી છું તુમ મુખની.” (૨૦ ધર્મેશ્વર જિન) સંસારે સુખ જરય ન જાણે, દુઃખ ધરે સુખ વેશે રે, અલંકાર તનભાર ખરેખર ! ગાયન રુદન વિશેષે રે. પરોપકાર કારક પરમાત્મા પ્રગટ્યા જગ ઉદ્ધરવા રે; દેહ-ઘસારો કામ વિકારે, જન્મમરણના હેતુ રે, ગર્ભવાસ ટળે જે ભાવે, તે જ મેક્ષ સુખકેતુ* રે. પોપકાર (પ્રજ્ઞાવધ ૧૦૩) વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. મનમાં ઉદ્વેગ રાખવા ગ્ય, મૂંઝાવા ગ્ય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છેઃ “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) એ ઉપદેશપૂર્ણ, સુખદાયક વાક્યને વિશ્વાસ સહિત વિચાર થાય તે જગતમાં કઈ વસ્તુ પ્રત્યે આસક્તિ ન રહે. ઉગ એ દુઃખનું કારણ છે, હૃદયની નિર્બળતા છે, મેહમહેલમાં પિસવાનું દ્વાર છે. મનને પૂછવું કે તું શું ઈચ્છે છે? સુખ કે દુઃખ? જે સુખને છે તે સુખને માર્ગ લે કે દુઃખને? ફિકર, ચિંતા, ઉદ્વેગ, કલેશ એ તે સ્પષ્ટ દુઃખ દેનારાં દેખાય છે, તે તે કાંટાવાળી જગ્યાથી ખસીને, જ્યાં દુઃખ પસી પણ ન શકે એવા સદ્દગુરુના સ્વરૂપને વિચાર કરીએ, તેણે આપણને સુખી કરવા જે સત્સાધન ભક્તિ આદિ આજ્ઞા કરી છે તે આરાધીએ તે વર્તમાનમાં પણ ક્લેશનાં કારણે વિસારે પડે અને પુણ્યબંધ થાય તે ભવિષ્યમાં પણ સુખનાં સાધન સાંપડે. આ લાભકારક સુખને માગે તજી કે દુખથી ભય સંસારને સંભારે? અથવા સંસાર ઊભે થાય તેવાં કર્મ કમાવા કેણું કલેશ + ત = નિશાની, ધજા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy