SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ બેધામૃત આજ્ઞા ઉઠાવવી, એટલે પિતે રજા આપી. અડધે રસ્તે ગોધરા જતાં તેમનાં બહેન મુંબઈથી આવતાં હતાં તેમના ઉપર તાર આવ્યો કે તેમને દેહ છૂટી ગયું છે. તે વખતે હું તે સ્તવનમાં સવારે બેઠે હતું. તેમણે મને પૂછ્યું કે તાર મળે? મેં કહ્યું કે હા (અગાસના તારને મને ખ્યાલ હતો. તેમણે આ નવા તાર સંબંધી પૂછ્યું હતું). પછી તે તેમને બંગલે ગયા ત્યારે ખબર પડી. આમ કાળને ભરોસે રાખવા લાયક નથી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના છે તે જ રાખવા ગ્ય છે, પછી જે પ્રારબ્ધને ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છે. પુષ્પમાળાના પહેલા જ પુષ્પમાં “ભાવનિદ્રા ટાળવા પુરુષાર્થ કરવા ભલામણ કરી છે. દ્રવ્યનિદ્રા તે જ ઊંઘવું પડે છે તે અને ભાવનિદ્રા તે મેહ અથવા અજ્ઞાનદશા છે. “અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે, તે સવમદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યકદર્શનને પ્રાપ્ત થાય.” (૪૯૩) મિથ્યાત્વ, સ્વપ્રદશા, અજાગ્રતદશા, બેભાન અવસ્થા, ભાવનિદ્રા આ બધા શબ્દો એક જ ભાવ દર્શાવનારા છે. શ્રી દેવચંદ્રજીકૃત વીશીમાં શ્રી સંભવનાથન સ્તવનમાં આવે છે “અવિસંવાદી નિમિત્ત છે રે, જગતજતુ સુખ કાજ.” અવિસંવાદી = અચૂક લાભ આપે તેવું, અવિરેધી. બે પ્રકારનાં નિમિત્ત હોય છે. એક તે જરૂર કારણથી કાર્ય નિપજાવે તેને અવિસંવાદી કહેવાય છે અને બીજું વિસંવાદી એટલે કાર્ય થવામાં કારણરૂપ પણ હોય અને કાર્યને નાશ કરવામાં પણ કારણરૂપ બને. જેમ કે ઘડો બનાવવા કુંભાર દંડ વડે ચાક ફેરવે છે ત્યાં દંડ એ ઘડો બનાવ વામાં કારણરૂપ થાય છે પણ તૈયાર થયેલા ઘડાને ફેડી નાખવામાં પણ દંડ કારણરૂપ થાય છે, તેથી તે અચૂક કાર્ય કરે જ એવું કારણ ન કહેવાય, કાર્ય બગાડી પણ નાખે માટે વિસંવાદી કારણ કહ્યું છે. અને જિન ભગવાન જીવનું અવશ્ય હિત કરવામાં નિમિત્તભૂત છે, તે કદી જીવનું અહિત કરતા નથી માટે તેમને અવિસંવાદી નિમિત્ત કહ્યા છે તે સહજ સમજી શકાય તેવું છે). એ જ વિનંતી. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ૧૮-૪-૪૧ વિચાર જીવને ઊગતું નથી, તેથી દુઃખને સુખ જાણી નેતરે છે અને દુઃખ આવી પડે છે ત્યારે કોઈને ગમતું નથી. વિચાર કરીને કે પુરુષ સમ્મત કર્યું છે તે સમ્મત કરીને જીવ આટલા ભવનાં થોડાં વર્ષો બાકી છે તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ગાળે કે તે પુરુષાર્થ કરવાની ભાવનામાં ગાળે, તે પણ જીતી બાજી હારી ન જાય. પણ જે કુસંગે અનાદિકાળની વાસનાઓને વધારીને જીવ દેહ છોડી પરાધીન પણે એકલે અન્ય દેહ ધારવા ચાલી નીકળશે ત્યારે તેની શી વલે થશે? એનો ખ્યાલ અત્યારથી કરી લઈ કંઈક આત્માને આધારભૂત આશરો મળે તેવું આ ભવમાં બની શકે એમ છે. તે કાળ વ્યર્થ થથાં ખાંડવામાં વહ્યો ન જાય તેની કાળજી વિચારવાનો જીવ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy