SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ બાધામૃત મેહઘેલછા જગ આખામાં, વ્યાપી રહી અપાર અહે! જન્મમરણનાં દુઃખ કેટલાં, તેને નહીં વિચાર અહે! મેહમદિરાના છાકે વ, જાણે ન ઠીક અઠીક અહે! દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહે! નજરે મરતાં જન જગમાં બહ, દેખે તેયે અંધ અહે! વિપરતતા કઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહે! વાત કરે મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહે! ખટકે ઉરમાં રહે ન કાંઈ વદે બહુ વાચાળ અહો! વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો! દુર્લભ માનવભવની કિંમત, ગણુ ન એ મહા ભૂલ અહે! દેવ, ગુરુ, ધર્માદિ સાચા, સત્સંગ સમજાય અહે! દયા, દાન, તપ, ભક્તિયેગે, નરભવ સફળ થાય અહો!” (પ્રજ્ઞાવબેધ-૮૬) બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં.” આયુષ્ય અલ્પ લઈને આવેલા મહેમાનને કોણ વધારે વાર રાખવા સમર્થ છે? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી આપણું એટલું ભક્તિ કરવા ગ્ય આયુષ્ય એળે જાય અને તેવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તે રોકકળ કરનારને હેરપશુની ગતિમાં જવું પડે. એવું કામ પિતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવા-કૂટવાથી પાછા વાળી કંઈ વાંચી સંભળાવવું. “સમાધિસે પાનમાંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાએ જે કઈ રેવા કે સાંભળવા આવે તેમને તે દિવસોમાં સંભળાવવાથી તમારો તેમ જ સાંભળનારાઓને વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશે. “સમ્યફદષ્ટિ જીવ સવળું કરે એવું પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શેક થતું હોય તેને તપાસે કે દીકરા ઉપર બહુ મહ કર્યો હતે તે હવે આ વિશે વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય તેમને એટલું બધું લાગતું નથી. તે હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મેહ કરે, તેમાં આનંદ માનવ તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિને વિચાર કરી, ઊંડાં મૂળ મેહે નાખ્યાં હોય તેને ખેંચી કાઢવાને, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તે હવે શાના વિના મારે ચાલે એવું નથી? મરતી વખતે મને શું આડું આવે એવું છે? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે? એના વિચાર કરી મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અર્ધગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને હવે દૂર નહીં કરું તે અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલે બધે પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી વિચારી દોષને ઓળખી તે દે દૂર કરવા સદ્દગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એ નિર્ણય કરી જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાને ક્રમ આરંભશે તે પુત્રવિયેગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તે કર્તવ્ય છે'. બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy