SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ બેધામૃત કરી કોઈ પુરુષની નિષ્કારણ કરુણાના ગે જીવ આ મનુષ્યભવ સુધી આવી પહોંચે છે તે જેના વેગે આટલી ઊંચી સ્થિતિ પામે છે, તેના આધારે હવે આત્મદશા પ્રગટાવવા અંતરમાં દાઝ રાખી પુરુષાર્થ આદરે તે જરૂર આ ભવમાં અપૂર્વ દિશા પામી શકે એમ જી. આ યુગ ફરી ફરી પામ દુર્લભ છે એમ વિચારી ક્ષણવાર પણ સત્પરુષને કે તેના સાધનને ન વીસરાય તેમ પ્રવર્તવું ઘટે છેજ. ધન, ધંધા કે સગાંવહાલાં કરતાં આ મનુષ્યભવરૂપી પૂંજી બહુ બહુ કીમતી છે તે પ્રમાદ લૂંટી રહ્યો છે તેનું ભાન નથી, તેથી જીવને હજી પ્રમાદમાં જ રતિ, મીઠાશ વર્તે છે. હવેથી પ્રમાદ ઓછો કરે છે એ જરૂર જીવે નિશ્ચય કરવા યંગ્ય છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “ઓ છે પ્રમાદ થવાને ઉપયોગ એ જીવને (મોક્ષ) માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગ (મેક્ષમાર્ગ)માં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન (ઓ છે પ્રમાદ થવાને લક્ષ, માર્ગને વિચાર અને માર્ગમાં સ્થિતિ) ત્યાં વિયેગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (૪૨૩) શિયાળામાં વસાણું ખાવાથી જેમ બારે માસ તેની શક્તિની અસર રહે છે તેમ આટલી ટૂંકી શિખામણ જે અંતરમાં ઊતરી જાય તે આખી જિંદગી સફળ થાય તેમ છેછે. સમજુ જીવ હિતકારી વાતને કડવી ઔષધિની પેઠે ગમે તેમ કરી ગળે ઉતારી દે છે, તેમ આ વખતે લખેલી આ વાત કાગળ ઉપર ન રહેતાં હૃદયમાં ખટક્યા કરે તેમ વારંવાર વાંચી, વિચારી, મુખપાઠ કરી, પરસ્પર સ્મૃતિ આપી જાગ્રત થવા રહેવા યોગ્ય છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૮ અગાસ, મહા સુદ ૧૧, શુક્ર, ૧૯૯૭ શ્રી રાજચંદ્ર ગુરુ ઉરે, આનંદ અનુપમ પૂરે રે, કરું વંદના બહુ ભાવે, કળિકાળે અતિ ઉપકારી, મળી સત્ય સહાય તમારી રે. કરું. અંતમુહૂર્ત અમોને, પ્રભુ સમ્યગ્દર્શન ઘોને રે. કરું સત્સંગ વસિષ્ઠ ષિને, અંતમુહૂર્ત સુધીને રે. કરું, ધરણી અધર ધરો રાખે, અતિ આશ્ચર્યકારી ભાખે રે. કરું, રે! સમ્યગ્દર્શન તેવું, ભવ-ભાર હરે, ગણી લેવું રે. કરું(પ્રજ્ઞા૯૦) આપને પત્ર મળે. “વચન, નયન યમ નહિ”ને ખુલાસે આમ અવધારશેઃ સપુરુષનું જેને ઓળખાણ થયું છે, તેને પિતાનાં અહેભાગ્ય પ્રગટ થયાં એમ ગણવા ગ્ય છે તેના વેગે આ અપાર ભવસાગર જરૂર તરાશે એવી તેને દઢતા હદયમાં થાય છે. પણ કેઈ અંતરાય કર્મના યોગે તેને વિગ રહેતું હોય તે તેના વિયોગમાં માત્ર તેની આજ્ઞામાં જ વૃત્તિ રાખીને જીવવું ઘટે છે, તેમ વર્તાય તે વિગ પણ કલ્યાણકારી નીવડે એમ છે. છતાં આ જીવની એવી અધમ દશા છે કે તે વિગ વારંવાર સાંભરી આવો જોઈએ અને તે મહાપુરુષની સ્મૃતિની વિસ્મૃતિ કરાવનારી પ્રવૃત્તિ ઝેર જેવી લાગવી જોઈએ. તેને બદલે બેલ બેલ કરવામાં અને અનર્થકારી રૂપાદિને નિહાળી તેમાં તલ્લીન થવાથી, તે શા માટે જન્મે છે અને શામાં કાળ ગાળે છે તેનું તેને ભાન રહેતું નથી. વચનની પ્રવૃત્તિ, બેલવા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy