SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૫૫ રૂ૫ અને પરનાં અહિતકારી વચન સાંભળવારૂપ, સંયમમાં ન રહે તે તે પુરુષને અને તેના બેધને ભુલાવી સંસારવર્ધક કર્મમાં પ્રેરે છે, તેમ જ “નયન યમ' એટલે રૂપાદિ નિહાળવાની પ્રવૃત્તિને સંયમ ન કરાય છે તેનું ફળ પણ તેવું જ આવે છે. જેમ કે પતિવ્રતા સ્ત્રીને તેના પતિને વિગ રહેતું હોય, તે કાળે તે સારા શણગાર પહેરતી નથી તથા બીજાનાં શણગારેલાં શરીર જતી નથી, બીજા માણસ સાથે બકબકાટ કરતી નથી, વાતેમાં ગૂંથાતી નથી, પણ પતિના ગુણગ્રામ ચિતવતી સાદો ખેરાક, સાદો વેષ અને એકાંત સ્થાન સેવી દહાડા કાઢે છે, બધા શેખ તજી દે છે તેમ સદ્ગુરુના વિયોગે ભક્તાત્માઓ બીજેથી વૃત્તિઓ પાછી વાળી સદ્ગુરુના ગુણે, ઉપકારે, તેણે જણાવેલ બેધમાં વૃત્તિ રાખી જીવે છે. પણ હે પ્રભુ! હું તે વચન, નયન આદિને સંયમ સાધી શકતું નથી તે મારી શી વલે થશે? મારે એક પુરુષને આધારે તરવું છે અને તેમાં વિદ્ધ કરનાર વૃત્તિઓને ત્યાગ થતો નથી તે મૂંઝવણ મુમુક્ષુજને રહ્યા કરે છે તેને પિકાર એ કડીમાં કર્યો છે. આંધળા માણસને કોઈ દેખતાનું અવલંબન હેય તે તેને ઘેર પહોંચી જાય, પણ તેને હાથ મૂકી દઈ કોઈ તકરાર સાંભળવા બેટી થાય તે શી વલે થાય? તેમ અચિંત્ય જેનું માહાભ્ય છે તેવા પુરુષનું અવલંબન તજી સિનેમા, નાટક કે ફ્લેશકારી વાતે જોવા સાંભળવામાં શી હાનિ છે. તે વિચારી પુરુષમાં અહોનિશ વૃત્તિ રાખવી ઘટે છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૮ અગાસ, ૧૨-૨-૪૧ તત છે. સત મહા વદ ૧, બુધ, ૧૯૯૭ ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા, સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ, અશુભ કર્મ પ્રહાર સહે, દેહત્યાગ કરે પણ, દનતા કે કાયરતા કેમ ચહે? પરમ ધર્મનું શરણ ગ્રહીને, સર્વ વેદના હવે સહ, કર્મ કટી કસે શરૌરને, જ્ઞાતાદ્રષ્ટા તમે રહે. નથી અનંત ભવમાં આવ્યું, અવસર આવે હિતકારી, ૐતી જવા આવ્યા છે બાજી, હવે નહીં જાઓ હારી. (પ્રજ્ઞાબેધ - ૫૩) વિ. આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. બનનાર છે તે ફરનાર નથી. આયુષ્ય જે નિર્માણ થયું છે તેમાં કઈ મીનમેખ કરી શકે તેમ નથી. તે પણ ચેતતા નર સદાય સુખી કહેવાય છે, તેમ સદ્ગુરુ શરણે નિર્ભય બની આખરની ઘડી માટે તૈયાર રહેવું એ હિતકારી છે. આજ સુધી આટલી જિંદગીમાં જે બાંધ્યું હતું તે ભેગવાયું. અનંતકાળથી કમની કડાકુટમાં જીવ પડ્યો છે તે પ્રત્યેથી હવે ઉદાસ થઈ જ્ઞાનીઓએ આત્માને નિત્ય, અજર, અમર, છેદ્ય, અભેદ્ય, પરમાનંદરૂપ જાણ્યો છે, માન્ય છે તે સમ્મત કરી તેણે અનંત કૃપા કરી જે મંત્ર આપે છે તે જ છેલ્લે આધાર છે એમ માની છેલ્લા શ્વાસે શ્વાસ સુધી તેમાં
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy