SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ત્રસધા ૨૫૩ પિતાથી ઉપાડી શકાય તે ધર્મભાર ઉપાડ ઘટે છે. “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” પૃષ્ઠ ૮૫ તત્વજ્ઞાનમાં છે તે વિચારી વર્તવા ગ્ય છેજી. પિતાની કલ્પનાથી કઈને જ્ઞાની માની લેવામાં માલ નથી. હું તે પરમકૃપાળુદેવને દાસાનુદાસ છું. હું તેવું કઈ જ્ઞાન ધરાવતું નથી કે આપને ભવિષ્યમાં આ કાર્યથી આ જ ફળ આવશે તેવું નિશ્ચયપૂર્વક કહી શકું. પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાની ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી દ્વારા જાણી, ભાવના છે. આત્મજ્ઞાન પામવાને પુરુષાર્થ તજી દીક્ષા લેવા દોડનારા ઘણું નિષ્ફળ નીવડતા આ કાળમાં જોયા છે. તેવે ભયંકર રસ્તે જવા મારી મારા દુશ્મનને પણ સલાહ ન હે! એ જ. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૩-૨-૪૧ તત્ સત્ મહા સુદ ૭, સેમ, ૧૯૯૭ આમ મુમુક્ષુ ચિંતવે, શરીર વિષ્ટા-વાડો રે, જીવ વિચારે કેમ ને દુખતણે ભવખાડો રે? પાપ-બીજ આ કાર્યમાં, જીવન જાય અલેખે રે; મેહમદિરા છાકમાં સુખ દુઃખે જન દેખે રે. ૐવન અનિશ્ચિત જન્મથી, આત્મહિત કર લેવું રે બંધું બંધન માનવા, સઘળું સ્વપ્ના જેવું રે. ભેગ ભયાનક હું ગણું જન્મ–કેદ સમ કાયા રે; વિશ્વ-ઉપકારી પ્રભુ, મુકાવે મુજ માયા રે. (પ્રજ્ઞાબેધ - ૮૮) પૂ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચે છે, તેની સાથે વખત મળતો હોય તે વાંચવાવિચારવાનું રાખશે તે બીજેથી વૃત્તિ સંકેલી પુરુષનાં વચનમાં જોડવાનું થશે અને પરસ્પર વિચારની આપ-લે થવાથી જ્ઞાનીને શું કહેવું છે તેમાં ઊંડું ઊતરવાનું બનશે. વિશેષ વખત ન મળતા હોય તે તે શું વાંચી ગયા, તથા વાંચતાં શા શા વિચારે કુર્યા હતા વગેરે વિષે અવકાશે પૂછી તેમાં આવેલા વિષયની વાતે ચર્ચવાની ટેવ પાડશે તે સત્સંગની ગરજ જાગશે, વિશેષ વિચારવાનું જાણવાનું મળશે અને વાંચનારને પણ “કહેવું પડશે જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બનશે. થોડું વંચાય પણ વિશેષ વિચારાય એવું કરવાની જરૂર છે. મનને નવરું ન રહેવા દેવું; વાંચવા-વિચારવામાં, નવું ગેખવામાં કે ગેખેલું ફેરવી જવામાં, ભક્તિમાં મરણમાં વા વૈરાગ્યના વિચારે કુરે કે મૂંઝવતા પ્રશ્નો હોય તેના ઉકેલ લાવવા શબ્દોરૂપે લખી રાખવામાં વૃત્તિ રોકાશે તે વ્યર્થ ભટકતા મનને સમ્પ્રવૃત્તિથી સન્માર્ગમાં વાળવાનું બનશે. આમ ટેવાઈ જવાશે તે તે બીજી બળતરામાં નહીં પ્રવર્તે. કંઈ ને કંઈ સપુરુષના જણાવેલા કામમાં તે ગૂંથાયેલું રહી આત્મવિચારમાં રસ લેતું થશે, જ્ઞાનીની અંતર્યા સમજતું થશે અને જે કરવા યંગ્ય છે તેમાં તત્પર થઈ સુવિચારણા જાગતાં મેહની મૂંઝવણને હણ આનંદસ્વરૂપ પિતાના આત્માની ઓળખાણ કરાવશે. સત્પના અપાર ઉપકારને, મેહાધીને મન રહેતું હોવાથી વિચાર જ આવતું નથી. નિગદમાં અનંતકાળ સુધી પરિભ્રમણ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy