SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા નકકી થયેલું હોય તેમ મારે તે નથી કરવી પડી અરજી કે નથી જેવી પડી નેકરીની વાટ કે હુકમેની ટપાલ. પણ હાથને અંગૂઠે કપાયેલ તે રુઝાયે તે પહેલાં મારે કરવાનું કામ ડકિયાં કરી રહ્યું હતું. જ્યાં રહેવું કે કેમ ખાવા કરવું કે કેમ કુટુંબ ચલાવવું તેનું ભાન ન મળે, એવા મને અમીન લેકેની વચમાં પ્રભુએ લઈ જઈને મૂકયો. ત્યાં માત્ર સારું કામ કરવાની ઈચ્છા વગર બીજું કંઈ સાધન મારી પાસે હતું નહીં, છતાં નથી કેઈએ ઠપકો આપ્યો કે નથી કોઈની સાથે તકરાર થઈ કે ગૌતમ બુદ્ધને જે વિચારેએ સંસારમાં સુખે બેસવા નથી દીધા, તેવા જીવનની પ્રગતિ વિશેની ચિંતા વિના ઊને વા એવી અજાણી જગ્યામાં નથી વાયે - તે માત્ર પૂર્વોપાર્જિત પુણ્ય અને પુણ્યાત્માઓના સમાગમને લીધે જ બનવા પામ્યું છે એમ અત્યારે લાગે છે. નહીં તે તે વખતના દે તરફ જતાં તે ભોંયમાં પિસી જવા જેટલી શરમ આવે છે અને હજીય દોષ નથી એમ નથી, પણ હવે દોષને દુશ્મન જાણુને તેમની સાથે લડાઈ કરવી છે અને તે વખતે દેષરૂપી ઠગારાઓને મિત્ર માન્યા હતા એટલે ફેર છે. સાયટીમાં હું જેડા તે મને તે હવા લઈએ છીએ એવું સ્વાભાવિક કામ લાગેલું, પણ તમે તે મારા વિષે આશા રાખીને બેઠા હશે કે હવે હું સરકારના અને ગરીના પૈસા લૂંટનારે કે ધોળે દહાડે ધાડ પાડનાર લૂંટારા જેવો અમલદાર થઈશ કે કઈ વહીવટદારની ખુરશી શેભાવીશ કે વકીલ થઈને વઢવાડે કરાવીને લોકોને જિતાડીને વખણાઈશ અને આપણું કુટુંબનું નામ કાઢીશ. પણ તેવા થવાનું આ શરીરે થઈ શકે એવું નિર્માણ નહીં થયું હોય, નહીં તે અભ્યાસ પૂરો કર્યા પહેલાંના ત્રણ-ચાર વર્ષ અગાઉ તો મારા પણ એ જાતના કંઈક વિચારો હતા, પણ તેવી નોકરી સાથે લોકોનું ભલું તેવા અમલદાર થઈને કરવાનું સાથે ધારેલું, પણ કરી શોધવી એ જ મારા શરમાળ સ્વભાવની વિરુદ્ધ હતું અને અભ્યાસનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં વિચાર પલટાયેલા. તેથી સરકારી નોકરીની ગુલામી તે નથી જ કરવી એમ નક્કી કરેલું હોવાથી ખાનગી નોકરી કરતાં સામાન્ય ગરીબાઈ ભોગવવી પડે છે તે વેઠી લેવાને વિચાર પણ કરેલ. આ વર્ષોમાં કંઈક ધાર્મિક વાચન પણ ચાલતું અને તેને પરિણામે તથા ગ્રેજ્યુએટની યુનિવર્સિટીની ડિગ્રીના બળે એટલી આત્મશ્રદ્ધા આવેલી કે દુનિયાના ગમે તે છેડામાં રહેવાનું ભાગ્યમાં હાય, પણ કુટુંબ ચલાવવા જેટલી આજીવિકા પ્રાપ્ત કરવામાં કદી દીનતા કરવી નહીં પડે, પણ મારી યોગ્યતા અને શ્રમથી ગમે તે કાળે પાછળનું બધું કર્યું-કરાવ્યું ધૂળ થઈ જાય તે પણ દુનિયાને લાત મારીને પણ મારા અને કુટુંબના નિર્વાહનાં સાધને હું મેળવી શકીશ; તથા આ ભવમાં લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી તો પૈસા માટે નકામાં ફાંફાં મારવામાં શે માલ છે? એમ પણ કંઈક મનમાં રહેલું, તેથી સંતોષ રહેતા અને રહે છે. આ શ્રદ્ધાના બળે તથા સુધારક વાતાવરણની અસરમાં મેં મનમાં નક્કી કરેલું કે મારે બાપતી મિલકતમાંથી કાંઈ જોઈતું નથી. મિલકતની વહેંચણીમાં ઘણું કુટુંબમાં ભાઈઓ વચ્ચે તકરાર થાય છે તે મારે નથી કરવી તથા પિતે ન કમાયા હોઈએ તેના ઉપર આપણે હક્ક કરે એ પણ મને અન્યાયપૂર્વક લાગેલું. બાપદાદાની મિલકત ઉપર કોઈનો અધિકાર હોય તે જે કમાઈ ન શકે તેવાં બૈરાંછોકરાંને હક્ક હવે જોઈએ અને પુરુષોએ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy