SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮ બેધામૃત તો સિંહની પેઠે પિતાને નિર્વાહ પિતાના પુરુષાર્થથી કરે ઘટે છે. તેથી ઘરની મિલકત ઉપર મારે હક્ક મેં આ ભવનાં ઘણું વર્ષો સુધી માન્ય નથી. આવા વિચારે હોવાથી મારી પાસેથી આથી વિશેષ આશા કઈ રાખે છે તે પણ ગ્ય નથી એમ મને લાગતું. કેળવણું માટે મારી પાછળ ખર્ચ થયે તે તે કુટુંબે કરવો જોઈએ એમ હું માનતો, કારણ કે કેળવણીના ખર્ચ ઉપરાંત મારે કુટુંબ પાસે કશું જોઈતું જ નથી, અને ભવિષ્યમાં છોકરાંને કેળવણી પાછળ ખર્ચ કરવા માટે સહિયારી મિલકત રહે તેટલા પૂરતું મારા જરૂરના ખર્ચ ઉપરાંત જે કંઈ બચે તે બાંધણ મોકલવા મેં વિચાર પણ રાખેલે, પણ તેમાંથી મારે પાછું કંઈ લેવું એવી આશા નહીં રાખેલી. તેની સાથે જુદું કંઈ બચાવી ખાનગી સિલક કરવાનું કે ઘરેણુ જેવું કરવાને પ્રયત્ન પણ નથી કરેલે; કારણ કે સંઘરે કરવો હોય તે કુટુંબના ધનમાં થે જોઈએ એમ હું માનતે. જરૂર પડ્યે તેમાંથી માંદા-સારા પ્રસંગે કે છોકરાના ખર્ચ માટે તે બૅન્ક હોય તેવી મારી સમજ હતી અને હજી છે. પણ તે બેન્કમાં પૈસા જમે કરાવવા તણાટ વેઠ, કંજૂસાઈ કરવી એમ પણ માનેલું નહીં. માત્ર ખેતીમાં પાકેલા અનાજની કોઠી ભરી હોય તેમાંથી વાપરતાં વાપરતા વધે તેટલું તેમાં પડી રહે એવું માનેલું તથા તમે બધુંય ઉડાવી જાઓ એવા નથી એવી મારી ખાતરી પણ ખરી, એટલે જુદાપણાને કે ખાનગી સિલક રાખવાને મને વિચાર પણ નથી આવ્યું. મારે બેજારૂપ કોઈને ન થવું અને સારા રસ્તે લાગે તે રસ્તે જીવન ગાળવું કે મરતી વખતે પસ્તા ન થાય, કે કોઈને દેષ પણ દેવાને વખત ન આવે કે આનું મેં કહ્યું કરીને ગદા ખાધા. આ વાત પૂર્વકર્મને બળે મારામાં ઘર કરીને રહેલી, પણ કેઈને હું ખુલ્લા શબ્દોમાં કહી શકેલ નહીં. તેથી હું સંસાયટીમાં જોડાયે, તે ઘણુને બાંધણીમાં અને સગાંઓમાં ગમેલું નહીં અને હું મારા પગ ઉપર કુહાડો મારવા તૈયાર થતે હેઉં તેમ બધા વડીલને લાગેલું અને તમે મોટાભાઈ રહ્યા તેથી તથા કુટુંબની સહિયારી મિલકતમાંથી મોટી આશાઓ રાખી ખર્ચ કરેલું, તેમ જ હવે તમારે માથેથી કુટુંબ માટે કમાવાની ઝુંસરી ઊતરશે એમ ધારેલું, તેથી તમારી બધી આશાઓ ઉપર પાણું ફરી વળેલું જણાતાં તેમને વધારે માઠું લાગેલું. એટલે તમેય બાની પાસે કહેવરાવેલું કે આપણે આપણે ભાગ વહેંચી જુદા થઈએ. પણ તમને જે મેટી ધમકી તે વખતે લાગતી તે મારે મન તરણ જેવું હતું, એ ઉપર જણાવ્યું તે ઉપરથી હવે સમજાયું હશે, કારણ કે મને મિલકતમાંથી એક રાતી બદામ ન મળે તે પણ મને શેક થાય તેવું હતું નહીં. કારણ કે મિલકત મારી છે એવું મેં માન્યું જ નહોતું. તેથી મારે વિચાર ફેરવવાની ફરજ પાડે તેવું દુનિયામાં કેઈ નહતું. માત્ર એક બળ હતું અને તે આપણાં માતુશ્રી. તેમને બેટું ન લગાડવું એવું મારા અંતરમાં રહેતું, પણ તેમને તે મારા તરફ એટલે બધે પ્રેમ હતું કે તેમની ઈચ્છા મારા ઉપર બળજરીથી બેસાડી મને દુઃખી કરવા જેટલી કઠોરતા તેમનામાં ન હતી. તે તે એમ જ કહેતાં કે તું સુખી થાઉં એવું કર, માત્ર ભાઈને તરફ નજર રાખજે. તેના મનમાંય એમ ખરું કે હું મટે માણસ થઈ જવાને, અને તેને માટે દીકરે ભિખારી જે રહેવાને. પણ મેં તે ધનવાન થવાનું મનમાંથી માંડી વાળ્યું હતું અને ઘરમાં પૈસા હોય તે પૈસા ફેરવવાનું કામ મોટાભાઈને જ સોંપી મૂક્યું હતું તે તેને ખબર ન
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy