SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ આધામૃત ચિંતા જુદી છે. એટલે જોકે કામ બહુ થાડું કે નજીવું થયું હશે, પણ ચિંતાઓથી હું છૂટ્યો નથી એ બતાવવા થાડું લખું છું. જોકે ઘર સંબંધી મારે બદલે ચિંતા કરનાર અણુની આ હતી ત્યાં સુધી તેના મનમાં અમુક રકમ ઘેર મેાકલવી એમ રહેતું અને દર મહિને ભડકતાં ભડકતાં ખર્ચ કરતી, તે હું તે વખતે વધારે સમજી શકેલેા નહીં. કારણ કે સાસાયટીને પગાર એક કુટુંબનું ખર્ચ સારી રીતે નભે એ હેતુથી રાખવામાં આવેલા, તેથી વધે તેટલું ખાંધણી માકલવું એમ કહી મૂકેલું છતાં તેના મનમાં બાંધણીવાળા શું કહેશે? કંઈ નહીં મેાકલાય તેા શે। વિચાર ખાંધશે ?' વગેરેની તેના મનમાં ગડભાંજ રહેતી, પશુ એ ચિંતાથી કંઈ તે વિશેષ કરી શકી નથી. તે પહેલાં હું ભણુતા હતા તે વખતની મારા મનની સ્થિતિ જરી જણાવી જઉં તેા ચિંતાઓના ઢગલેઢગલા કરવા છતાં તેનું પરિણામ ઉદ્વેગ અને દુઃખ કરતાં વિશેષ કંઈ આવી શકયું નથી તે જણાશે. હું ભણુતા હતા તે વખતથી કાણુ જાણે મને ભવિષ્યના જ વિચારો આવ્યા કરતા હતા. હું આ સંસારમાં મારા રસ્તા કેવી રીતે કાઢી શકીશ ? એ વિચારો બહુ નાની ઉંમરથી એટલે ૧૪-૧૫ વર્ષની ઉંમરથી મને થયા કરતા. એક તા મારે જાતે કમાઈ ને ખાવું પડે તેવી ઘરની સ્થિતિ છે, એ ખ્યાલ મને નાનપણથી રહેલા. તેની સાથે તમે ન હેા તા મારે માથે બધી જવાબદારી છે, તે વિચાર મને દુ:ખી કરતા. એ આખા કુટુંબના એજો હું કેવી રીતે ઉપાડી શકીશ, એ મારા નાનપશુના મગજને મૂંઝવી દેતા. અને જ્યારે જ્યારે કાઈ પચાસ-સાઠ વર્ષના માણસને હું જોતા ત્યારે મને એમ જ વિચાર આવતા કે આ માણસે ગમે તે રીતે આ સંસારની યાત્રા લગભગ પૂરી કરી, તેણે કાઢ્યાં તેટલાં વર્ષોં હવે કાઢવાં નથી અને મારી ઉંમરની સરખામણી કરતાં મને એમ લાગતું કે મારા કરતાં એ કેટલા બધા સુખી છે. મારે હજી બધા ભવ તરવાના છે અને મારું શું થશે ? વગેરે વિચારેથી તા ઘણી વખત મને રાવું આવતું, અને ભીની આંખે ખડકીને એટલે બેઠા બેઠા હું જતા-આવતા ડાસાને જોઈ રહેતા, તે હજી હમણાં જ બન્યું હોય તેવું તાજું મારા મનમાં છે. પણ તે ચિંતાએનું પરિણામ મને દુઃખ આપવા ઉપરાંત એ આવ્યું કે છેડી દીધેલેા અભ્યાસ કરી કરવા પ્રેરાયા. તે ઉપરાંત કેઈ ને મદદ કરનાર નીવડ્યું નથી, થાડાં વર્ષ પછી અભ્યાસ છેાડીને કમાવાના વિચાર આવતા, ત્યારે પશુ અભ્યાસ આગળ ચાલુ રાખવામાં એક કારણ એ પણ હતું કે વધારે અભ્યાસ થાય તે કંઈક ભવિષ્યની ચિંતાઓવાળું કામ મોડું કરવું પડે — સંસારની મુશ્કેલીએ સાથે ખાથ ભીડવામાં ઢીલ થાય છે તે ઠીક છે એમ લાગતું. આ ઉપરાંત તે ચિંતાએ વિશેષ ફળ લાવી હાય તેમ સ્મૃતિમાં નથી, = આમ ધુમાડીમાં બાચકા ભર્યાં જેવી ચિંતા કરવામાં ખાકી રાખ્યું નથી. અને શરમાળ સ્વભાવને લીધે કાઈ ને કંઈ કહ્યું પણ નથી. ત્યાર બાદ અભ્યાસ પૂરો કરી ધંધે વળગવાનું આવ્યું તે પહેલાં તે જાણે કેાઈ કલેક્ટરને વિલાયતથી હિંદમાં મેકલે તેની પહેલાં જ તેને માટે કારકુન, ઑફિસ, મંગલા અને સિપાહીઓ વગેરેની તૈયારી સરકાર કરી રાખે છે તેમ અધી ગે।ઠવણ જાણે ભગવાને કરી મૂકી હાય તેવું જ બન્યું હતું. મારે માટે ઘણા માણસેાએ ઉજાગરા કરીને વિચારા કરી મૂકેલા અને કયાં કામ કરવું તે કેવી જાતનું કરવું તે બધું જાણે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy