SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા કાઢવાની હિંમત ચાલતી નથી. જે બની શકે એમ નથી તે વાત, કેઈન આગળ શું કામ કરવી? એવા વિચારમાં ચિત્ત ઘણી વાર મૂંઝાયા કરે છે. હવે મોક્ષની તૈયારીના સંગમાં મુખ્યત્વે તે માર્ગ દેખાડનાર સાચા પુરુષ મળે એ એક અને તેના દેખાડ્યા પ્રમાણે તેની આજ્ઞાએ વર્તનાર એ બેને જોગ જોઈએ. તેમાં માર્ગ દેખાડનારની ખાતરી તે અંતરમાં થાય છે કે તે સાચા પુરુષની આજ્ઞા ઉઠાવી શકાય તે મેક્ષ બહુ દૂર નથી. માર્ગને પાકો ભેમિ મળે છે. હવે રહી કચાશ તે માર્ગે ચાલનારની. તેમાં હવે ઢીલ કેમ થાય છે? એમ મારા મનમાં વારંવાર પ્રશ્ન થાય છે અને તમને કે આ વાત જાણનાર ગમે તેને એમ પૂછવાનું મન થાય કે તમે ઘરનું તે કંઈ કામ કરતા નથી અને સોસાયટીમાં કંઈ કમાવા રહ્યા નથી, તે તમારા મનનું ધારેલું કામ કરતાં તમારે હાથ કણ ઝાલે છે? મને પણ તે જ પ્રશ્ન મૂંઝવે છે કે આ જિંદગીમાં જેને માટે હવે જીવવું ગમે, તેવી વસ્તુ જે ન બનતી હોય એટલે મારા આત્માનું હિત જે હું સાધી શકતે ન હોઉં અને બીજાને પણ જે હું ઉપયેગી ન થઈ શકું તે મારા જે મૂર્ખ બીજે કઈ ગણાય નહીં. આ વિચાર જુદી જુદી રીતે કર્યા પછી મને સંસારમાં બાંધી રાખનાર બંધને ચાર મુખ્ય ગણાવી શકાય તેવાં લાગ્યાં છેઃ (૧) આ શરીર સંબંધી સંકલ્પ-વિકલ્પ – એટલે શરીર સાજું-માંદું હોય, કમાણી થઈ શકે તેમ ન હોય તે પ્રસંગે બીજાને બેજારૂપ થઈ પડ્યા વિના શરીરનું ટ૬ નભાવવા જેટલું સાધન કે પૂંછ વિષે વિચાર. (૨) સંસારમાં નિકટને સંબંધ ગણાય છે તેવા સંબંધવાળે કરે બબુ. તેની સમજણગ્ય ઉમર થતાં સુધી તેના શરીરની સંભાળ અને કેળવણુ માટે મારે માથે ગણાતી ફરજ, તેના વિચારે. (૩) જે કુટુંબમાં આ ભવમાં મારે સંબંધ જન્મથી જોડાયેલ છે તે કુટુંબ તરફની મારી ફરજ એટલે તમારે અને તમારા પરિવાર માટે જે કરવું જોઈએ, તેના વિચાર. (૪) દશ વર્ષથી લેકસેવા તરીકે સ્વીકારેલું સંસાયટીનું આણંદનું કામ, તેના વિચારે. આ ચાર પ્રકારના વિચાર –હેડીમાં ચાર કાણાં હોય અને તેમાંથી પાણી હેડીમાં ભરાતું હોય ત્યાં સુધી હેડીમાં બેસી સહેલ કરવા નીકળેલા માણસથી જેમ નીચે મને બેસી શકાય નહીં, કારણ કે તેમાંથી પાણી આવ્યા કરે ત્યાં સુધી બૂડીને મરી જવાને ભય છે, તેવા આ ચાર પ્રકારના વિચારે મને મૂંઝવતા અને કેટલેક અંશે મૂંઝવે પણ છે. જ્યાં સુધી તે વિચારેને આવરે પાણીની પેઠે ઊભરાતે હોય ત્યાં સુધી મોક્ષની તૈયારી કે સાચા સુખને ખ્યાલ ન આવી શકે તે સ્વાભાવિક છે તથા સમજી શકાય તેવું છે. એ ચાર પ્રકારના વિચારે કે ચિંતાઓ ખરી રીતે હરકતકર્તા છે; પણ તે સંબંધી મેં શું શું કર્યું છે અને તેનું પરિણામ કંઈ આવ્યું છે કે નહીં તે થેડું હું જણાવી જવા ધારું છું. તેમાં છેલ્લી બે બાબતે પહેલી લઈને તે વિચારતાં બાકીની વાત સમજાશે એમ લાગે છે. તમને વખતે એમ લાગશે કે મેં આજ સુધી મારી જાતને માટે જ વિચાર અને કામ કર્યું છે, પણ ઘર સંબંધી મેં ચિંતા કરી હોય તેમ જણાતું નથી, પણ કામ જુદું છે, અને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy