________________
૩૬
બેધામૃત પણું, ગુપ્ત ચમત્કાર સમાન કે વાદળમાં ઢંકાયેલા સૂર્યના તેજ સમાન છૂપી છૂપી અસર અદશ્યપણે કરતું તે કાંઈ સમજાતું નહીં. માત્ર તે પ્રત્યે જીવ અજાણ્યે આકર્ષાયા કરતો. એક પ્રકારની ઉન્મત્તતા જ રહ્યા કરતી. એ સત્પષના પ્રત્યક્ષ યોગમાં જે સહજપણે હૃદયરંગ વૃદ્ધિ પામતા તે ઘણુ પુરુષાર્થ પણ વિયેગમાં પામવા હવે દુષ્કર છે. પણ તે મહાપુરુષની આજ્ઞા, તેનાં વચને, તેણે કહેલી શિખામણે હદયમાં રાખી જીવને બીજેથી છોડાવી તેમાં જ રાખ્યા વગર બીજો કોઈ ઉપાય હવે નથી. જેવા દહાડા આવી પડે તેવા સમભાવે જોયા કર્યા સિવાય અન્ય ઉપાય નથી. તળાવ કે ગમતીમાં સ્નાન કરવા સિવું પડે પણ મગરને ડર હોય તે જેમ ઝટ પરવારી બહાર નીકળી જાય તેમ બીજાં કામમાં બેટી થવું પડે ત્યાં આત્મહિત નથી એમ જાણી ત્યાંથી છૂટી જે આત્મહિતકારી જ્ઞાનીનાં વચનામૃત છે તેમાં ચિત્તની તલ્લીનતા કરવાથી જીવને શાંતિ વળે તેમ છેજી. વ્રતનિયમ વિષે કોઈ વખત સમાગમ વાત થશે. હાલ તે જે પુરુષનાં વચનામૃત વાંચે છે તે વિચારી તે પુરુષની સમ્યકજ્ઞાનમય અસંગ અપ્રતિબંધ દશાની ભાવના કરતા રહેવા ભલામણ છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૨
અગાસ, તા. ૨-૧૨-૪૦ તત્ સત
માગશર સુદ ૩, સોમ, ૧૯૯૭ “રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ.”—આત્મસિદ્ધિ “શુદ્ધતા પરિણામ-સ્વરૂપ, અપૂર્વકરણ નામે અનુપ; દઢ તીક્ષણ કઠિન કુઠાર, એક આખે તેને ઉદાર, કાનમાં વળી કહી એક વાત, તવ ઉલ્લલ્યું વીર્ય વિખ્યાત; યુક્તિશું યક્ત પ્રકારે, પિળે જઈ તેહ કુઠારે, નિબિડ રાગ અને બીજે દ્વેષ, પરિણતિરૂપ લહ સવિશેષ; ગ્રંથિ નામ કમાડની જેડી, તëણ તે નાખી ત્રોડી.”
ભુવનભાનુ કેવલીને રાસ – જૈનકથા રત્નષ ભાગ-૫ પૃષ્ઠ ૨૦૮ આપના પત્રમાં પરમકૃપાળુદેવના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શાવ્યું છે તે જાણી આનંદ થયે છેછે. આપના પ્રથમ પ્રશ્ન વિષે મથાળે જણાવેલા કાવ્યમાં આજે વિસ્તારથી કરેલું વર્ણન વાંચવામાં આવ્યું તેમાંથી થેડી કડીઓ આપને વિચારવા ટાંકી છેજ. આત્મપરિણામ છઘસ્થ જીવને સમજાવો દુર્ઘટ છે તેથી રૂપક, ઉપમાઓ વગેરેની મદદથી કથા જોડેલી ઉપમિતિભવપ્રપંચ જેવી કવિ ઉદયરત્નની છે. કેવળજ્ઞાની સ્પષ્ટરૂપે સૂક્ષ્મ પરિણામો જાણી શકે છે અને તે દિવ્યધ્વનિ દ્વારા કહેલું કરણાનુગ ગ્રંથમાં કંઈક સંગ્રહાયું છે તે કેવળજ્ઞાનની મહત્તા દર્શાવે છે. જ્ઞાનીનું શાસ્ત્રમાં કહેલું કહી જવા જેવું જ આપણાથી હાલ બને તેમ છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૫૭૦ માં લખે છે –
અનિત્ય પદાર્થ (દેહાદિ) પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ', “નિત્ય અને “અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી
૧. ફરસી, કુહાડી ૨. બેધ ૩, ૪. તીવ્ર અનંતાનુબંધી કષાય