SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૩૭ એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છેડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય, “શાશ્વત', “સુખસ્વરૂપ” એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ (પ્રગટ) થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ (ભ) રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણને વેગ રહ્યા કરે છે.” આમ ગૂઢ શાસ્ત્રની વાત પરમકૃપાળુદેવે સમજાય તેવી સ્પષ્ટ શબ્દોમાં કરી છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના એક એક કરતાં વિશેષ નિર્મળ પરિણામ તે દર્શનમેહ અને ચારિત્રમેહનું બળ ઘટાડી સમ્યક્ત્વ કે શ્રેણીને યોગ્ય જીવને બનાવે છેછે. તેની અસર ક ઉપર કેવી થાય છે તેનું બહુ સૂક્ષ્મ વર્ણન શાસ્ત્રોમાં છે તેના સારરૂપઃ પહેલા અંતમુહૂર્ત કાળ સુધી અધઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા હેય. (૨) એક એક સૂક્ષમ અંતમુહૂર્ત નવા બંધની સ્થિતિ ઘટતી જાય તે સ્થિતિબંધ-અપસરણું આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓને રસ અનંતગુણ વધે અને (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિને અનુભાગ (રસ) બંધ અનંતમા ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય. તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમેહવાળા પરિણામ) થાય છે. તેને કાળ યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે. એક એક અંતર્મુહૂર્તે સત્તામાંનાં પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકડક ઘાત છે તેથી નાના એક એક અંતમુહૂર્ત પૂર્વકર્મને રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં કમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે. આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેને કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમાં ભાગે જાણુ. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત શેડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહૂર્ત (બે ઘડી સુધી)માં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વકર્મને અભાવ કરે છે એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરે પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઈત્યાદિ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ કાળ છે. પરમકૃપાળુદેવે માત્ર જરૂરના ઉપાય જણાવ્યા છે તે કર્યાથી ઉપર જણાવેલી, ભગવાને દીઠેલી બધી ક્રિયાઓ આપોઆપ થયા કરે છે. સં. ૧૯૫૦, ભાદ્રપદ સુદ ૩ને પત્ર શરૂ કરે છે – “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ મોળા પડવાને પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. ...” (૫૨)
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy