SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પત્રસુધા “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” વડીલને વિનય, સેવા અને સદુવચન તથા સદ્વર્તનથી પિતાને અનુકૂળ કરવા બનતે પ્રયત્ન કર્તવ્ય છે. આપના તરફ તેમની સાચી લાગણી હેય તે તમારું દિલ દૂભવવા તે ઈચ્છે નહીં. તમારા હિત માટે તમે પ્રવર્તાવા ઈચ્છે તેમાં સમજુ હોય તે, કે અંતરના પ્રેમવાળા હોય તે વિશ્વ ન કરે. માત્ર મહિને લઈને ધર્મમાર્ગે જતાં તે વારે, પણ તમારે અને તેમને બનેને એ જ અંતે કામનું છે એમ પ્રસંગે પ્રસંગે તેમની સાથે વાત કરતા હો તે જેમ પૈસા કમાવા બહાર આફ્રિકા સુધી પુત્રોને મોકલે છે તેમ માબાપે પિતાનું અને બાળકનું હિત સત્ય ધર્મથી થાય છે એમ સમજે તે તે ધર્મ આરાધવામાં વિદ્મ કરે નહીં. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ - ૨૩૧ અગાસ, તા. ૧-૧૨-૪૦ તત્ સત્ માગશર સુદ ૨, રવિ, ૧૯૯૭ આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તે શુદ્ધભાવે સદાયે રમે, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ પામ જાતિસ્મરણ જાણ લીધે તમે, જે સનાતન મહાધર્મ સાચે; આત્મ-હિતકારી તે યાચતે બાળ આ, પરમકૃપાળુ કાઢે ન પાછો. આજ (પ્રજ્ઞાવબોધ ૭૭) વિ. આપના પત્રો બન્ને મળ્યા. પરમ પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણુ સંતેષ થયે છે. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હનપુણ્ય અને સાક્ષાત્ મહાવીર સ્વામીનાં વચનને પરિચય કરાવનાર એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને અથાગ ઉપકાર જેમ જેમ સમજાતે જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજ. તેને વિગ હજી વિશેષ સાલશે તેમ તેમ બીજેથી વૃત્તિ સંકોચાઈ તેની આજ્ઞામાં વારંવાર વળતી જશે અને તેને જ રંગ રુચિકર જણાતાં આખું જગત એઠવાડા જેવું, નીરસ, અપ્રીતિકર અને શત્રુસમાન લાગ્યા કરશે. તે પુરૂષના દર્શન, સમાગમ, બેધ, સર્વ આત્મહિતપ્રેરક ચેષ્ટા અત્યંત કરુણાપૂર્ણ, પ્રીતિકર, સ્મૃતિ કરવા ગ્ય, કરવા યોગ્ય, આનંદદાયી અને ઉલ્લાસપ્રેરક સમજાતાં જીવને બીજી ઈચ્છાઓ કરવાનું કંઈ કારણ નહીં રહે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બર્સે વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાઈ દિયે.” આપના દાદા પૂ .ભાઈ ઘણી વખત યાદ આવે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર તેમને પ્રેમ બહુ સંસ્કારી હતે. પોતે કોઈ કોઈ વખત પ્રેમનાં કાવ્ય પણ લખતા. એ ભક્તોને પણ ધન્ય છે કે જેમનાં હદય જગતને ભૂલીને એક પરમ પુરુષમાં લીન રહેતાં. તે કાળે, તે પ્રસંગે, તે વખતના ઊછળતા ભાવે વચનથી વર્ણવી શકાતા નથી, પણ સ્મૃતિપટ ઉપર બધા ચીતરાઈ રહ્યા છે. નાના નિર્દોષ છોકરાની પેઠે તે વખતે સારું સારું નવું નવું જોઈ આનંદસાગરમાં જીવ ઊછળ્યા કરતે, પણ તે પુરુષની ગંભીરતા, દીર્ઘદ્રષ્ટિ અને અપૂર્વ ગી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy