________________
૨૨૯
૨૩૪ .
બાધામૃત
અગાસ, તા. ૨૮-૧૧-૧૦ ૫ ને જણાવવાનું કે તેમણે લીલેતરીને ત્યાગ કર્યો છે તેમાં અથાણુને સમાવેશ થતું નથી. લીલેરીમાં તે સચિત્ત ઉગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે, અને અથાણામાં અચિત્ત થઈ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે. એટલે કોઈ ને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલેતરીના ત્યાગીને હોય છે, કારણ કે બીજા ને હણવાથી મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે તેમાં પ્રવૃત્તિ થાય છે, તે રાગદ્વેષ ટાળવા આ લીલેતરીના જીવ પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદા છે, ભેદાયે છે, શેકા છે, તળાય છે અને વારંવાર સંતાપ પામે છે, તે ભાન નહોતું, પણ પરમકૃપાળુદેવની કૃપાથી આ જીવની હવે તેવી દશા ન થાય તે અર્થે બીજા છ પ્રત્યે તેવા દુઃખની આ જીવને હવે ઈચ્છા નથી. બીજું, અથાણુમાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવે છે, અને તે ન સચવાય તે લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છે. જે વિચારવાન છે લીલેરીનો ત્યાગ કરી શકતા નથી તેવા છે પણું અથાણુને ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેદ્રિય બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઈદ્રિય આદિ ત્રસ (હાલતાં-ચાલતાં) છ અથાણામાં પડે છે તે એક જાતને કહેવારે છે તે ખાવો ઘટતે નથી; તથા રસના લેભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણુથી રસ પિષવાનું કરે છે તે રસ ઘટાડવાને અથાણાને ત્યાગ કરે છે. જેમ જેમ દયાની લાગણી વધતી જાય તેમ તેમ જીવ પિતાના આત્માને પાપના કારણેથી બચાવી થેલી વસ્તુઓથી પેટ પૂરતે રાક નિર્દોષપણે લેવાની જના કરીને જીવે છે.
ત્યાગ વૈરાગ્યના નિયમ કોઈ લેવાની વૃત્તિ થાય તે પિતાથી સહેલાઈથી બની શકે અને તેને ભંગ થવાને સંભવ ન દેખાય તેવા નિયમ પરમકૃપાળુદેવની આજ્ઞાથી લેવામાં હરકત નથી). આત્માને બંધનથી મુક્ત કરવા હવે પુરુષાર્થ કરે છે તે સદ્દવિચારથી બને છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૦
અગાસ, તા. ૧-૧૨-૪૦ તમારા પત્રો બને મળ્યા. રૂબરૂમાં વાત થાય તેવી પરભારી થવી અને સમજાવી મુશ્કેલ છે, છતાં ભાઈને કહ્યું છે તે તમને જણાવે તે પ્રમાણે ત્રણ પાઠ “તત્ત્વજ્ઞાન”માંથી મુખપાઠ કરી રેજ બલવાને નિયમ સખશે. મુખપાઠ ન થાય ત્યાં સુધી એક વખત વાંચી જવાનું ચૂકવું નહીં. જ્ઞાની પુરુષ, સન્માર્ગે ચઢવા માટે પ્રથમ કરવા ગ્ય કહેલી આજ્ઞા આપને તે જણાવશે. તે ભાવપૂર્વક પ્રત્યક્ષ જ્ઞાની સમક્ષ પ્રાર્થના કરતા હોઈએ તેવા હૃદયના સાચા ભાવથી જ બતાવેલી પ્રાર્થના કરશે અને તેને વિચાર કરશે તે સન્માર્ગપ્રાપ્તિ સુલભ થશે. જેમ કે વૈદ્ય દવા આપે અને તેણે બતાવેલી ચરી હોય તે પાળે તે દવા ગુણ કરે છે તેમ સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી જીવતા સુધી જેટલાને ત્યાગ થઈ શકે તેટલે ત્યાગ હૃદયમાં વિચારી તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું એ દૃઢ નિર્ણય કર્તવ્ય છેજી. કેમ કે પાપના પંથથી પાછા હઠયા સિવાય સન્માર્ગમાં સ્થિરતા થતી નથી.