________________
પત્રસુધા
રરપ ૨૨૨
અગાસ, તા. ૧૨-૧૦-૪૦
આસો સુદ ૧૨, શનિ, ૧૯૯૬ દેલ: – દુર્લભ માનવ ભવ મહા ફરી મળવો મુશ્કેલ,
કર્મ તણાં ફળ આકરાં નહીં સૂઝે ઉકેલ. સમકિતી રેગી ભલે જાકે દેહ ન ચામ, વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ નકામ. ઇરછે આશ્રય સંતને, અવર ને મનમાં આશ, પરમારથને પામવા, જેને થઈ જિજ્ઞાસ. સહનશીલતા ધાર, ભાવે સમતા ભાવ,
વૃત્તિને વળ રેકજે, અલભ્ય આ ત્રણ લ્હાવ.” પ્રમાદ વિષે પ્રથમ આપને લખેલું “એક પળ ખેવી તે એક ભવ ગુમાવવા તુલ્ય છે” તે વિષે પાછળના પત્રોમાંથી જેવા વિનંતી છે.જી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા દઢ નિશ્ચયની જરૂર છે. તે એ છે કરવાને જેણે નિશ્ચય કર્યો છે, તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઈ એટલે અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. પ્રમાદ એ છે કરે જ છે એ લક્ષ ચુકાય નહીં તે જે કરવું છે તેને વિચાર થાય; અને “કર વિચાર તે પામ” કહ્યું છે તેમ આત્મસ્વરૂપને નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે.
હવે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી ઉતારી મોકલું છું તે વિચારશે. અર્જુને પૂછે છે (અધ્યાય બીજે શ્લેક ૫૪ થી ૭૨) “હે કેશવ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેલે? કેવી રીતે બેસે-ઈન્દ્રિયોનો નિગ્રહ કરે? અને કેવી રીતે વર્તે ?” શ્રી ભગવાન બેલ્યાઃ હે પાર્થ ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને મનુષ્ય તજી દે છે, અને આત્માવડે જ આત્મામાં સંતોષ પામે છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઓમાં ઉદ્દેગરહિત મનવાળે, સુખમાં સ્પૃહારહિત અને જેના રાગ, ભય તથા ક્રોધ દૂર થયા છે એવા મુનિ (વીતરાગ, વીતક્રોધ, વિતભય) સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ વિનાને હેઈ, તે તે શુભ કે અશુભ પામીને આનંદ પામતું નથી કે દ્વેષ કરતું નથી, તેની બુદ્ધિ સ્થિર થયેલી છે. જેમ કાચબે સર્વ તરફથી અંગને સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇંદ્રિયોના વિષયમાંથી ઈન્દ્રિયોને ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી મનુષ્યના વિષય (વાસના ગયા વિના રસ જ નથી) નિવૃત્ત થાય છે; પરંતુ બ્રહ્મને સાક્ષાત્કાર કરીને એની વાસના પણ નિવૃત્ત થાય છે. હે કૌતેય (અર્જુન) ! મથી નાખનારી ઈન્દ્રિય પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ બળાત્કારે વિષયમાં ખેંચી જાય છે. માટે તે સર્વ ઈન્દ્રિયોને વશ કરી સ્થિરચિત્ત અને મારા પરમાત્મા) પરાયણ રહેવું. કેમકે જેની ઈન્દ્રિયે વશ હોય છે તે(જિતેન્દ્રિય)ની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયનું ચિંતન કરતા મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, આસકિતથી કામના