SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ બેધામૃત થાય છે, કામથી ક્રોધ ઊપજે છે, ક્રોધથી સંમેહ (વિવેકહીનતા) ઊપજે છે, સંમોહથી સ્મૃતિને - નાશ (ઉપયોગ ચૂકે છે), સ્મૃતિનાશથી બુદ્ધિ(પ્રજ્ઞા)ને નાશ થાય છે, તેથી સંપૂર્ણ નાશ થાય છે. વશ અંતઃકરણવાળો (દઢ નિશ્ચય, પકડવાળો) મનુષ્ય રાગદ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઈન્દ્રિયે વડે વિષને ભેગવતાં છતાં ચિત્તની નિમળતાને પામે છે. ચિત્તની નિર્મળતા થતાં એનાં સર્વ દુઃખને નાશ થાય છે. કારણ કે નિર્મળ ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ સ્થિર થાય છે. અયુક્તને (અગી-ચિત્તને વશ ન કરનારને) બુદ્ધિ નથી અને તેને ભાવના પણ (બ્રહ્માકાર અંતઃકરણની વૃત્તિને પ્રવાહ: “વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત”) નથી; ભાવનારહિતને શાંતિ નથી અને શાંતિરહિતને સુખ ક્યાંથી હોય? કારણકે વિષયમાં ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઈન્દ્રિય સાથે મન જોડાય છે તે ઈન્દ્રિય આ પુરુષની બુદ્ધિને, જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ, ખેંચી જાય છે. માટે હે મહાબાહ (મુમુક્ષુ)! જેની ઈન્દ્રિય સર્વ પ્રકારે ઈન્દ્રિયના વિષયેથી રોકાયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે (આત્મ-અજ્ઞાન) તેમાં સંયમી પુરુષ જાગે છે, જ્યાં જગતો પ્રમાદ કરે છે એવા પરમાર્થમાં જ્ઞાની જાગ્રત છે, અને જેમાં (અજ્ઞાનરૂપ રાત્રિઃ વ્યવહારમાં) અજ્ઞાની પ્રાણીઓ જાગે છે તે (વ્યવહારરૂપ રાત્રિ) આત્મદર્શી મુનિની રાત્રિ છે. (કાર્તિ અડમિન સુપુત્રામmજ = જે વ્યવહારમાં જાગે છે– ઉપયેગવંત છે તે પરમાર્થમાં ઊંધે છે–ઉપયોગરહિત છે.) જેમ સર્વ તરફથી ભરાતા અચળ મર્યાદાવાળા સમુદ્રમાં પણ પ્રવેશ કરે છે, તેમ સર્વ વિષયે જે મનુષ્યમાં (જેના આત્મામાં) પ્રવેશ કરે છે (વિલીન થાય છે, સમાઈ જાય છે, મરી જાય છે, નિર્જરી જાય છે) તે શાંતિને પામે છે; પરંતુ વિષયને ઈરછનારે શાંત થતું નથી. જે મનુષ્ય સર્વ કામનાઓને તજીને નિસ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઈને વિચરે છે, તે શાંતિને પામે છે. હે પાર્થ (અર્જુન)! આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને (મનુષ્ય) મેહ પામતે નથી; અને અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે સ્થિતપ્રજ્ઞ) બ્રહ્મ-નિર્વાણને પામે છે.” દીક્ષા લે તે તારું કલ્યાણ થશે” એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યર્થ છે, આત્માર્થ નથી.” (૪૩૦) –શ્રીમદ્ રાજચંદ્ર બીજું હિતકારી વાત કહી બતાવતાં પણ ‘તું આમ જ કર’ એમ ભગવાન કહેતા નહીં, તથા આત્મા સંબંધી ઉપદેશ પણ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકર કરતા નથી. કેઈનું અહિત થાય તેવી આજ્ઞા માગવા તીર્થંકર પાસે કોઈ જાય તે મૌન રહેતા. એક માણસે ભગવાનને બેટા પાડવા પિપટનું બચ્ચું હાથમાં લઈ ભગવાન પાસે જઈ તેમને પૂછયું કે તેનું આયુષ્ય કેટલું છે? અમુક દિવસનું કહે તે તેને મારે ડોકું મરડી મારી નાખવું એ નિર્ણય તેને હતું અને હમણું મરી જવાનું છે કહે તે તેને ઉરાડી મૂકવાને વિચાર કરી રાખ્યો હતે. જેને જ્ઞાનનું અભિમાન ન હતું તે ભગવાને કહ્યું કે એનું આયુષ્ય તારા હાથમાં છે. એવી કથા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy