SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ બોધામૃત વિચાર કરી ત્વરાથી આત્મહિત માટે યુવાની નવી પ્રાપ્ત થઈ હોય તેમ કમર કસીને પરમાર્થ સાધી લે. એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું તે વિષે સર્વ વિચાર કરીને પિતાનાથી બને તેટલું પિતાનું હિત કરવા ચૂકશો નહીં. એક રાજા હતું. તેણે પિતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાને કેઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઈશું તે તે કોઈ કીમતી વસ્તુ માગશે તે આપવી પડશે એમ વિચારી દરેકે કંઈ ને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસેઈ તથા વરઘેડાની તૈયારી કરાવી છતાં કેઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં તેથી નગરજનોને રાજાએ કહેવરાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે તેથી લેકે રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લેકે ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી રાજાએ કેદમાં પૂર્યા. બીજા બધાને જમાડી વિદાય કર્યા. આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરા ન આવ્યા તે બીજા બધાને ઉત્તમ જમણને લાભ મળ્યો, તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે તેવા મોટા શેઠિયા ધામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તે સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણુની પેઠે તેમને માટે કરેલી રસેઈ આરોગવાને લાભ મળી શકે છે એમ જાણી પિતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય તે ધારણ કરીને વરઘોડામાં જવું અને એ મહા કલ્યાણકારી પુણ્યના કામમાં બને તેટલે ટેકે કર. તેથી મોટા માણસોને મળવાને લાભ આપણને અનાયાસે મળી જશે. પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા ને તેમને કેદમાં પૂર્યા, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાને સંભવ છે એમ જાણી ઉજજવળ અંતઃકરણે જે કામ કરવા લાગશે તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદ્ભાગી થશે. ફરી ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે ત્યાં સુધી તેમાં મદદ કરનારને પુણ્યને હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પિતાના ઘરનાં કામ કરતાં વધારે કાળજી રાખવી ઘટે છે. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાગ્ય દેરાસર કરાવ્યું તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને પિતાનું અને ઘણુ જીવનું હિત થાય તેવું કામ સદ્ભાગ્ય મળી આવ્યું છે તે આપણું જીવતાં કરી લેવું. એ ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં એ કામ તે રમતમાં થઈ જવા જેવું છે. પરમાર્થના કામમાં મન પાછું પડે તે પોતાના હિતમાં હાનિ કરવા તુલ્ય છે એમ સમજી આવેલા અવસરને પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું હિત સમજી દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લેભ, સ્વાર્થ અને સુખશાળિયે સ્વભાવ તજ ઘટે છેજી. બને તેટલું ઘસાઈ છૂટવું. જાતમહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. પારકી આશ સદા નિરાશ.' એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy