________________
પત્રસુધી
૨૨૩
૨૨૧
અગાસ, તા. ૧૧-૧૦-૪૦
આસો સુદ ૧૧, શુક્ર, ૧૯૯૬ અનુબ્રુપ – દેહાત્મ-બુદ્ધિથી મૂઠ, આત્માને દેહમાં પૂરે,
આત્મામાં આત્મબુદ્ધિવાન, આત્માની મુક્તિ આદરે. દેહા – સુણવા ગ્ય સુસંતની, વાણુ ધર નહિ કાન;
સ્મરવા ગ્ય સુમંત્રનું, રહ્યું નહીં બહુ માન. કરવા યોગ્ય સુકાર્યમાં, નહીં પાથર્યા પ્રાણ; સુંદર ધરી નરદેહ તે, શું સાધ્યું કલ્યાણ? સ્મરણ કરશે પ્રીતથી, તજી દેહ અભિમાન,
નિત્ય નો ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન. પૂ.. .ના દેહત્યાગના સમાચાર તથા ઠેઠ આખર સુધી તેમની રહેલી સંભાવનાના સમાચાર જાણ્યા છે. પ્રથમથી ભક્તિ પ્રત્યે તેમની વૃત્તિ વળેલી અને પરમકૃપાળુદેવને આશ્રય ઠેઠ સુધી રાખી તે ભાવના સહિત દેહ છોડ્યો છે તે સદગતિનું સૂચક છે. ધર્મને આવો પ્રગટ પ્રભાવ નજરે જોયા છતાં તેને માટે આપણા હૃદયમાં જે ઉલલાસ અને તેને આરાધવાને પુરુષાર્થ ન જાગે તે આપણા સમાન અધમ કોણ કહેવાય? દરેકને માથે મરણ ભમે છે પણ મેહને લીધે જીવ તેને વિચાર સરખો કરતું નથી. ખેતરના નજીવા કામની ચિંતામાં રાતે નિરાંતે ઊંઘતે નથી અને સમાધિમરણ જે ઉત્તમ લાભ પામી મનુષ્યભવ સફળ કરવાને લાગ વહ્યો જાય છે, તેની આ પ્રમાદી નફટ જીવને ફિકર ચિંતા થતી નથી. સંસારના ક્ષણિક સુખમાં એવું શું આશ્ચર્યકારી ફળ મેળવવાનું જ ધાર્યું હશે કે તેને આત્માના સુખ માટે ઈચ્છા જાગતી નથી? ગમે તેટલી મહેનત-મજૂરી કરી ગમે તેટલું ધન એકઠું કર્યું હશે તેમાંથી કંઈ સાથે કેડી પણ લઈ જઈ શકાશે ? પેટ ભરાય તેથી વધારે ખાઈ શકાશે? ત્યારે આ બધી ધમાલ શું કરવા કરું છું? એવો એકાંતમાં જીવ વિચાર કરે તે શો ઉત્તર મળે? “જબ આવે સંતેષ ધન, સબ ધન ધૂળ સમાન.” એને વિચાર અને અનુભવ જીવ ક્યારે કરશે ? આત્મકલ્યાણ કરી શકે તેવી દુર્લભ સામગ્રી જીવને જે મળી છે તે અચાનક મરણ આવીને લૂંટી લે તે પહેલાં તેને કંઈ સદુપયોગ કરી લેવા હવે વિચાર, નિર્ણય કરીશું? કે પુરુષને ગ નથી મળે તેવા જીવની પેઠે નાશવંત વસ્તુ મેળવવામાં મળ્યા રહી છેતરાયા કરીશું?
શ્રી આત્મસિદ્ધિજીની છઠ્ઠી ગાથાની ટીકામાં પરમકૃપાળુદેવ લખે છેઃ સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણે વિના તે આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.” (૭૧૮) આ ગુણ વિના ગ્યતા અટકી છે તે ક્યારે પ્રાપ્ત કરીશું ? આ કામ કેઈ કરી આપે તેવું નથી માટે વેળાસર ચેતી લઈ તેને માટે સત્સંગ, સવિચાર અને સત્કાર્યમાં મંડી પડવા જેવું છે. આ અવસર ફરી ફરી મળનાર નથી. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ક્ષણ લાખેણી જાય છે. લૂંટમલ્ટ લેવાય તેટલું સાચું ભાથું લઈ લેવું. પરભવમાં પછી કંઈ બની શકશે નહીં માટે અંતે પસ્તાવું ન પડે તેમ