SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. બેધામૃત પૂર્ણચંદ્ર સમ પામીને પ્રભુ – વચન સાક્ષાત્ ચંદ્રકાન્ત સમ ઉર ઝરે સદ્ભાવ-સુધા વિખ્યાત. હું ડાહ્યો સમજું ઘણું” એ જ ઊડે છે દેષ, તે મૂક્યા વિણ કેઈ જવા પામ્યા નથી જ મેક્ષ. “કંઈ જ નથી હું જાણતે” દઢ કરી એ જ વિચાર; સદ્દગુરુને શરણે જજે તે તરશે ભવપાર. રાત ગમાયી સોય કર, દિવસ ગમાયા ખાય, હીરા જન્મ અમલ થા, કેડી બદલે જાય. જ્યાં માયા છૂપી છૂરી, ત્યાં મૈત્રીને નાશ, જ્યાં મનમાં ભીંખ માનની ત્યાં ઊભે ભવવા. કામ માન ઉતાવળે દોષિત આ જીવ થાય; નિષ્કામી, દન ને ધરે ભવ્ય જીવ ગણાય. ઘણું ઘણું વિચાર કરતાં શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ નિર્ણય કર્યો છે કે આ સંસાર એકાંત દુઃખમય છે. જેમણે સ્વપ્ન પણ સાંસારિક દુઃખ જોયું નહોતું, સર્વ પ્રકારની ભેગસામગ્રી પૂર્વના પુણ્યને લીધે જેમને મળેલી હતી, જેમનું શરીર પણ તે સર્વ ભેગેને લાંબા કાળ સુધી જોગવી શકે તેવા વાહષભનારા સંઘયણના ધણ મેક્ષગામી તે ભગવંતોએ સર્વ ભેગેને અસાર અને સંસારમાં ભુલાવામાં નાંખનારા, મોક્ષમાર્ગમાં આગળા સમાન વિઘર્તા જાણ સર્વ સંપત્તિ ત્યાગી, ભિખારીની પેઠે ભટકીને, પરિષહ – દેવ, મનુષ્ય અને તિર્યંચના કરેલા વેઠીને, અનેક કષ્ટોથી પણ નહીં કંટાળતાં ધર્મ–આત્માની શુદ્ધતા–સાધી, તેવું ઉત્તમ કાર્ય કરવાનું આ અલ્પ જીવનમાં જીવ ચૂકી જૂનાં ચીંથરાં જેવા આ શરીર વડે ભોગ ભેગવવા લલચાય તે તેની કેટલી તુચ્છ વૃત્તિ છે અથવા સહજ કર્મના ગે ધર્મ આરાધી શકાય તેવી તક હાલ નહીં તે બે-પાંચ વર્ષે પણ નિવૃત્તિસુખ પામી આ બળતા આત્માને સંસારતાપથી બળતે બચાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયા છતાં જે જીવ આંખ મીચીને ઉદીરણા કરી ભેગાવળી કર્મ ઊભું કરશે તે તે કલેશ કદી સુખરૂપ નહીં નીવડે એમ વિચાર કરનાર મુમુક્ષુને લાગ્યા વિના નહીં રહે બે-પાંચ વર્ષ મુશ્કેલી વેઠી લઈ આત્મહિત તે દરમિયાન થાય તેટલું કરતા રહી પછી ઉપાધિ વિના નિર્વિઘપણે ધર્મધ્યાન થઈ શકે તેવો વેગ આવેલે ગુમાવી સંસારકૂપમાં જાણીજઈ પડવાનું વિચારવાન જીવ ન કરે. મનુષ્યભવમાં હવે કેટલે કાળ કાઢવે છે? શા કામમાં મનુષ્યભવ ગાળવા યોગ્ય છે? અને કેવી રીતે હાલ કાળ જાય છે? તે વિચારવાન એકાંતે વિચારે તે તેને ચેતવા જેવો વખત જણાય. પરમ કૃપાળુ મહાત્માઓએ જે માર્ગ અનંત કૃપા કરી આપણને દર્શાવ્યો છે તેનું આરાધન કયા ભવમાં કરીશું? રાશી લાખ જીવ નિમાં બીજે કઈ ઠેકાણે આ ભવમાં થશે તેટલું થવા સંભવ નથી તેને વિચાર કરવા વિનંતી છેજી. ૐ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy