SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૨૧ ૨૧૮ અગાસ, તા. ૧૦-૧૦-૪૦ (દશેરા) “સદૂગુરુને નહિ વિસરું, સ્મરું સદા ઉપદેશ; પરમ પ્રતીતિ ઊપજે, અન્ય ન યાચું લેશ.” આ અસાર સંસારમાં જીવ સુખની કલ્પનાથી દોડાદોડ કરી દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે, તે તે ક્યાંથી મળે ? આપણી કઈ વસ્તુ ઘરમાં ખોવાઈ ગઈ હોય તેને બજારમાં શોધવા જઈએ તે ક્યાંથી હાથ લાગે? તેમ આત્મભ્રાંતિ કે આત્માના ભુલાવાથી જીવ દુઃખી થાય છે તે કારણ નહીં જાણવાથી જીવ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ દ્વારા સુખ મળશે એમ માની તેની પ્રાપ્તિ અને પ્રીતિ માટે ઉત્તમ આયુષ્ય એળે ગુમાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈવ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન” આ રેગ મને થયો છે એવું પણ જીવને ભાન નથી. આત્મજ્ઞાન વિના હું દુખી છું એવું એને ખરેખરું લાગ્યું નથી. માત્ર પૈસા નથી, બૈરી નથી, પુત્ર નથી કે મિત્રે નથી તેથી હું દુઃખી છું એમ જ માની લીધું છે. પુણ્યને એ બધું મળે તે પણ જીવ દુઃખી ને દુઃખી રહે છે, કારણ કે કલ્પનાને અંત નથી. એક મળે તે બીજું ઈચ્છે અને બીજું મળે તે ત્રીજું છે. માટે ઈચ્છાને નાશ થયા વિના જીવના દુખને કદી અંત આવવાને નથી. - “ક્યા ઈરછત ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” સદ્દગુરુના ઉપદેશ વિના, તેને વિચાર કર્યા વિના, તેની આજ્ઞાનું આરાધન કર્યા વિના ઈચ્છાનું મૂળ ટળે તેવું નથી અને તે કર્યા વિના જીવને શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી, તો લૌકિક વાતે ઉપરથી મન ખસેડી જ્ઞાની પુરુષની અનંત કૃપાથી જે સત્સાધન મળ્યું છે તેનું એકાગ્રતાથી લેકલાજ મૂકી આરાધન કરશે તે સુખને સંચય વગર કહે થયા કરશેજી. “હું દુઃખી છું, હું દુખી છું' એમ જીવ માન્યા કરે છે તેનું નામ આર્તધ્યાન છે, તેથી માઠી ગતિ જીવ કમાય છે અને સત્સાધનમાં ઉપગ જોડવાથી ધર્મધ્યાન થાય છે ને મોક્ષમાર્ગ મળે છે. જે ઠીક લાગે તે માર્ગે પ્રવર્તે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૨૦ અગાસ, તા. ૧૦-૧૦-૪૦ આ સુદ ૧૦, ગુરુ, ૧૯૯૬ દોહા- ગતાનુગતિક થઈ ઊંઘ નહિ, નિરાંતે તું ભાઈ! દેખી અંધ કૂવે પડે, પડે શું દેખતે, ધાઈ? અનિત્ય સંસાર જાણી જે, રહે નિરાંતે ત્યાંય, બળતા ઘરમાં ઊંઘતા, સમ નિશ્ચિત ગણાય. શરીર શકટ સમ જાણીને, બધ ન પામે કેમ? યંત્ર અનર્થોથી ભર્યું ક્ષણ ક્ષણ અટકે જેમ.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy