SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ બધામૃત અચિંત્ય ચિંતામણિ કહેવાય છે તે પામીને પ્રમાદ કરીએ એટલે આપણે વાંક છે. નહીં તે અવશ્ય સતના આરાધનથી સની પ્રાપ્તિ થાય જ, તેમાં કંઈ સંશય નથી. તે વાત પ્રત્યક્ષ અનુભવ કરીને પ. પૂ. પ્રભુશ્રીજીએ આપણને કહ્યું છે. “વીમો ઉતરાવીએ છીએ” એમ પણ કહેતા. “પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને વાંકે વાળ થાય તેના અમે જોખમદાર છીએ, પણ પિતાને સ્વછંદ ઉમેરે તે અમે જવાબદાર નથી", એમ પણ કહેતા હતા તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવની ભક્તિમાં અરિહંત, સિદ્ધ, પ્રભુશ્રીજી આદિ સર્વ આવી જાય છે, આપણે આત્મા પણ તેમાં આવી જાય છે, આત્માની જ ભક્તિ ત્યાં થાય છે, કંઈ બાકી રહી જતું નથી એ લક્ષ ન ચૂકવા ભલામણ છેજી. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૪ અગાસ, તા. ૧૭-૯-૪૦ તત છે સત્ ભાદરવા વદ ૧, ૧૯૯૬ જન્મ-મરણરૂપ ગહન નદીમાં ઘણે તણાતે આવ્યા રે, ગુરુ પરમકૃપાળુ શિખા રહી જે ખેંચી લે તે ફા રે. તટ નિકટ આ નરભવ દુર્લભ પૂર્વ પુણ્યથી પાપે રે, સદ્દગુરુગ અચાનક મળતાં ખટપટથી વિરા રે. અપૂર્વ બેધ-કર લંબાવી ગુરુ ભવ-જળથી ઉદ્ધારે રે, પરાધીનતા પરી થાય સૌ, ગુરુકૃપાદષ્ટિ તારે રે. નાના નયને બેમ સમાયે તારા રવિ શશી સાથે રે, તેમ સમાયે સદ્દગુરુપદમાં દેવ, ધર્મ, જિનનાથે રે. શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની-શરણે મુજ હિત સાધું રે, ભવ ભમતાં બહુ કષ્ટ પામ્ય ચરણ શરણ આરાધું રે. (પ્રજ્ઞાવધ ૬૭) આપને ક્ષમાપનાપત્ર મળે. આ વર્ષે અહીં પણ પર્યુષણ પર્વ પરમકૃપાળુદેવનાગબળે બહુ સારી રીતે આરાધાયું છે. સભામંડપમાં માઈ શકે નહીં તેટલાં બધાં ભાઈબહેને એકત્ર થયાં હતાં, પણ જેને જેને પુરુષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમપ્રતીતિ જાગશે. જપ તપ શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ધર્મકાર્યને પાયે પરમ પુરુષ પ્રત્યેની શ્રદ્ધા છે”. જેની શ્રદ્ધા બળવાન છે તેને પુરુષાર્થ પણ ભૂલે ન રહે. લેકો ભલે જાણે કે ન જાણે પણ તેને આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું છૂટું અંતરમાં થઈ રહ્યું હોય તે છાનું ન રહે. ભરત ચક્રવતી લડાઈઓ લડતા હતા ત્યારે પુંડરિક ગણુધરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન! અત્યારે ભારત ચક્રવતી છ ખંડ સાધે છે અને મેટી લડાઈમાં પડ્યા છે તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવાં વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યઃ “તારા જેવાં.” ક્યાં ગણધરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્ય જીતવાની પ્રવૃત્તિ! પણ આત્મા જેને જાગે છે તેને સંસાર કે લાગે, તેનું એ આબાદ દષ્ટાંત છે. તે જ પરિણામ દઢ રાખીને અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy