________________
પરસુધા
૨૧૭ પ્રગટાવ્યું. બહારથી કઈ જાણે કે એ તે અકસ્માત કેવળજ્ઞાન થઈ ગયું હશે. પણ તેને માટે રાતદિવસ તેમને કેટલે પુરુષાર્થ હતી અને શ્રી રાષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્ણ થાય છે. માટે કર્મના સંગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી મમતા મૂકતા રહેવાને અભ્યાસ નિરંતર મારે તમારે કર્તવ્ય છેજી.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ સમાગમ થયા પછી એટલે બધે તેમના પ્રત્યે પ્રેમ ઢળી ગયો કે તેમના વિના ક્યાંય ગોહતું નહીં. અમદાવાદ તેઓશ્રી સૅનેટોરિયમમાં રહેતા ત્યાં વારંવાર જતે ત્યારે તેઓશ્રીએ એક દુહે મને લખાવ્યું હતું અને પૂ. મગનલાલ તારમાસ્તર આણંદ હતા તેમની સાથે વિચારવા સૂચના કરેલ. તેમાં બહુ મર્મ રહે છે. તે નીચે પ્રમાણે છે:
જે જે પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય;
મમતા - સમતા ભાવશું કર્મબંધ - ક્ષય હોય.” ઘણું આશ્વાસન, શાંતિ અને ધીરજ, બળ તેથી મળે તેમ હોવાથી આપને વિચારવાને લખે છે, તે અવકાશે વિચારી જેટલે રસ લૂંટાય તેટલે લૂંટતા રહેશે. આખી જિંદગી ચાલે– ભવ ભમવાનું હશે ત્યાં સુધી ચાલે તેટલું બધું અને નિકટ લાવી મૂકે તેવું ભાથું તેમાં ભર્યું છે.
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૧૫
અગાસ, તા. ૨૧-૯-૪૦ તત્ જ સત્
ભાદરવા વદ ૫, શનિ, ૧૯૯૬ અનુષ્કપ– વિષયાસક્તિ મૂકીને, મન જે હદયે રહે,
આત્મામાં લીનતા પામી, પરમ પદ તે લહે. સદુવિધા કહી સર્વ, ભવ ઉછેદ કારિણી,
સંતે સે સદા તેને, મોક્ષમાર્ગ પ્રદાયિની. (યોગપ્રદીપ) આપને પત્ર મળ્યો છે. પવિત્રાત્મા બહેનને પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન થયાં છે તે તેનાં મહાભાગ્ય ગણવા ગ્ય છે જ. આપણા જેવા પામર જીને મેક્ષગામી મહાત્માએનાં દર્શનસમાગમ મહા દુર્લભ છે તેવા જેગમને જગ તેમને મળ્યો છે, તે તેની સ્મૃતિ વારંવાર કરી તેમણે જે કંઈ આપણા હિતનું કહ્યું હોય તે વારંવાર યાદ કરી તે મહાપુરુષને ઉપકાર તાને રાખી આત્માને સારા ભાવમાં રાખવો. બીજો સગાંવહાલાં, ઘરખેતર કે ધનઘરેણુ, કપડાં-વાસણમાં મન ફરતું અટકાવી સપુરુષ અને તેની કરુણાથી મળેલું સતસાધન આ જીવને આખર વખતે કામ લાગે છે. તેમની ભાવના સત્સાધન માટે થઈ છે તે તેમને જણાવશે કે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનને ત્યાગ કરવા ચોગ્ય છે : ૧. જુગાર ૨. દારૂ ૩. માંસ ૪. મોટી ચોરી ૫. વ્યભિચારી પુરુષોને સંગ ૬. શિકાર – જાણી જોઈને માંકડ, ચાંચડ, જૂ, સાપ, વીછી મારી ન નાખવા – પકડાવીને દૂર કરી દેવા ૭. પરપુરુષને સંગ. આ સાતે વ્યસન કે તેમાંથી જીવતાં