SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૧૫ આદિ ઇન્દ્રિય ખામી વગરની પાસે, સરુષને વેગ પામ્ય, તેને બંધ પામ્યો, તેની અનંત કરુણાથી તેને ઉદ્ધાર થાય તે અનુપમ મંત્ર પામ્ય, તેથી મારા આત્માનું હિત જરૂરી થશે એવી સારી ભાવનારૂપ શ્રદ્ધા પણ પામે; હવે તે પુરુષને આશ્રયે તેના કહ્યા પ્રમાણે વર્તવાને જે આ જીવ નિશ્ચય કરી તે નિશ્ચયને મરણપર્યત તજે નહીં તે તેને કેટલે બધે લાભ થાય? બસે-પાંચ રૂપિયાનો લાભ થતા હોય તે મુંબઈ સુધી દોડી જાય, પણ જે પરભવમાં પણ ભાથારૂપ થાય તેવા સત્સાધન માટે બે ઘડી નવરાશ લેવી પડે તે જીવને ટાઢ ચઢે છે. થોડી વાર મારે બીજા વિચાર કરવા નથી, માળા ગણતાં સુધી કે ભક્તિ કરતાં સુધી બધું ભૂલી જવું છે એમ વિચાર કર્યા છતાં કેમ મન ઠેકાણે નહીં રહેતું હોય? કેમ કે તેણે સુખની કલ્પના બીજી વસ્તુઓમાં કરી છે. જ્યાં જ્યાં મનને ગમે છે ત્યાં ત્યાં તે વારંવાર જાય છે. માટે સપુરુષનું કહેવું મનને ગમે, તેવું કરવા વિશેષ પુરુષાર્થની, વિશેષ સત્સંગની, સન્શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. તેમાં વિઘ કરનાર દેશે નહીં ટાળીએ તે સમાધિમરણ કેમ થશે? એવી જીવને હજી ફિકર પિડી નથી. માટે વિશેષ વિશેષ વિચાર કરીને વિષય કષાય આદિની તુચ્છતા ઘડીએ ઘડીએ પ્રસંગે પ્રસંગે વિચારી મનને ચેતાવતા રહેવાથી તેને ધર્મ ધ્યાનમાં રહેવાની ટેવ પડશે. નહીં તે આર્તધ્યાન કરી ઢરપશુની ગતિમાં ખેંચી જાય તે મનને નીચે ઢાળે છે. તેથી ચેતીને ચાલનારની સદ્ગતિ થશે અને કાળજી નહીં રાખે તે લક્ષ ચોરાશીના ફેરા પૂરા હજી થયા નથી ને અનંતકાળથી જન્મમરણ કરતે આવ્યો છે તેવાં હજી કરવાં પડશે. અત્યારે કેઈ ગધેડો કહે તે ચિડાય છે પણ ગધેડે થવું પડશે. તે ટાળવા હવે કેડ બાંધી મંત્રમાં મંડી પડવું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૩ અગાસ, તા. ૧૩-૯-૪૦ તતુ કે સત્ ભાદરવા સુદ ૧૨, શુક્ર, ૧૯૯૬ આપને પત્ર પ્રાપ્ત થયું છે. તેમાં જણાવેલા ભાવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે કર્તવ્ય છેજી. આપણે સર્વ તે અત્યંત પરાક્રમી પરમ પુરુષની ચરણરજના આરાધક છીએ. નાનાં બાળક જેમ માતાના સ્તનપાનથી પિષણ પામી ઊછરે છે તેમ તે મહાપુરુષનાં વચનરૂપ અમૃતનું પાન કરી આપણે આ ભવરેગથી થતી અસહ્ય પીડાને શમાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. તે પુરુષના યુગબળે ૫. ઉ. પ. પૂપ્રભુશ્રીજીને લાભ આપણને મળે છે અને તેમના સમાગમ બેધની સ્મૃતિ કરી તેના આધારે આ આયુષ્યનાં જેટલાં વર્ષો ગાળવાનાં સર્જિત હશે તે આપણે તે આત્મજ્ઞાની ગુરુની ભક્તિની વૃદ્ધિ કરી ગાળવા પુરુષાર્થ કરવાને છે. “એક મત આપડી અને ઊભે માર્ગે તાપડી” – એવી શિયાળની વાત પૂ. પ્રભુશ્રીજી કરતા, તેમ તેમણે પરમકૃપાળુદેવની ભક્તિ આપણને કરવા કહ્યું તે એકનિષ્ઠાએ કઈ બીજાના તરફ દષ્ટિ કર્યા વગર કર્યો જઈશું તે અવશ્ય કલ્યાણ થશે. આપણે સ્વછંદ રોકી તેની આજ્ઞાને માથે ચઢાવી બને તેટલે પુરુષાર્થ શક્તિ ગેપડ્યા સિવાય કર્યા જવાની આપણી ફરજ છે, અને તે કરીશું તે પરમકૃપાળુદેવ તે કૃપાના ભંડાર જ છે, તેમને ફળ આપવાની વિનતી પણ કરવા જેવી નથી. વગર ચિંતવ્ય ફળ આપે એવા વીતરાગ ભગવાનને ધર્મ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy