SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ બેધામૃત છે, જ્ઞાનલક્ષણવાળ અને અવિનાશી આત્મા છે એવું સદ્દગુરુના ઉપદેશથી જાણવું તે આત્મજ્ઞાન કે સમ્યકજ્ઞાન છે. (૩) સમાધિ = પાંચ ઇદ્રિના વિષય તથા હિંસાને ત્યાગ કરી રાગદ્વેષ તજે; તથા સફદર્શન હોય તે તેને શુદ્ધ ચારિત્ર કે સમાધિને સદુપાય કહ્યો છે. અથવા “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર “સમાધિ કહે છે.” (પ૬૮) મૂળમાર્ગમાં આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તે સ્થિર સ્વભાવ પ્રગટે તે શુદ્ધ વેષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (૪) વૈરાગ્ય = પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતાં જગતના છે કે અન્ય પદાર્થોનું અણગમવું; મંદવાડમાં જેમ સારી સારી રઈ પણ રુચતી નથી, તેમ આત્મસ્વરૂપ સમજાયા પછી કે તેનું કારણ પુરુષનું ઓળખાણ થયે અન્ય પદાર્થોમાંથી રુચિ ઊઠી જીવ આત્મહિતની નિરંતર વિચારણા કરે, તેમાં બીજા પદાર્થો વિશ્નરૂપ લાગવાથી ઉદાસીનતા રહે છે: “અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા.” આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં તે વૈરાગ્ય. (૫) ભક્તિ = વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તે સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમ પુરુષમાં તન્મયતા તે ભક્તિ. સાધન કે નિમિત્ત આશ્રયી મોક્ષના ઉપાયમાં ભેદો ગણાવ્યા છે પરંતુ પરિણામની અપેક્ષાએ તે આત્માની ઉપાસના કે આત્મ-પ્રાપ્ત પુરુષની શ્રદ્ધા, તેનું ઓળખાણ અને તેના પ્રેમમાં તન્મયતા તે મોક્ષમાર્ગ છે. આત્માને ઉદ્ધાર કરનાર આત્મા છે. પુરુષના વચનના અવલંબને જીવે જાગ્રત થવાનું છે”. “જબ જાએંગે આતમા તબ લાગેગે રંગ.”— શ્રીમદ્ રાજચંદ્ર એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૧૨ અગાસ, તા. ૧૩-૯-૪૦, શુક્ર શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ જ્ઞાની – શરણે મુજ હિત સાધું રે, ભવ ભમતાં અતિ કષ્ટ પા ચરણ શરણ આરાધું રે. શ્રીમદ્ એવા સદ્દગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે, અપૂર્વ ગુણના આદરથી હું ગુરુ - શિક્ષા ઉર ધારું રે. શ્રીમદ્ વિષય- કષાય વિદેશ જતા રહે, સ્વપ્ન પણ નહિ દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં દેહ કેદ નહિ લેખું રે. શ્રીમદ્ (પ્રજ્ઞાવબેધ - ૬૭) બીજા છ પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મને પાયો છે, તેમ જ પિતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાને લક્ષ રહે, તે ધર્મ સ્વરૂપ છે. અનેક મુદ્ર ભામાં ભટકતાં ભટક્તાં આ જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતે તે કઈ કૃપાળુની કૃપાથી મનુષ્યભવ નહોતે તે વખતે એવા કોઈ સદાચરણમાં વર્તી પુણ્યસંચય કરી મનુષ્યભવ પામે, ઉત્તમ ફળ પામ્ય, દીર્ઘ આયુષ્ય પામ્ય, શ્રવણ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy